ગુજરાત બજેટ સત્રના છેલ્લા બે દિવસ, લવ જેહાદના બિલ પર રહેશે સૌ કોઇની નજર

ગુજરાત બજેટ સત્રના છેલ્લા બે દિવસ, લવ જેહાદના બિલ પર રહેશે સૌ કોઇની નજર
ગુજરાત વિધાનસભાની ફાઇલ તસવીર

બજેટ સત્રના છેલ્લા બે દિવસોમાં કુલ 12 વિધેયકો ગૃહમાં રજૂ થશે. કુલ 12 વિધેયકો પૈકી આઠ વિધેયકો 31 તથા ચાર વિધેયકો 1 લી એપ્રિલે રજૂ થશે.

  • Share this:
હાલ ગુજરાતના વિધાનસભા ગૃહમાં મળી રહેલા બજેટ સેશનના છેલ્લા બે દિવસો જ બાકી રહ્યા છે.  બે દિવસની બેઠકોમાં કુલ 12 વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાંથી તા .31 મી માર્ચના રોજ 8 વિધેયકો તથા 4 વિધેયકો 1 લી એપ્રિલના રોજ યોજાશે.  જેમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય ( સુધારા ) વિધેયક તથા ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલ્કતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંથી જગ્યામાં ભાડુઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત પર ચર્ચા હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના પ્રમુખ પદે કામકાજ સલાહકાર સમિતિની એક બેઠક મંગળવારે યોજાઇ હતી.  આ બેઠકમાં તા .31 માર્ચ તથા 1 લી એપ્રિલના રોજ સભાગૃહની બે બેઠકો રાખવી તથા પ્રશનોત્તરી બીજી બેઠકમાં હાથ ધરવાની ભલામણ કરવામાં આવી હતી .


આ ઉપરાંત સરકારી વિધેયકોના કામકાજના ભારણને જોતાં સભાઓની તારીખવાર યાદી ( કામચલાઉ ) માં દર્શાવેલી 31મી માર્ચના રોજનું બિન - સરકારી કામકાજ રદ કરવું તેના સ્થાને સરકારી કામકાજ હાથ ધરવાની પણ ભલામણ કરવામાં આવી હતી .

ગુજરાતમાં કોરોનાનો કહેર, ગર્ભવતી મહિલા અધિકારી સહિત ત્રણ અધિકારીના મોત

જે અનુસાર 31મીના રોજ સભાગૃહની બંને બેઠકોમાં આઠ વિધેયકો ગૃહમાં રજૂ કરાશે 

1. ગુજરાત વિનિયોગ વિધેયક
2. ગુજરાત વિનિયોગ ( વધારાના ખર્ચ ) વિધેયક
3. ગુજરાત રાજય વ્યવસાય , વેપાર , ધંધા અને રોજગાર વેરા ( સુધારા ) વિધેયક 4. ફોજદારી કાયદા ( ગુજરાત સુધારા ) વિધેયક
5. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ( સુધારા ) વિધેયક
7. ગુજરાત વ્યાવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ ( પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ ) બાબત ( સુધારા ) વિધેયક
8 . ગુજરાત પંચાયત સુધારા ) વિધેયક ચર્ચા માટે હાથ પર લેવાશે

રાજ્યમાં વધુ 2240 વ્યક્તિ કોરોનાની ઝપટમાં, 24 કલાકમાં 10 દર્દીનાં મોત

આ ઉપરાંત 1 લી એપ્રિલે સભાગૃહની બે બેઠકોમાં ચાર વિધેયકો 

1. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય ( સુધારા ) વિધેયક
2. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક
3. ગુજરાત અશાંત વિસ્તારોમાંથી સ્થાવર મિલ્કતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબતનું સુધારા વિધેયક
4. ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન ) વિધેયક પર ચર્ચા માટે હાથ પર લેવાશે
Published by:Kaushal Pancholi
First published:March 31, 2021, 06:56 am

ટૉપ ન્યૂઝ