ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) 152 દિવસ બાદ કોરોનાના કેસ 60ને પાર થયા છે. ગત 8 જુલાઇ બાદ મંગળવારે રાજ્ય સરકારે આપેલો કોરોનાના દૈનિક કેસનો (Gujarat daily corona cases) આંકડો 60ને પાર થઇ ગયો છે. મંગળવારે ગુજરાતમાં 61 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી (Coronavirus in Gujarat) એકપણ મૃત્યુ નોંધાયું નથી. સોમવારે કોરોનાના 38 કેસ નોંધાયા હતા. આમ, એક જ દિવસમાં કોરોનાના પચાસ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. જે ઓમિક્રોનની આફત વચ્ચે ચિંતાજનક છે. ઓમિક્રોનના ડર વચ્ચે રાજ્ય (Omicron in Gujarat) આરોગ્ય વિભાગે શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વધુને વધુ પ્રમાણમાં એન્ટીજન-આરટી પીસીઆર ટેસ્ટ કરવા આદેશ આપ્યો છે. હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પણ થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે સરકાર ચિંતાતુર બની છે.
કોરોનાના ટેસ્ટ વધારા અપાયા આદેશ
આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે કોરોનાનું સંક્રમણ વધે તેવી ભીતિ વ્યક્ત કરી છે. આ સાથે અમદાવાદ સહિત અન્ય શહેરોના મ્યુનિસિપલ કમિશનરોને કોરોનાના ટેસ્ટ વધુ ને વધુ થાય તે માટે સૂચના આપી દેવામાં આવી છે. અત્યાર સુધી અમદાવાદ સહિતના મોટા શહેરોમાં રોજ 50 હજાર એન્ટીજન -આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હવે આરોગ્ય સચિવે જ સૂચના આપી છે કે, રોજ અમર્યાદિત સંખ્યામાં ટેસ્ટ કરવામાં આવે. દર્દીઓને વહેલી તકે ટ્રેક કરવામાં આવે તે હેતુથી ટેસ્ટની કામગીરીને વધુ સઘન બનાવવા આદેશ કરાયો છે.
મોટા શહેરોમાં ડોમ બાંધી ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મ્યુનિ.કમિશનર અને કલેક્ટરોને આદેશ કરાયો છે કે, જો પોઝિટીવ કેસ આવે તો જે તે વિસ્તારની મુલાકાત લઇને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાનો રહેશે.
ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના કેસમાં પણ વધારો
કોરોનાની ત્રીજી સંભવિત લહેર અને ઓમિક્રોનના ડર વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં ડેન્ગ્યુના ત્રણ હજારથી વધુ તથા ચીકનગુનીયાના 1600થી પણ વધુ કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પ્રદૂષિત પાણીની વધતી ફરિયાદોને કારણે ઝાડા-ઉલ્ટી,ટાઈફોઈડ તેમજ કમળાના કેસ પણ ગત વર્ષની તુલનામાં બમણાથી પણ વધુ નોંધાવા પામ્યા છે.
" isDesktop="true" id="1158648" >
અમદાવાદમાં ડીસેમ્બરના આરંભે 4 ડીસેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 44 અને ચીકનગુનીયાના 32 કેસ નોંધાયા હતા. જ્યારે ઝેરી મેલેરીયાનો એક કેસ નોંધાયો છે.પાણીજન્ય રોગમાં ડીસેમ્બરના ચાર દિવસમાં ટાઈફોઈડના 68 કેસ, કમળાના 53 કેસ અને ઝાડા ઉલ્ટીના 25 કેસ નોંધાયા છે.