Home /News /gujarat /

Coronavirus cases in Gujarat: ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ આવ્યા કોરોનાની ઝપેટમાં, ઘરે જ લઇ રહ્યા છે સારવાર

Coronavirus cases in Gujarat: ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ આવ્યા કોરોનાની ઝપેટમાં, ઘરે જ લઇ રહ્યા છે સારવાર

પંકજકુમારની ફાઇલ તસવીર

Gujarat Corona news: રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર (PankajKumar) પણ કોરોનાની (Corona positive) ઝપેટમાં આવ્યા છે. નોંધનીય છે કે, 31 મેના રોજ વયનિવૃત્ત થતાં રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારને પણ 8 મહિનાનું એક્સટેન્સન અપાયું છે

    ગાંધીનગર: ગુજરાતમાં  થોડા દિવસોથી કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર (PankajKumar) પણ કોરોનાની (Corona positive) ઝપેટમાં આવ્યા છે. મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા બાદ ગાંધીનગર સ્થિત ઘરે જ ક્વોરન્ટાઈન થઇને સારવાર લઇ રહ્યા છે. રાજ્યમાં શનિવારે  કોરોનાના નવા 154  કેસ નોંધાયા હતા.

    નોંધનીય છે કે, 31 મેના રોજ વયનિવૃત્ત થતાં રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારને પણ 8 મહિનાનું એક્સટેન્સન અપાયું છે. પંકજકુમાર મૂળ બિહારના પટણાના છે. તેમની જન્મ તારીખ 6 મે, 1962 છે જ્યારે 25 ઓગસ્ટ 1986થી IAS તરીકે જોડાયેલા છે. પંકજ કુમારે B.TEC, MBA, IIT મેનેજમેન્ટ કાનપુરથી કરેલું છે. પંકજ કુમારની કામગીરીથી વિજય રૂપાણી સરકાર પ્રભાવિત માનવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીની નજીકના અધિકારી તરીકે પંકજ કુમારની ઓળખ થાય છે.

    આ પણ વાંચો: ગુજરાતના 28 તાલુકામાં મેઘરાજાની આવી સવારી

    રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિ., ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ., ગુજરાત ગેસ લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ જેવી સરકારી કંપનીઓના પણ ચેરમેન-એમડીપદે રહ્યાં છે.



    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 154 નવા કેસ નોંધાયા છે. શનિવારે 58 દર્દી સાજા થયા છે. આ પહેલા 1 માર્ચે 162 કેસ નોંધાયા હતા. શનિવારે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 80 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.05 ટકા થયો છે. છેલ્લા 4 દિવસમાં કોરોનાના નવા કેસ 100થી વધુ નોંધાઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરમાં 22, સુરત શહેરમાં 12, વડોદરા જિલ્લામાં 11, ગાંધીનગર શહેરમાં 5 અને રાજકોટ શહેરમાં 4 નવા કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા, સુરત અને વલસાડ જિલ્લામાં 3-3, તો અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર શહેર અને કચ્છ જિલ્લામાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે ખેડા જિલ્લામાં 1 કેસ નોંધાયો છે. તો આજે 24 જિલ્લા અને 2 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
    Published by:Kaushal Pancholi
    First published:

    આગામી સમાચાર