Home /News /gujarat /

ગેનીબેન ઠાકોર સાડી પહેરીને પોલીસ ભરતીના ઉમેદવારો સાથે દોડ્યા, વીડિયો વાયરલ

ગેનીબેન ઠાકોર સાડી પહેરીને પોલીસ ભરતીના ઉમેદવારો સાથે દોડ્યા, વીડિયો વાયરલ

વીડિયોમાંથી લીધેલી તસવીર

ગેનીબેન ઠાકોરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral video) થઇ રહ્યો છે.

    ગાંધીનગર: ગુજરાતમાં LRD અને PSIની ભરતી માટે યુવક અને યુવતીઓ દિવસરાત પરસેવો પાળી રહ્યા છે. ત્યારે વાવાના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે (Congress MLA Geniben Thakor) આ યુવાનો સાથે દોડીને તેમને ઉત્સાહ પુરો પાડ્યો હતો. હાલ, ગેનીબેન ઠાકોરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral video) થઇ રહ્યો છે. જેમાં ગેનીબેન સાડીમાં યુવક અને યુવતીઓ સાથે દોડી રહ્યા છે.

    'તમારા દમ પર નોકરી મેળવજો'

    ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાડી પહેરીને યુવાન-યુવતીઓ સાથે દોડતા વીડિયોમાં દેખાય છે. ગેનીબેન ઠાકોરે અહીં ઉમેદવારોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પરીક્ષાના દિવસે જ્યાં પણ નંબર આવે ત્યાં આ છોકરાઓની વ્યવસ્થા હું કરીશ. દીકરીઓને દોડવા માટેનો ડ્રેસ કોડ અને રહેવાની વ્યવસ્થા પણ કરીશું. બાળકો જાતે મહેનત કરે અને પરીક્ષા પાસ કરે. સખત મહેનત કરીને કોઈની અપેક્ષા રાખ્યા વિના તમારા દમ પર નોકરી મેળવી સમાજનું અને પરિવારનું ગૌરવ વધારો એવી અપેક્ષા રાખું છું. આ સાથે તેઓએ ઉમેદવારોને પરીક્ષા દરમિયાન રહેવા સાથે અન્ય જરૂરી મદદ આપવાની ખાતરી આપી હતી.

    આ પણ વાંચો - વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઘૂંઘટમાં ભાષણ આપ્યું, વડીલોની મર્યાદા જાળવી, જુઓ Video

    આ પહેલા પણ ગેનીબેનનો વીડિયો થયો હતો વાયરલ

    આ પહેલા પણ વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએક વીડિયોના કારણે ચર્ચામાં આવ્યા છે. ગેનીબેનનો એક વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો હતો. જેમાં તે ઘૂંઘટ તાણી સ્ટેજ ઉપરથી ભાષણ આપતા જોવા મળી રહ્યા હતા દિયોદરના (Deodar)કોતરવાડા ગામે ગેનીબેન ઠાકોરનું સાસરું છે.

    આ પણ વાંચો - CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીની મુલાકાત લઈ કરી સમીક્ષા

    સાસરિયામાં લાયબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન સમાજની સામાજિક પ્રથા અને વડીલોની મર્યાદા જાળવવા જાહેર મંચ પરથી ઘૂંઘટ તાણી ભાષણ આપ્યું હતું. ઘૂંઘટમાં ભાષણ આપતા તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગાંધીનગર, ગુજરાત, વાયરલ વીડિયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन