Home /News /gujarat /

ગાંધીનગર: વિધાનસભામાં કોંગ્રેસનો આક્રમક વિરોધ, કહ્યું- 'પેપર ફોડ સરકાર તાત્કાલિક રાજીનામું આપે'

ગાંધીનગર: વિધાનસભામાં કોંગ્રેસનો આક્રમક વિરોધ, કહ્યું- 'પેપર ફોડ સરકાર તાત્કાલિક રાજીનામું આપે'

ગાંધીનગરમાં આજે ગુજરાત કોંગ્રેસે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

Gujarat Politics: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓ હેઠળ ભાજપ સરકારને ઘેરવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    ગાંધીનગર : ગાંધીનગરમાં ( Gandhinagar) એક બાજુ વિધાનસભાનું બજેટ સત્ર (Budget session) ચાલી રહ્યું છે ત્યારે આજે સોમવારે ગુજરાત કોંગ્રેસ (Gujarat congress) દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે આજે યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ઉપર કરવામાં આવ્યું હતુ. પરંતુ તંત્ર દ્વારા આ સંમેલનને મંજૂરી આપવામાં આવી ન હતી. તો પણ મોટી સંખ્યામાં ગાંધીનગરમાં કાર્યકરો સહિત નેતાઓ પહોંચતા અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ કોંગ્રેસે વિધાનસભામાં આવીને પણ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

    વેલમાં ઘૂસીને મચાવ્યો હોબાળો

    કોંગ્રેસના ધારાસભ્યોએ વેલમાં આવીને આક્રમક વિરોધ કર્યો હતો. ગેનીબેન ઠાકોરે વેલમાં આવીને પેપર ફાડી દીધા હતા. આ સાથે અન્ય ધારાસભ્યોએ પણ ગૃહમાં આવીને નારેબાજી સાથે હોબાળો મચાવ્યો હતો. જે બાદ વેલમાં બેઠેલા ધારાસભ્યોને સાર્જન્ટ ઉંચકીને ગૃહ બહાર લઈ ગયા હતા. 15 મિનિટ ગૃહની કાર્યવાહી બંધ રાખવાની ફરજ પડી હતી.

    આ પણ વાંચો - રાજકોટ : સ્વાગત માટે એરપોર્ટ પર હરખઘેલા થઈ આવતા નેતાઓ પર સી.આર.પાટીલે કરી સ્વાગત સ્ટ્રાઇક!

    હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી સહિત નેતાઓની અટકાયત

    કોંગ્રેસ દ્વારા પેપર લીક, રોજગારી અને અન્ય મુદ્દે ભાજપ સરકારને ઘેરવા માટે પૂરતા પ્રયાસો કરાયા હતા. તંત્ર દ્વારા આ સંમેલનને કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી. તો પણ મોટા પ્રમાણમાં કોંગ્રેસના નેતા સહિત કાર્યકર્તાઓ પહોંચતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આ માટે શહેરમાં પ્રવેશતા માર્ગો ઉપર પણ સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં યુથ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસી કાર્યકરોને યુવા સ્વાભિમાન સંમેલનમાં પહોંચે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી.



    અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર

    અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે, એકવાર નહીં, બે વાર નહીં પરંતુ 14-14 વાર સરાકારના અલગ અલગ વિભાગોના પેપર ફૂટે છે. ત્યારે આ પેપર નથી ફૂટતા પરંતુ તે યુવાનોના ભવિષ્ય ફૂટ્યા બરાબર છે. આ યુવાન સાથે જોડાયેલા પરિવાર, તેની સાથે જોડાયેલા લોકોના સપના તૂટે છે. પહેલા જ્યારે પ્રશ્નપત્ર ફૂટ્યૂં ત્યારે કોઇપણ બેનર વગર વિદ્યાર્થીઓ ગાંધીનગર આવીને પ્રદર્શન કર્યું હતું. તો પણ તેમની વાત સાંભળવામાં આવી ન હતી. એમનો અવાજ પણ દબાવવામાં આવ્યો. યુવાનો કોંગ્રેસના કાર્યકરો પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માંગતા હતા ત્યારે તેઓની પણ અટકાત કરવામાં આવી હતી. તેમનો અવાજ દબાવવામાં આવ્યા. 14-14 વાર પેપર ફૂટ્યાં ત્યારે તેમને કોઇ નિયમ નથી લાગતા. તેથી જ કોંગ્રેસ માંગ કરી રહી છે કે, આ પેપર ફોડ સરકાર તાત્કાલિક રાજીનામું આપે. પેપરફોડ સરકારમાં જે જવાબદારો છે તેમની સામે કાર્યવાહી થાય.



    આ પહેલા આદિવાસી સંમેલન યોજ્યું હતુ

    વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓ હેઠળ ભાજપ સરકારને ઘેરવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્રણ પહેલા પણ અગાઉ ગાંધીનગરમાં આદિવાસી સંમેલન યોજીને અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લાના આદિવાસીઓને એકઠા કરી કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું હતું.

    આ કાર્યક્રમ બાદ આજે પણ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ઉપર યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતુ. પરંતુ તેમને આ અંગેની મંજૂરી મળી ન હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Politics, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ, વિરોધ પ્રદર્શન

    આગામી સમાચાર