ગાંધીનગર: રાજ્યમાં 17મા મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) એક્શન મોડમાં દેખાઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના નવા મંત્રીમંડળની (Gujarat cabinet reshuffle) શપથવિધિ કાર્યક્રમ (Oath ceremony) પહેલા 16મીએ ગુરૂવારે હતો પરંતુ તે વહેલો કરીને આજે જ યોજાય તેવી અટકળો તેજ બની છે. આજે સાંજ સુધીમાં રાજભવન ખાતે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય (Devvrat Acharya) નવા મંત્રીઓને શપથ લેવડાવશે તેવા સમાચાર મળી રહ્યા છે.
શપથવિધિ અંગે અસમંજસ દેખાઇ રહ્યું છે
ભાજપના તમામ ધારાસભ્યોને (Gujarat BJP MLA) આજે જ ગાંધીનગર બોલાવી લેવામાં આવ્યા છે. ધારાસભ્યોને ગાંધીનગર બોલાવાતા આજ સાંજ સુધીમાં શપથવિધિ થાય તેવી અટકળો તેજ બની છે. પરંતુ બીજી બાજુ શપથગ્રહણને લઈને GAD, પ્રોટોકોલ વિભાગને કોઈ સુચના હજી સુધી આપવામાં આવી નથી. જો કોઇ સમારોહ યોજાય તો આ વિભાગને પહેલા વ્યવસ્થા માટે જાણ કરવામાં આવે છે. જેના કારણે શપથગ્રહણ ક્યારે યોજાશે, આજે કે આવતીકાલે ગુરૂવારે યોજાશે તેને લઈને અસમંજસ યથાવત છે.
ગાંધીનગરમાં હલચલ તેજ બની હતી
મંગળવારે સવારે સી.આર. પાટીલના (C. R. Patil) નિવાસ્થાને ધારાસભ્ય અરૂણસિંહ રાણા, મોહન ઘોડિયા, પિયુષ દેસાઈ પણ પહોંચ્યા હતા. નવા મંત્રી મંડળને લઈને ગાંધીનગરમાં હલચલ તેજ બની ગઇ હતી ગઇકાલે મોડી સાંજે સીએમ હાઉસમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ અને જામનગરમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે હતા. જેના કારણે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક નિયત સમય કરતાં મોડી યોજાઇ હતી.
ગાંધીનગર ખાતે આજે નવા મંત્રીઓની શપથવિધિની શક્યતા,તમામ MLAને 10 વાગ્યા સુધી ગાંધીનગર પહોંચવા સુચના pic.twitter.com/ieAOCcFviP
ભુપેન્દ્ર પટેલની ટીમમાં કોનો સમાવેશ થશે અને કોનો પત્તું કપાશે તે અંગેની રાજકીય ચર્ચાએ જોર પકડ્યુ છે. સૂત્રોનું માનીએ તો, ગત સરકારના પાંચથી છ સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવશે. આ સાથે યુવા અને નવા ચહેરાઓને તક આપવામાં આવશે .
ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચનાની જવાબદારી ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે. જે માટે સોમવારે ભૂપેન્દ્ર યાદવની બેઠક અમિત શાહ સાથે પણ થઇ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવા મંત્રીમંડળમાં યુવાઓને તક આપવામાં આવી છે. એટલુ જ નહીં, 60 ટકા નવા ચહેરાઓનો પણ સમાવેશ થઇ શકે છે. એક કે બે દિવસમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓની શપથવિધિ યોજાય તેવા પણ સમાચારો મળી રહ્યા છે.
નેતાઓના સંભવિત નામ માટે નીચેનો વીડિયો જુઓ
" isDesktop="true" id="1132859" >
હાલના 22 મંત્રી પૈકી 13 જેટલા મંત્રીઓનું પત્તુ કપાવવાની શક્યતાઓ છે. જ્યારે મંત્રીમંડળમાં નવા 15 નામનો ઉમેરો પણ થઈ જશે તેવું પણ આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.