કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય: ગુજરાત બોર્ડ ધોરણ-12ની પરીક્ષા રદ

કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય: ગુજરાત બોર્ડ ધોરણ-12ની પરીક્ષા રદ
વિજય રૂપાણી (ફાઇલ તસવીર)

ગુજરાત સરકારે આજે બુધવારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવીને આ બાબતે શું કરવું એ અંગે વિચારણા કરી હતી

 • Share this:
  ગાંધીનગર: ગુજરાત બોર્ડે (Gujarat board) ધોરણ 12ની પરીક્ષા રદ કરી છે. વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી રૂપાણીએ (CM Vijay Rupani) કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણને (Coronavirus) ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  નોંધનીય છે કે, ગુજરાત સરકારે 1 જુલાઈથી ધોરણ 12ની પરીક્ષાની જાહેરાત કરી હતી. ગઈકાલે મંગળવારે, પરીક્ષાનું (board exam) ટાઈમ ટેબલ પણ જાહેર કરાયુ હતુ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સીબીએસઇ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.12 સાયન્સ,સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લેવાની જાહેરાત કરી હતી. જેથી ગુજરાત સરકારે આજે બુધવારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવીને આ બાબતે શું કરવું એ અંગે વિચારણા કરી હતી. આ વિચારણાના અંતે રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી છે.  6.92 લાખ વિદ્યાર્થીઓની ચિંતા દૂર

  ગુજરાતમાં ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની તા.1 જૂનથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પરીક્ષાની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારે કોરોનાકાળમાં આ નિર્ણય લેતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓની ચિંતા પણ દૂર થઇ છે.

  ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનાં કારણે કેટલાક વિસ્તારોમાં 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

  માસ પ્રમોશનની પ્રક્રિયા અંગે નિર્ણય કરાશે

  ગુજરાત બોર્ડની પરીક્ષા રદ કરાતા હવે ટુંક સમયમાં માસ પ્રમોસશની પ્રક્રિયા કઇ રીતે હાથ ધરવામાં આવશે તેની પણ જાહેરાત કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર વિશેષ રજૂઆત કરશે. જોકે, હવે લાખો વિદ્યાર્થીઓ, શાળા અને વાલીઓની ચાંપતી નજર આ જાહેરાત પર જ રહેશે.

  અમદાવાદ: 'પોલીસ આવી પોલીસ આવી'ની બૂમોથી ભાગ્યો બુટલેગર, ટેમ્પોમાં ગુપ્ત ખાનામાં ભર્યો હતો લાખોનો દારૂ

  નોંધનીય છે કે, હરિયાણામાં પણ કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારે પણ પોતાની બોર્ડ પરીક્ષાઓ રદ કરી દીધી છે. ટૂંક સમયમાં જ બાળકોને પાસ કેવી રીતે કરવા તેના ક્રાઈટેરિયા નક્કી કરવામાં આવશે. રાજ્યમાં પહેલેથી જ 10મા ધોરણની પરીક્ષા રદ થઈ ચુકી છે.
  Published by:Kaushal Pancholi
  First published:June 02, 2021, 12:58 pm

  ટૉપ ન્યૂઝ