રાજ્યમાં એક તરફ રેમડેસિવીર ઈજેક્શન માટે લોકોને રઝળપાટ કરવો પડી રહ્યો છે તો બીજી તરફ સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલને ૫,000 ઈન્જેક્શન ફાળવવામાં આવ્યા હતા. જેનું સુરત ભાજપના કાર્યાલયથી વિતરણ કરવામાં આવ્યું હતું . આ મામલે રાજ્યમાં ભારે હોબાળો થયો હતો અને હવે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કોંગ્રેસના વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ મામલે હાઈકોર્ટમાં સી.આર.પાટીલ સામે પીઆઈએલ કરી છે.
ફાર્મસીની લાઈસન્સ વિના આવી રીતે ગેરકાયદેસર ઈન્જેક્શન કોઈ વેચી શકે નહીં અને ઈન્જેક્શન ક્યાંથી લાવ્યા અને કઈ રીતે લાવ્યા તે જાણવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.
તાજેતરમાં જ સુરતમાં ભાજપા કાર્યાલયમાં પ , 000 રેમડેસિવીર ઈન્જેક્શન આવ્યા હતા અને આ મામલે રાજનીતિ ગરમાઈ હતી. મામલો ગરમ બનતાં પાટિલે કહ્યું હતું કે, આ ઈન્જેક્શન હું મારી રીતે લાવ્યો છું. આ મુદ્દે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હું કાંઈ જાણતો નથી, ઇન્જેક્શન ક્યાંથી આવ્યા તે સી.આર.ને જ પૂછો.
હવે મામલો હાઈકોર્ટમાં પહોંચતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલને જવાબ આપવો પડશે. અરજીમાં કહેવાયું છે કે, ફાર્મસીના લાઈસન્સ વિના આ ઈજેક્શન કોઈ વેચી શક્યું નથી. ઈન્જેક્શનનો જથ્થો ક્યાંથી લાવ્યા તે જાણવું જરૂરી છે .
" isDesktop="true" id="1088512" >
રેમડેસિવીર ઈન્જેક્શ નો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચતા આગામી દિવસોમાં પાટિલની મુશ્કેલીઓ વધી શકે છે . અત્રે ઉલ્લેખનીય છે કે , સુરતમાં પાટિલે એક સાથે ૫,000 ઈન્જેક્શનો મેળવ્યા હતા અને ઉધના કાર્યાલય ખાતેથી જરૂરતમંદોને આપવામાં આવ્યા હતા . જેને લઈ સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને કોંગ્રેસે પણ વિરોધ નોંધાવ્યો હતો . હવે ઈન્જેક્શનનો મામલો હાઈકોર્ટમાં પહોંચતા આગામી દિવસોમાં હાઈકોર્ટ કેવું વલણ અખત્યાર કરે છે તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે .