ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) આગામી સમયમાં નવા કોંગ્રેસ (Gujarat Congress) પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની જાહેરાત થઈ શકે છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા (Amit Chavda) અને વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીનું (Paresh Dhanani) રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. આજે સુરત પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આ વાત કરી હતી. જ્યારે આવતી કાલે રાહુલ ગાંધીના (Rahul Gandhi) સુરત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખનું નામ જાહેર થઇ શકે છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે નવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મામલે અર્જુન મોઢવાડીયાએ (Arjun Modhvadia) મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ આ રેસમાં નથી. પાર્ટી જેને પણ પ્રમુખ બનાવશે અમે એક વર્ષ સાથે કામ કરીશું.
'એક વર્ષ અમે સાથે કામ કરીશું'
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની રેસમાં અર્જુન મોઢવાડિયાનું નામ ચાલી રહ્યુ હતુ. આ અંગે તેમણે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, હું કોઇ જ રેસમાં નથી. અમે બધા આગેવાનો જઇને કહી આવ્યા છે કે, અત્યારે એક વર્ષનો સમય છે ત્યારે જે કોઇપણ નવા પ્રદેશ પ્રમુખ આવશે તેને સમર્થન આપીશું.અને જે કોઇ નિર્ણય થશે તેને માથે ચઢાવીશું. હવે એક વર્ષ બધા સાથે મળીને મહેનત કરીશુ.
'AAP ગુજરાતમાં વોટનું સમીકરણ બગાડવા ચૂંટણી લડતી હોય છે'
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા આજે સુરત પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, સુરતમાં કાર્યકર્તા સાથે મુલાકાત કરવા આવ્યો છું. ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના પેજ કમિટી પ્રક્રિયા પ્રોપગેંડા છે. કોંગ્રેસ બુથ લેવલ પર કાર્યકર્તાઓ રાખશે. તેમણે ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધીનો સુરતનો કાર્યક્રમ કોઈ રાજકીય કારણ નહીં. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને નેતા વિપક્ષ બદલવાનું નક્કી હોવાની સત્તાવાર જાહેરાત તેમણે કરી હતી.
" isDesktop="true" id="1146273" >
તેમણે કહ્યું કે, પ્રદેશ કોંગ્રસ અધ્ય, નેતા વિપક્ષનું રાજીનામું સ્વીકારાયું છે. 2017 પછી કોંગ્રેસનું ગુજરાતનું પ્રદર્શન કેમ કથળ્યું તેનું મંથન કરાશે. ભાજપે ધન-બળની સાથે તોડજોડની ગુજરાતમાં રાજનીતિ કરી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં વોટનું સમીકરણ બગાડવા ચૂંટણી લડતી હોય છે.