Home /News /gujarat /કોરોનાની ત્રીજી લહેરથી બચવા હાર્દિક પટેલે CM રૂપાણીને આપી સલાહ, કહ્યું 'પંજાબની જેમ ગામડાઓને પ્રોત્સાહિત કરો'

કોરોનાની ત્રીજી લહેરથી બચવા હાર્દિક પટેલે CM રૂપાણીને આપી સલાહ, કહ્યું 'પંજાબની જેમ ગામડાઓને પ્રોત્સાહિત કરો'

ફાઇલ તસવીર

ગુજરાત સરકાર જાહેરાત કરે કે ,જે ગામમાં ૧૦૦% વેકસીનેશનની પ્રકિયા થશે તે ગામને વિકાસ માટે ૫ લાખ રૂપિયાની વધુ ગ્રાન્ટ આપવામાં આવશે.

વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેરમાંથી ગુજરાત હવે ધીમે ધીમેં બહાર નીકળી રહ્યું છે. ત્યારે સૌ કોઈને કોરોના મહામારીની ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે. ગુજરાતના સામાન્ય માણસથી લઈ રાજકીય પક્ષના નેતાઓ એ ત્રીજી લહેરની ચિંતા કરી રહ્યા છે.સંભવિત ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર  ઓક્સિજન પ્લાન્ટ અને હૉસ્પિટલો તૈયાર કરી રહ્યા છે. રાજ્ય સરકાર પણ કોરોના માટેની રસીકરણ અભ્યાનને તેજ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.પરંતુ  હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકો કોરોનાની રસી લેવા માટે અચકાય રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, પંજાબ સરકારની જેમ  ગુજરાત સરકાર પણ ગામડાઓમાં ૧૦૦% વેકસીનેશનનું કામ થાય તે માટેનું સૂચન કર્યું છે.

હાર્દિકનું માનવું છે કે, ગુજરાત સરકાર જાહેરાત કરે કે, જે ગામમાં ૧૦૦% વેકસીનેશનની પ્રકિયા થશે તે ગામને વિકાસ માટે ૫ લાખ રૂપિયાની વધુ ગ્રાન્ટ આપવામાં આવશે. આ જાહેરાત થી કોરોના સામે લડાઈ મજબૂત બનશે અને વિકાસના કામમાં પણ વધારો થશે.

ટ્વિટરનો યુ ટર્ન: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનાં ટ્વિટર હેન્ડલને કર્યું વેરિફાઇ, સંઘનાં અનેક નેતાઓના બ્લૂ ટિક હટાવ્યા

કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ હાર્દિક પટેલે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખતા જણાવ્યુ છે કે ,ભારત દેશના દરેક રાજ્યમાં કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન કોરોનાનું સંક્રમણ સતત વધતું રહ્યું હતું .જેથી કરીને ઘણા બધા પરિવારો આર્થિક રીતે અને પારિવારિક રીતે ભાંગી ગયા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને હજુ આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રીજી લહેર સંભવતઃ જો આવે તો તેમાં લોકોને ઓછામાં ઓછી હાલાકીનો સામનો કરવો પડે અને ઓછામાં ઓછા લોકોના મૃત્યુ થાય તે માટે હાથવગું હથિયાર જો કોઈ હોય તો તે એકમાત્ર "કોરોના વેકસીન" છે. જેથી કરીને ગુજરાતના દરેક ગામડા અને શહેરમાં ઝડપથી વધુમાં વધુ લોકોને વેકસીન મૂકવામાં આવે તેવું આયોજન ગુજરાત સરકાર દ્વારા ઝડપથી કરવામાં આવે તે અનિવાર્ય છે. હાલમાં જે ગતિથી ૧૮થી ૪૪ વર્ષના યુવાનો તેમજ ૪૫ વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેકસીન આપવા માટેની કામગીરી છેલ્લા મહિનાઓથી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે પરંતુ તેમાં ધાર્યું પરિણામ નથી મળ્યું તે સરકાર પણ સમજે છે પરંતુ સ્વીકારતી નથી આ વાત નિર્વિવાદિત છે.

World Environment Day: આ છે ટોપ ઈ- કારની યાદી, ટાટા Nexon અને MG ZS સહિતના મોડેલ છે સામેલ

ગુજરાત સરકાર કોરોનાની ત્રીજી લહેરને લઈને ગંભીર ન હોય તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. આગામી સમયમાં આવનાર કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અત્યારથી જ અસરકારક પગલાં જો ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવશે તો જ તેના સારા પરિણામો મેળવી શકાશે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરૌંદરસિંહની સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારો કોરોના મુક્ત થાય તે માટેની કામગીરી સારામાં સારી રીતે કરવામાં આવી છે, તેમને જાહેરાત કરી હતી કે જે ગામ ૧૦૦% વેકસીનેશન આપશે તે ગામને વિકાસ માટે વધુ ૧૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે અને જે તે ગામને કોરોનાની સારી કામગીરી કરવા માટે પ્રોત્સાહીત કરવામાં આવી રહ્યા છે.
" isDesktop="true" id="1102416" >પંજાબ સરકારના તર્જ પર ગુજરાત સરકાર પણ ગામડાઓમાં ૧૦૦% વેકસીનેશન નું કામ થાય તે માટે કામ કરવું જોઈએ. હું ગુજરાત સરકારને સલાહ નથી આપતો પરંતુ જો ગુજરાત સરકાર જાહેરાત કરે કે જે ગામ માં ૧૦૦% વેકસીનેશન ની પ્રક્રિયા થશે તે ગામને વિકાસ માટે ૫ લાખ રૂપિયાની વધુ ગ્રાન્ટ આપવામાં આવશે. આ જાહેરાત થી કોરોના સામે લડાઈ મજબૂત બનશે અને વિકાસના કામ માં પણ વધારો થશે.એક ગુજરાતી તરીકે આપની પાસે મારી લાગણી અને માગણી વ્યક્ત કરી રહ્યો છું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: CM Vijay Rupani, Coronavirus, કોંગ્રેસ, ગુજરાત, પંજાબ, હાર્દિક પટેલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन