કોરોનાના કેસ હજી અઠવાડિયું વધશે પછી ઘટશે, ગભરાવવાની જરૂર નથી, માસ્ક પહેરી રાખો: CM રૂપાણી

કોરોનાના કેસ હજી અઠવાડિયું વધશે પછી ઘટશે, ગભરાવવાની જરૂર નથી, માસ્ક પહેરી રાખો: CM રૂપાણી
મુખ્યમંત્રી રૂપાણીની ફાઇલ તસવીર

રાજ્યમાં કુલ મળીને 42 લાખ 94 હજાર 599નું વેક્સિનેશન પૂર્ણ થયું છે.

 • Share this:
  ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસ કૂદકે ભૂસકે વધી રહ્યાં છે ત્યારે લોકોને હવે સાવધાની અને કોરોનાના નિયમો પાળવાની જરૂર છે. રાજ્યમાં કોરોનાના છેલ્લા બે દિવસથી 1700થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં બુધવારે પહેલીવાર કોરોનાના સૌથી વધુ 1,790 કેસ નોંધાયા છે તેમજ ચોવીસ કલાકમાં 1277 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે ત્રણ મહિના બાદ પહેલીવાર 8નાં મોત થયાં છે. ત્યારે સીએમ રૂપાણીએ કોરોનાના વધતા કેસો અંગે નિવેદન આપ્યું છે કે, કોરોનાથી ગભરાશો નહીં પરંતુ સાવધાની રાખજો.

  સીએમ રૂપાણીએ કોરોનાના વધતા કેસ અંગે જણાવ્યું કે, કોરનાના કેસ વધતા જાય છે, અમારી ધારણાં છે કે, હજી અઠવાડિયું કરોનાના કેસ વધશે અને તબક્કાવાર આ કેસ ઘટશે. પરંતુ કોરોના અનપ્રિડિક્ટેબલ છે સરકાર પૂરી રીતે સજાગ છે અને જરૂરી તમામ નિર્ણયો કરીને કામ કરશે. લોકોને ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. આના બે જ ઉત્તર છે કે, બધા માસ્ક પહેરી રાખે અને ઝડપથી વેક્સીન લો.  બે દિવસથી કોરોનાનો આંક 1700ને પાર જઇ રહ્યો છે

  રાજ્યમાં બુધવારે કોરોનાના મળતા આંકડા પ્રમાણે કુલ 1790 કેસ નોંધાયા હતા. સુરતમાં રેકોર્ડબ્રેક 582, અમદાવાદમાં 514, વડોદરામાં 165, રાજકોટમાં 164, ભરૂચમાં 13, મહેસાણામાં 17, જામનગરમાં 35, ખેડામાં 19, પંચમહાલમાં 5, ભાવનગરમાં 38, ગાંધીનગરમાં 39, કચ્છમાં 15, આણંદમાં 10, દાહોદમાં 16, નર્મદામાં 17, સાબરકાંઠામાં 9, છોટાઉદેપુરમાં 1, અમરેલીમાં 14, જૂનાગઢમાં 8, મહીસાગર 11, મોરબીમાં 12, અરવલ્લી 3, બનાસકાંઠા 9, ગીરસોમનાથમાં 6, વલસાડ 7, પાટણ 19, સુરેન્દ્રનગર 8, તાપી 8, બોટાદ 1, ડાંગ 4, દેવભૂમિ દ્વારકા 7, પોરબંદરમાં 2 કેસ નોંધાયા છે.

  રાજ્યમાં કેટલા લોકોએ લીધી રસી?

  અત્યાર સુધી 36 લાખ 77 હજાર 467 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને 6 લાખ 17 હજાર 132 લોકોને બીજા ડોઝ આપવામાં આવ્યો છે. કુલ મળીને 42 લાખ 94 હજાર 599નું વેક્સિનેશન પૂર્ણ થયું છે.  રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 1 લાખ 76 હજાર 574 વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતુ. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
  Published by:Kaushal Pancholi
  First published:March 25, 2021, 13:55 pm

  ટૉપ ન્યૂઝ