Home /News /gujarat /

Ahmedabad Rathyatra : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત, રથયાત્રામાં પહિંદ વિધિની પરંપરા તૂટશે?

Ahmedabad Rathyatra : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત, રથયાત્રામાં પહિંદ વિધિની પરંપરા તૂટશે?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat latest news: ગુજરાતમાં કોઈ મહત્વની વ્યક્તિની પણ મુલાકાત થઇ ન હતી. મુખ્યમંત્રી પટેલ અને પાટીલે પોતાની તમામ મુલાકાતોને કાર્યક્રમો રદ કરી નાંખ્યો હતો.

  અમદાવાદ : ગુજરાતમાં (Corona cases in Gujarat) ફરીથી કોરોના વાયરસના કેસમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ કોરોના સંક્રમિત થયા છે. આવતીકાલે અષાઠી બીજ એટલે રથયાત્રાનો (Ahmedabad Rathyatra) પાવન પર્વ છે. ત્યારે સવાલ એ છે કે, વર્ષો જૂની પહિંદ વિધિની (Pahind Vidhi) પરંપરા તૂટી જશે? સામાન્ય રીતે રથયાત્રાની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે. પરંતુ મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થતા આ વિધિની પરંપરા તૂટી શકે છે. એવું પણ કહેવાઇ રહ્યું છે કે, મુખ્યમંત્રીની જગ્યાએ ગુજરાત કેબિનેટના કોઅ મંત્રી દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી શકે છે.

  મંગળ અને બુધવારે મુખ્યમંત્રીના કાર્યક્રમો રદ થયા હતા

  સામાન્ય રીતે મંગળવારે મુખ્યમંત્રી જનતાને મળતા હોય છે. પરંતુ ગઈકાલે અચોક્કસ કારણોસર તેઓ કાર્યાલય પર આવ્યા ન હતા. તેવા સંદેશાની સાથે બુધવારે યોજાનારી કેબિનેટની બેઠક રદ કરવામાં આવતા અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા હતા. બુધવારે સમગ્ર દિવસ દરમિયાન સરકાર કે ભાજપના કોઈ મોટા કાર્યક્રમો ન હતા. ગુજરાતમાં કોઈ મહત્વની વ્યક્તિની પણ મુલાકાત થઇ ન હતી. મુખ્યમંત્રી પટેલ અને પાટીલે પોતાની તમામ મુલાકાતોને કાર્યક્રમો રદ કરી નાંખ્યો હતો. મહારાષ્ટ્રના કોઈ ચોક્કસ વ્યૂહાત્મક બાબતને લઈ ને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પાર્ટી અધ્યક્ષ સી.આર.પાટીલ વચ્ચે મુખ્યમંત્રી નિવાસસ્થાને બંધબારણે બેઠક થઈ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું હતુ.

  આ પણ વાંચો: કૌન કહેતા હે પુલીસવાલો મેં દિલ ઔર ઇમાન નહિ હોતા? અમદાવાદના પોલીસ અધિકારીની પ્રેરણાદાયી કહાની

  1990થી પહિંદ વિધિની શરૂઆત થઇ હતી

  નોંધનીય છે કે, રથયાત્રામાં પહિંદ વિધિનું ખૂબ મહત્ત્વ છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જ દર વર્ષે પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નીકળે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સોનાની સાવરણીથી રસ્તો સાફ કરીને પહિંદ વિધિ કરવામાં આવે છે. ઓડિશાના પુરીમાં નીકળતી રથયાત્રામાં આ વિધિને છેરા પહેલા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ સાથે ભગવાન નગર યાત્રા પર નીકળશે. સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.

  આ પણ વાંચો: આનંદો! બે દિવસમાં ગુજરાતમાં વરસાદની સિસ્ટમ થશે સક્રિય

  જે બાદ આદિવાસી નૃત્ય અને રાસ ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે વિશિષ્ટ ખિચડનો ભોગ ભગવાનને ધરાવવામાં આવશે અને ભગવાનની આંખો પર બાંધવામાં આવેલી પટ્ટી ખોલવાની વિધિ કરવામાં આવશે. ભગવાનની મંગળા આરતી સાથે જ હજારો ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરશે. આરતી બાદ સવારે 5:45 કલાક ભગવાનને રથમાં બેસાડવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી પહિંદ વિધિ કરીને રથને ખુદ ખેંચીને ભગવાનની આ રથયાત્રાનો શુભારંભ કરાવે છે.

  રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા

  કોરોના વાયરસ ધીરે ધીરે ગુજરાતમાં ફરીથી પગ પેસારો કરી રહ્યો છે. તેમાં અમદવાદ ખાતે સૌથી વધુ કેસ નોંધાયા છે. થોડા દિવસ પહેલા રાજ્યના કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલને પણ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. રાજયમાં બુધવારે કોરોનાના દૈનિક કેસમાં 54 કેસનો વધારો થતા નવા 529 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં મળી સૌથી વધુ 226 કેસ નોંધાયા હતા.સુરત કોર્પોરેશન અને ગ્રામ્યમાં કુલ મળીને 99 જયારે વડોદરા કોર્પોરેશન અને ગ્રામ્યમાં કુલ 59 કેસ નોંધાયા હતા. રાજયમાં કોરોનાના એકટિવ કેસની સંખ્યા વધીને 2914 ઉપર પહોંચી છે. બે દર્દી વેન્ટિલેટર ઉપર છે. કોરોનાથી એક પણ મોત નથી. જ્યારે બુધવારે 408 દર્દી સાજા થયા હતા.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: CM Bhupendra Patel, ગાંધીનગર, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन