અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress)નવા સુકાની એટલે પ્રદેશ પ્રમુખ (Gujarat congress pradesh pramukh)તરીકે ઓબીસી સમાજના આગેવાન અને પૂર્વ સાસંદ જગદીશ ઠાકોરની (Jagdish Thakor) નિમણૂંક કરાઇ છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આજે સાંજે ગાંધીનગરમાં ધારાસભ્યો સાથેની બેઠકમાં વિરોધ પક્ષના નેતા પદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું (Sukhram Rathva) નામ જાહેર કરવામાં આવશે.
ઓબીસી સમાજનો મોટો ચહેરો
ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.
ગુજરાત નેતા વિપક્ષ તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા પંસદગી કરાઇ છે. અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાં 5 વખત વિજેતા બન્યા છે. 7 વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા જયારે વર્ષ 2012 અને 2017માં પાવીજેતપુર બેઠક ઉપર થી ચૂંટણી લડ્યા હતા. પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જેન્તી રાઠવા સામે 4273 મતોથી હાર્યા હતા. જ્યારે 2017માં 3052 મતોથી ભાજપના જેન્તી રાઠવા સામે જીત મેળવી હતી. વર્ષ 1985થી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કવાંટ તાલુકાના જામલી ગામના રહેવાસી છે.
કોંગ્રેસના નવા સુકાનીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી.ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂક pic.twitter.com/yeYc1tUdIN
નોંધનીય છે કે, કોંગ્રેસ દિલ્હી હાઇ કમાન્ડ છેલ્લા અનેક મહિનાઓથી મંથન કરી રહી હતી કે, ગુજરતમાં કોંગ્રેસનુ સુકાન કોને સોંપવામા આવે. કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણના પગલે પંસદગીમાં પેચ ફસાયો હતો. કોંગ્રેસના બે ગ્રુપ આમને સામને આવી ગયા હતા. આખરે અનેક અટકળો પછી કોંગ્રેસને નવા સુકાની મળ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર