કોવિડ હૉસ્પિટલોમાં વીજ પુરવઠો ન ખોરવાય તથા વાવાઝોડા સામેની તમામ તૈયારીઓ કરાઇ: CM રૂપાણી

કોવિડ હૉસ્પિટલોમાં વીજ પુરવઠો ન ખોરવાય તથા વાવાઝોડા સામેની તમામ તૈયારીઓ કરાઇ: CM રૂપાણી
સીએમ વિજય રૂપાણી (ફાઈલ ફોટો)

  • Share this:
    અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી Tauktae વાવાઝોડુ હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે. તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે. હાલ રાજ્યમાં કોરોનાના હાહાકાર સાથે ટોક્તે વાવાઝોડું આવવાની સંભાવનાને કારણે અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાવવામાં આવી હતી. જે બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું કે, આજે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે અને તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

    દરિયાકાંઠે રહેતા લોકોના સ્થળાંતરનાં આદેશ



    CM વિજય રૂપાણીએ વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ અંગે જણાવ્યું કે, હવામાન વિભાગની સ્પષ્ટ આગાહી છે કે, આજે સાંજે એટલે આઠ વાગ્યા પછી ગુજરાતમાં ગમે ત્યારે વાવાઝોડું ત્રાટકશે. તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભારે વરસાદ અને પવનને કારણે દરિયાકાંઠે રહેતા કાચા મકાનમાં રહેતા તથા અન્ય લોકોનું સંથળાંતર કરવાનાં આદેશો અપાઇ ગયા છે. આ અંગેની કામગીરી ચાલી રહી છે.

    Tauktae cyclone live updates: તીવ્ર ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, દરિયાકાંઠે દેખાઇ અસર

    તમામ હૉસ્પિટલોમાં ઇલેક્ટ્રિસિટી બેકઅપ

    આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, રાજ્યની તમામ કોવિડ હૉસ્પિટલો જ્યાં આ વાવાઝોડાની અસર નહીં થાય ત્યાં પણ આદેશ આપવામાં આવ્યાં છે કે, ઇલેક્ટ્રિસિટી બેકઅપ તૈયર કરી લે. તમામ હૉસ્પિટલોમાં વીજ પુરવઠામાં વિક્ષેપ ન આવે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. વીજકંપનીઓનાં કર્મચારીઓની 661 ટીમ ગોઢવવામાં આવી છે. આ સાથે પાવર બેકઅપ આશરે 1428 જગ્યાએ ઉભા કરવામાં આવ્યાં છે. એક મિનિટ પણ કોઇપણ હૉસ્પિટલ પાવર વગર ન રહે તે માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

    Photos: વેરાવળ દરિયામાં જોવા મળી Tauktae વાવાઝાડાની અસર, ભારે પવન ફૂંકાયો

    પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે

    આ વાવાઝોડું મુંબઈની પશ્ચિમે 150 કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે 260 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે.

    આજે રાતે 8થી 11 કલાકે દીવ પહોંચી શકે છે Tauktae વાવાઝોડુ, 150થી 165 Kmphની ઝડપે ફૂંકાશે પવન



    એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે, તારીખ 17 મે, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published:May 17, 2021, 12:31 pm

    ટૉપ ન્યૂઝ