રાજીવ સાતવનાં નિધનથી ગુજરાત કૉંગ્રેસમાં છવાયો શોક, 'અલવિદા મેરે દોસ્ત, અલવિદા મેરે બોસ'

રાજીવ સાતવનાં નિધનથી ગુજરાત કૉંગ્રેસમાં છવાયો શોક, 'અલવિદા મેરે દોસ્ત, અલવિદા મેરે બોસ'
ફાઇલ તસવીર

'તેઓએ 22 એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાના પ્રશ્નોને લઇને વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ રાખી હતી. તે જ દિવસે તેમનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.'

 • Share this:
  ગુજરાત કૉંગ્રેસ (Gujarat Congress)ના પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું (Rajiv Satav) દુખદ નિધન થયું છે. પહેલા તેઓ કોરોનાથી (Corona) સંક્રમિત થયા હતા અને બાદમાં તેમને ન્યૂમોનિયા થઈ ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પુણેની જહાંગીર હોસ્પિટલમાં તેમની સારવાર (corona treatment) ચાલી રહી હતી. કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને રાજીવ સાતવના અવસાનની જાણકારી આપી હતી. તેઓ છેલ્લા ઘણાં સમયથી ગુજરાત કૉંગ્રેસનાં પ્રભારી હતા. તેમણે ગુજરાતમાં કૉંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે ઘણું કામ કર્યું છે.

  આ દુખદ સમાચારને કારણે ગુજરાત કૉંગ્રેસની સાથે અન્ય પક્ષોમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ છે. તેઓ મહારાષ્ટ્ર કૉંગ્રેસનાં યુવા નેતા હતા. તેઓ માત્ર 46 વર્ષનાં જ હતા. તેમના અવસાનથી ગુજરાત કૉંગ્રેસને મોટી ખોટ પડી છે. તેમણે તાજેતરમાં જ કોરોનાને હરાવ્યો હતો પરંતુ ત્યાર બાદ તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ કથળી ગયું હતું અને છેલ્લે તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા.  તૌક્તે વાવાઝોડાએ બદલ્યો માર્ગ, હવે ગુજરાતના આ વિસ્તારમાંથી થશે પસાર

  આ અંગે ગુજરાત કૉંગ્રેસનાં અમિત ચાવડાએ શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, રાજીવ સાતવે જાહેર જીવનમાં ટૂંકાગાળામાં ખૂબ કામ કર્યું અમને આવું વ્યક્તિત્વ ગુમાવવાથી ખૂબ દુખ છે. પાર્ટીને ખૂબ મોટી ખોટ પડી છે, આ સાથે અમારા જેવા યુવાનોએ પણ મિત્ર, ભાઇ, માર્ગદર્શક અને પ્રબળ નેતા ગુમાવ્યા છે. તેઓએ 22 એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાના પ્રશ્નોને લઇને વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ રાખી હતી. તે જ દિવસે તેમનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ગુજરાતમાં લોકોને કોરોનામાં મદદ કરવા માટે હંમેશા તેમનું માર્ગદર્શન રહેતું. તેઓ એવા યુવા નેતૃત્વ હતું જે ભારતનું ભવિષ્ય હતું તે આપણે ગુમાવ્યું છે તેનું ઘણું જ દુખ છે.  આ સાથે પરેશ ધાનાણીએ પણ ટ્વિટ કરીને પોતાનું દુખ જાહેર કર્યું છે. તેમણે લખ્યું છે કે, 'અલવિદા મેરે દોસ્ત, અલવિદા મેરે બોસ'  આ સાથે ગુજરાત કૉંગ્રેસ પોતાના ટ્વિટમાં દુખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, રાજ્યસભા સાંસદ, સરળ અને સૌમ્ય સ્વભાવના ધની, ગુજરાત કૉંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવજીના અવસાનથી કદી ન પૂરાય એવી ખોટ પડી છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ.  તંત્ર સતર્ક અને પ્રજા મસ્ત! તિથલ બીચ પર મોટી સંખ્યામાં લોકો મજા માણવા થયા ભેગા

  રાજીવ સાતવનાં નિધનનાં સમાચાર સુરજેવાલાએ ટ્વીટ કરીને જણાવ્યાં હતાં. જેમાં તેમણે લખ્યું હતું કે, 'નિશબ્દ! આજે એક એવો સાથી ગુમાવ્યો જેણે સાર્વજનિક જીવનનું પહેલું પગલું યુવા કૉંગ્રેસમાં મારી સાથે મૂક્યું હતું અને આજ સુધી સાથે ચાલ્યા પણ આજે... રાજીવ સાતવની સાદગી, નિષ્કપટ સ્મિત, જમીન સાથેનો નાતો, નેૃત્વ અને પાર્ટી પ્રત્યેની નિષ્ઠા તથા મિત્રતા હંમેશા યાદ આવશે. અલવિદા મારા મિત્ર! જ્યાં રહે, ચમકતો રહે!'
  Published by:Kaushal Pancholi
  First published:May 16, 2021, 11:00 am

  ટૉપ ન્યૂઝ