હાલ કોરોનાકાળની મહામારીએ (Corona pandemic) રાજ્ય (Gujarat) સહિત દેશમાં હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ રાજ્યમાં જાણે ડિગ્રી વગરનાં ડૉક્ટરોનો (Bogus Doctor) રાફડો ફાટ્યો હોય તેમ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે આવા સમયમાં ભાજપનાં નેતા અલ્પેશ ઠાકોરે એક ડિગ્રી વગરનાં બોગસ ડૉક્ટરોને વંદનીય ગણાવતા વિવાદ છેડાયો છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) ગામડા અને અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતા બોગસ ડૉક્ટરોનાં સમર્થનમાં આવ્યાં છે.
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે બોગસ ડૉક્ટરો અંગે પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે, "હું સર્વ પ્રથમ એવા લોકોને વંદન કરું છું, આભાર માનું છું, કદાચ એમને કોઇ ફરજી ડૉક્ટર કહેતું હોય, કોઇ કમ્પાઉન્ડર કે કોઇ નર્સ કહેતું હોય પરંતુ તે ગામડામાં જઇને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરે તેમને કોઇ ગેરકાયદેસર કહેતું હોય તેમ પણ બને. પરંતુ હું આપને એમ કહું છું કે, આ લોકોએ કોરોનાની મહામારીમાં ખૂબ સેવા કરી છે. માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું હોય તો તે ગામડાઓમાં પ્રેક્ટિસ કરતાં કમ્પાઉન્ડર, નર્સ કે જેઓ દવાખાનામાં તૈયાર થઇને ગામડાઓમાં સેવા કરી છે, તેવા કહેવાતા ડૉક્ટરોએ આપ્યું છે."
અલ્પેશ ઠાકોરના આ નિવેદન બાદ કૉંગ્રેસ નેતા ડૉ. હેમાંગ વસાવડા (Dr. Hemang Vasavda)એ કહ્યું કે, અલ્પેશભાઈનું આ નિવેદન ચોક્કસપણે સમાજને ગેરમાર્ગે દોરનારૂ છે અને હું આ નિવેદનને વખોડી નાખું છું.
ત્યારે આ વિવાદ બાદ અલ્પેશ ઠાકોરે બચાવ કરતા કહ્યું હતું કે, હું આવા ડોક્ટરોને સમર્થન નથી આપતો, તેમને કોરોના જેવી મહામારીમાં જે કામગીરી કરી છે માત્ર તેને જ બિરદાવું છું, એનાથી વિશેષ કશું જ કહેતો નથી.
" isDesktop="true" id="1104898" >
આ પહેલા અલ્પેશ ઠાકોરનું આગામી મુખ્યમંત્રી અંગેનું એક નિવેદન ચર્ચામાં રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અન્યાય પાટીદારને નહીં, ઓબીસી, દલિત-અદિવાસીને થયો છે. OBC, દલિત અને આદિવાસી મુખ્યમંત્રી બનવા જોઈએ. અમે મુખ્યમંત્રીની વાત કરી હોય તો જાતિવાદમાં ખપાવી દેવામાં આવે છે. અમારી પાસે ફેક્ટરી કે મોટી સંસ્થા નથી કે, જ્યાં મિટિંગ કરીએ. ધાર્મિક જગ્યા પર આ પ્રકારના વાત યોગ્ય ગણાય નહીં. પાટીદારની સંસ્થા આવી મિટિંગ કરે તે નિંદનિય છે. કેબિનેટમાં કઇ જાતિના મંત્રીઓ છે તે જાણો છો. તેવું કહીને અલ્પેશ ઠાકોરે કહ્યું કે, 8 કેબિનેટમાંથી 6 કેબિનેટ મંત્રી છે તે અન્યાય કહેવાય?