Home /News /gujarat /

રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું કર્યુ હવાઇ નિરીક્ષણ

રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું કર્યુ હવાઇ નિરીક્ષણ

Gujarat monsoon update : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોડેલી, નર્મદા અને નવસારીના અસરગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે.

Gujarat monsoon update : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોડેલી, નર્મદા અને નવસારીના અસરગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે.

    ગાંધીનગર : છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના (heavy rainfall in Gujarat) અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)આજે ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી પટેલ વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોડેલી, નર્મદા અને નવસારીના અસરગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે.

    24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌથી વધુ નર્મદાના ડેડિયાપાડામાં 21.36 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે નર્મદાના તિલકવાડામાં 20 ઇંચ, સુરતના ઉમરપાડામાં 17 ઇંચ, નર્મદાના સાગબારામાં 16 ઇંચ, વલસાડના કપરાડામાં 16 ઇંચ, પંચમહાલના જાંબુધોડામાં 11.4 ઇંચ વરસાદ નોંધાયો છે.



    નર્મદા જિલ્લામાં બારેમેઘ ખાંગા જેવા હાલ થયા છે. મેઘમહેર હવે જિલ્લાવાસીઓ માટે કહેર સમાન બની રહી છે. ઉપરવાસમાંથી પણ 1,12,286 ક્યુસેક પાણીની આવકના પગલે એક જ દિવસમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી બે મીટર વધી હાલ 115.88 મીટરે પહોંચી ગયા છે. નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વરસાદ છેલ્લા 30 કલાક ઉપરાંતથી કહેર વરસાવી રહ્યો છે.



    સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશ અને કેચમેન્ટ વિસ્તારમાં પણ વરસાદના કારણે સરદાર સરોવરમાં હાલ 1, 12,286 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે જાવક માત્ર 3316 ક્યુસેક હોય ડેમની સપાટી ધીમે ધીમે વધી હાલ 115.88 મીટરે આંબી છે. ડેમના કેનાલ હેડ પાવર હાઉસના 5 ટર્બાઇન પૈકી પેહલા 3 કાર્યરત હતા. જેના બદલે હાલ એક જ ચાલુ હોય વીજ ઉત્પાદન કરી 2691 ક્યુસેક પાણી ખર્ચ કરી રહ્યું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CM Bhupendra Patel, ગુજરાત, નર્મદા, નવસારી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन