Home /News /gujarat /

CM ભુપેન્દ્ર પટેલે કર્યો GO-GREEN યોજનાનો શુભારંભ, શ્રમયોગીઓ માટે બેટરી સંચાલિત વાહનની ખરીદી પર સબસિડી અપાશે

CM ભુપેન્દ્ર પટેલે કર્યો GO-GREEN યોજનાનો શુભારંભ, શ્રમયોગીઓ માટે બેટરી સંચાલિત વાહનની ખરીદી પર સબસિડી અપાશે

CM ભુપેન્દ્ર પટેલ

બેટરી ઓપરેટેડ દ્વી-ચક્રી વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવામાં આવે તો શ્રમયોગીઓને ફાયદો થાય.

ગાંધીનગર: શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) વરદહસ્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ બોર્ડની GO-GREEN યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત સંગઠિત ક્ષેત્રના તથા બાંધકામ શ્રમયોગીઓ દ્વારા બેટરી સંચાલિત દ્વી-ચક્રી વાહનની ખરીદી પર સબસિડી આપવામાં આવશે, જે અંતર્ગત ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર વાહનની ખરીદી પર ૩૦% થી ૫૦% અથવા રૂપિયા ૩૦,૦૦૦/- હજારની મર્યાદામાં સબસિડી આપવામા આવશે. તેમજ RTO TAX અને ROAD TAXમાં પણ સબસિડી આપવામાં આવશે.આ સબસિડી મેળવવા માટે જરૂરી અરજી કરવા માટે શ્રમયોગીઓ ઓનલાઈન અરજી કરી શકે તે માટે GO-GREEN પોર્ટલનું લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યુ છે.

‘GO-GREEN' યોજનાના અમલથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે તેમજ શ્રમયોગીઓને કોઈ પણ જગ્યાએ આવવા જવામાં સરળતા રહેશે તથા તેમના નાણાની બચત થશે અને શ્રમયોગી ભારત સરકારના "Green India" મિશનના ભાગીદાર બનશે અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે તેવા બેટરી ઓપરેટેડ દ્વી-ચક્રી વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવામાં આવે તો શ્રમયોગીને ખૂબજ મોટો ફાયદો થાય તેમ છે.

કયા કારણોસર ચાલુ કરાઈ ‘GO-GREEN' યોજના

કોરોના મહામારીના કારણે શ્રમયોગીઓ દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ઓછો, પોતાના દ્વી-ચક્રી વાહનનો ઉપયોગ વધુ અને પેટ્રોલની કિંમતમાં વધારાને કારણે માસિક ખર્ચમાં વધારો. ઇલેક્ટ્રીક ટુ-વ્હીલરના વપરાશને કારણે શ્રમયોગીઓને જવા-આવવામાં સુગમતા, સમય અને નાણાની બચત, કોરોનાનો ચેપ લાગવાની શક્યતાઓમાં ઘટાડો. કરવા શ્રમયોગીઓ ભારત સરકારની "Green India" મિશનના ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાંઘટાડો થાય તેવા બેટરી ઓપરેટેડ દ્વી-ચક્રી વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવામાં આવે તો શ્રમયોગીઓને ફાયદો થાય.

‘GO-GREEN' યોજનાનો હેતુ

સંગઠિત તથા બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને બેટરી ઓપરેટેડ ટુ-વ્હીલર ખરીદીથી સહાય આપવી, ઔધ્યોગિક શ્રમયોગી : બેટરી સંચાલિત વાહનની કિંમતના ૩૦% રકમ અથવા રૂ.૩૦,૦૦૦/ પૈકી જે રકમ ઓછી હોય તે, તેમજ વાહનના RTORegistratlonTax/RoncTax/ ઉપર one Time Subsily.
બાંધકામ શ્રમયોગી; બેટરી સંચાલિત વાહનની કિંમતના ૫૦% રકમ અથવા રૂ.૩૦,૦૦૦/- પૈકી જે રકમ ઓછી હોય તે, તેમજ વાહનના RTORegistrationTax/RontTax/ ફી ઉપર One Time subsily  FAME-2 તથા GEDA દ્વારા એમપેનલ કરવામાં આવેલા અધિકૃત વિકેતા તથા અધિકૃત મોડેલ ઉપર જ સબસિડી.

એક વખત ચાર્જીંગમાં ઓછામાં ઓછા ૫૦ કી.મી.ચાલી શકે તેવા લીથીયમ બેટરીવાળી સ્પીડ મોડેલ્સ કે જેમાં સેપરેટ ચાર્જીંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ 3/6 મુજબ માન્યતા ધરાવતાં ટુ વ્હીલર ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો (નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ સિવાયના) ઉત્પાદકો અને તેના વિક્રેતાઓને આ યોજના હેઠળ એમપેનલ કરી શકાશે નહિ. મેક ઇન ઈન્ડિયા હેઠળ ભારતમાં નિર્માણ પામેલા વાહનોને જ આ યોજના હેઠળ માન્યતા આપવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Electric vehicle, ગાંધીનગર, ગુજરાત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन