Home /News /gujarat /ગુજરાતના મંત્રીમંડળમાં No repeat theory: કોઇને સરપ્રાઇઝ તો કોઇને મળશે નારાજગી

ગુજરાતના મંત્રીમંડળમાં No repeat theory: કોઇને સરપ્રાઇઝ તો કોઇને મળશે નારાજગી

ગુજરાતને આજે મળશે નવું મંત્રીમંડળ

Gujarat cabinet Reshuffle updates: મંત્રીમંડળમાં નો રિપીટ થિયરીને (No repeat theory) કારણે સિનિયર નેતાઓના પત્તા કપાવવાની પ્રબળ શક્યતા વ્યાપી રહી છે

ગાંધીનગર: ગુજરાતનાં નવા મંત્રીમંડળની (Gujarat cabinet Reshuffle) આજે શપથવિધિ છે. ગાંધીનગરના રાજભવન (Gandhinagar Rajbjavan) ખાતે આજે (16 સપ્ટેમ્બર,2021) બપોરે 1.30 કલાકે આ શપથવિધિ સમારોહ (Gujarat cabinet Oath ceromony) યોજાવવાનો છે. જોકે, ગઇકાલે એટલે 15મી સપ્ટેમ્બરે મંત્રીમંડળ બનાવવામાં ગુજરાત ભાજપમાં (Gujarat BJP) અનેક ગડમથલો ચાલી રહી હતી. મંત્રીમંડળમાં નો રિપીટ થિયરીને (No repeat theory) કારણે સિનિયર નેતાઓના પત્તા કપાવવાની પ્રબળ શક્યતા વ્યાપી રહી છે. તો બીજીબાજુ મંત્રીમંડળમાં નવા, યુવાન, ટેકનોસેવી અને સ્વચ્છ છબીવાળા નેતાઓને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે. જેના કારણે ગુજરાત સરકારનું (Gujarat Government) આ મંત્રીમંડળ ટોટલ સરપ્રાઇઝ પેકેજ બની શકે છે.

બુધવારનો દિવસ ભારે અસમંજશમાં રહ્યો

બુધવારનો દિવસ ગુજરાત ભાજપ માટે ઘણો ભારે રહ્યો તેમ કહી શકાય છે. મંગળવારે મોડી રાતે જ તમામ ધારાસભ્યોને બુધવારે 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર હાજર રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. જે બાદ અટકળો તેજ બની હતી કે, બુધવારે જ નવા મંત્રીમંડળની શપથવિધિ રાખવામાં આવશે. આ પહેલા મંગળવારે ચર્ચા હતી કે, શપથવિધિ 16મી તારીખેને ગુરૂવારે કરવામાં આવશે. પરંતુ અચાનક જ આ તારીખ બદલીને બુધવારની કરવામાં આવી હતી. રાજભવન બહાર શપથવિધિના બેનરો આજની એટલે 15મી તારીખના લગાવી દેવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ તે તમામ બેનરોને ઢાંકી દઇને ઉતારી લેવામાં આવ્યા હતા. આ સાથે શપથવિધિનું સ્ટેજ પણ તૈયાર કરીને શણગારી દેવામાં આવ્યુ હતુ. ત્યારે ગઇકાલ પરથી પ્રેરણા લઇને આજના બેનરોમાં શપથવિધિની તારીખ જ લખવામાં આવી નથી.

બુધવારે રાજભવન બહાર લગાવવામાં આવ્યા હતા બેનર


નવા મંત્રી મંડળનો મામલો દિલ્હી સુધી પહોંચ્યો હતો

બુધવારે નવા મંત્રીમંડળમાં કોને પદ આપવુ એને કોનું લેવું તે અંગે પાટનગર ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના નિવાસસ્થાને દિવસભર બેઠકોનો દોર ચાલ્યો હતો. જેમા ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરીને ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીમંડળમાં જ્ઞાાતિગત-સ્થાનિક રાજકીય સમિકરણો આધારે કયા જીલ્લા અને કયા સમાજમાંથી કોને પ્રતિનિધીત્વ આપવુ તે અંગે બેઠકોમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સી.આર.પાટીલ સહિતના નેતાઓ મોડી રાત સુધી મંત્રીના નામોને લઇને ગડમથલ કરતા રહ્યા હતાં. ત્યારે કેન્દ્રના આદેશથી આખીય કેબિનેટ બદલાય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો -  Bhupendra Patel Cabinet re-shuffle: રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી સહિત ધારાસભ્યોને શપથ માટે આવ્યા કૉલ

સમારોહ માટે સ્ટેજ પણ તૈયાર કરાયુ હતુ


ગત સરકારના નેતાઓએ ખાલી કરી ચેમ્બરો

રુપાણી સરકારના અનેક મંત્રીઓને વહેલી સવારે જ ચેમ્બરો અને નિવાસસ્થાન ખાલી કરવા આદેશ કરાયો હતો. સિનિયર મંત્રીઓએ મંત્રી પદ મેળવવા છેલ્લી ઘડી સુધી છેક દિલ્હી સુધી લોબિંગ કર્યુ હતું. નો રિપિટી થિયરીને કારણે આ આખો મામલો ભારે ગૂંચવાયો હતો અને મંત્રીઓના વિરોધના સૂર ઉઠ્યા હતા. જે બાદ આખોય મામલો દિલ્હી પહોચ્યો હતો.

ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રી મંડળ સરપ્રાઇઝ પેકેજ હોઇ શકે છે. હાલ સોશિયલ મીડિયા અને લોકોમાં આ એક જ વાત ચાલી રહી છે કે કયા નવા મંત્રીઓને આ મંડળમાં તક મળી શકે છે અને કોનું પત્તુ જઇ શકે છે. તો આપણે જોઇએ એવા સંભવિત સિનિયર નેતાઓ જેમનું પત્તુ કપાઇ શકે છે.


આ નેતાઓ મંત્રીમંડળમાંથી થઇ શકે છે બહારઆ મંત્રીઓને છે થોડો થોડો ચાન્સ
નિતિન પટેલ (Nitin Patel)પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja)
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasma)સૌરભ પટેલ (Saurabh patel)
આર.સી.ફળદુ (R. C faldu)જયેશ રાદડિયા (Jayesh radadia)
કુંવરજી બાવળિયા (Kunvarji Bavadia)ગણપત વસાવા (Ganpat Vasava)
ઇશ્વર પરમાર (Ishvar Parmar)દિલિપ ઠાકોર  (Dilip Thakor)
કૈાશિક પટેલ  (Kaushaik Patel)
બચુ ખાબડ (Bachu Khabad)
વિભાવરી દવે (Vibhavari Dave)
વાસણ આહિર (Vasan Aahir)
કિશોર કાનાણી (Kishor Kanani)
યોગેશ પટેલ (Yogesh Patel)
ઇશ્વર પરમાર (Ishvar Parmar)
પુરુષોતમ સોલંકી (Purshottam Solanki)
ઇશ્વર પટેલ (Ishvar Patel)
ધર્મેન્દ્રસિંહ જાડેજા (Dharmanedrasinh Jadeja)
જવાહર ચાવડા (Jawahar chavda)
રમણ પાટકર (Raman Patkar)

" isDesktop="true" id="1133132" >

આ નવા ચહેરા મંત્રીમંડળમાં સામેલ થઇ શકે છે. જેમાંથી અનેક લોકોને આજે સવારે ફોન આવવા લાગ્યા છે.

મનિષા વકીલ
સંગિતા પાટીલ
નિમા આચાર્ય
હર્ષ સંઘવી
પંકજ દેસાઇ
કેતન ઇનામદાર
આત્મારામ પરમાર
કિરીટસિંહ રાણા
ઋષિકેષ પટેલ
કનુ પટેલ
કિર્તીસિંહ વાઘેલા
શશિકાંત પંડયા
મોહન ઢોડિયા
કુબેર ડિંડોર
પિયુષ દેસાઇ
આર.સી.મકવાણા
ગોવિંદ પટેલ
અરવિંદ રૈયાણી
રાકેશ શાહ
ગજેન્દ્રસિંહ ચૌહાણ
દુષ્યંત પટેલ
અરુણસિંહ રાણા
બ્રિજેશ મેરઝા
જે.વી.કાકડિયા
વી.ડી.ઝાલાવડિયા
First published:

Tags: CM Bhupendra Patel, Gujarat BJP, Gujarat Politics, ગુજરાત