Home /News /gujarat /

Gujarat Budget: ગુજરાત બજેટના પટારામાંથી સાગર ખેડૂઓને શું મળ્યું? જાણો તમામ સહાય

Gujarat Budget: ગુજરાત બજેટના પટારામાંથી સાગર ખેડૂઓને શું મળ્યું? જાણો તમામ સહાય

સાગરખેડૂઓ માટેની સહાય

Gujarat Budget for Fishermen: હાલના બંદરોના રખરખાવ અને મૂળભૂત સુવિધાઓને સુદૃઢ બનાવવા તથા ચોરવાડ અને ઉમરસાડી ખાતે ફ્લોટીંગ જેટીની સુવિધા પૂરી પાડવા માટે જોગવાઇ રૂ. 264 કરોડ.

    ગાંધીનગર : ગુજરાતની ચૂંટણી પહેલાનું આ બજેટ 2022-23 (Gujarat Budget 2022-23)નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ (Kanubhai Desai) રજૂ કર્યું છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનું પ્રથમ બજેટ છે. બજેટ રજૂ કરતા પહેલા નાણાં મંત્રીએ જણાવ્યુ હતુ કે, 'દરેકને સુખાકારી આપનારુ બજેટ હશે. આ બજેટમાં ઘણી બઘી જાહેરાતો થશે હશે. રોજગારી માટેના વોકેશલ કોર્સ અંગે પણ વિચારવામાં આવ્યું છે, જેના કારણે તરત જ નોકરી મળી જાય. ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ ચૂંટણીલક્ષી બજેટ આપતી નથી આ વખતે પણ લોકોની સુખાકારી માટેનું બજેટ હશે. આ સાથે માળખાગત સુવિધાઓ આપનારું બજેટ હશે.' નાણામંત્રીએ બજેટમાં પશુપાલકોને ટૂંકી મુદતના ઘિરાણ પર વ્યાજ રાહત માટે જોગવાઇ 300 કરોડની જોગવાઇ કરી છે જ્યારે, સાગરખેડૂઓને (Gujarat Budget for Fishermen) હાઇસ્પીડ ડીઝલ વેટ રાહત યોજના માટે જોગવાઇ રુ. 230 કરોડની જોગવાઇ કરી છે.

    માછીમારોને બજેટના પટારામાંથી મળી નીચે પ્રમાણેની જાગવાઇ

    • માછીમારોને મળતા રાહત દરના ડીઝલની મર્યાદામાં દરેક સ્તર પર 2 હજાર લીટરનો વધારો કરાયો.

    • મત્સ્યોધોગ પ્રભાગ માટે જોગવાઇ રૂ.880 કરોડ.

    • સાગરખેડૂઓને હાઇસ્પીડ ડીઝલ વેટ રાહત યોજના માટે જોગવાઇ રૂ.230 કરોડ.

    • હાલના બંદરોના રખરખાવ અને મૂળભૂત સુવિધાઓને સુદૃઢ બનાવવા તથા ચોરવાડ અને ઉમરસાડી ખાતે ફ્લોટીંગ જેટીની સુવિધા પૂરી પાડવા માટે જોગવાઇ રૂ. 264 કરોડ.

    • પાંચ બારમાસી મત્સ્ય બંદરો નવાબંદર, વેરાવળ -2, માઢવાડ, પોરબંદર -2 અને સુત્રાપાડાના વિકાસ તેમજ મત્સ્યોદ્યોગ કેન્દ્રોના નિર્માણની યોજના હેઠળ જોગવાઈ રૂ. 201 કરોડ.


    આ પણ વાંચો -  બજેટની તમામ માહિતી અહીં વાંચો

    • સાગરખેડૂઓને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવા જોગવાઇ રૂ. 75 કરોડ.

    • સાગરખેડૂઓને આધુનિક સાધનો, સલામતી અને નફાકારક ઉત્પાદન વધારવા માટેની યોજનાઓ માટે જોગવાઇ રૂ. 40 કરોડ.

    • પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે જોગવાઇ રૂ. 30 કરોડ.

    • આંતરદેશીય મત્સ્યોધોગ સાથે સંકળાયેલ લાભાર્થીઓને સાધન સહાય માટે જોગવાઇ રૂ. 25 કરોડ.

    • ભાંભરાપાણી મત્સ્યોધોગના વિકાસ માટે ઝીંગા ઉછેર ફાર્મને માળખાકીય સવલતો પૂરી પાડવા જુદી જુદી યોજનાઓ માટે જોગવાઇ રૂ. 5 કરોડ


    આ પણ વાંચો - Gujarat Budget : ગુજરાત બજેટ 2022 શિક્ષણ વિભાગ માટે 34,884 કરોડ રૂપિયાની જોગવાઇ

    પશુપાલકોને શું મળ્યું?

    • પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે જોગવાઇ રૂ. 300 કરોડ.

    • ગૌશાળા, પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જોગવાઇ 500 કરોડ.

    • કામધેનુ યુનિવર્સિટીના સંચાલન તેમજ કૃષિ સંશોધનના કાર્યક્રમોને વેગ આપવા માટે જોગવાઇ રૂ 137 કરોડ.

    • ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે જોગવાઇ રૂ. 50 કરોડ .


    આ પણ વાંચો - Gujarat Budget: કનુભાઈ દેસાઈના બજેટમાં ખેડૂતોને શું મળ્યું? સનેડાના ઉપયોગને પ્રોત્સાહન માટે સરકાર આપશે સહાય

    • ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય પૂરી પાડવા જોગવાઈ રૂ.80 કરોડ.

    • ફરતા પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા તેમજ સઘન બનાવવા માટે જોગવાઈ રૂ.58 કરોડ.





    • ગાભણ તેમજ વિયાણ બાદના પશુઓ માટે ખાણદાણ સહાય યોજના થકી પશુપાલકોને લાભ આપવા માટે જોગવાઇ રૂ.44 કરોડ.

    • મુખ્યમંત્રી નિ : શુલ્ક પશુ સારવાર યોજના માટે જોગવાઈ રૂ. 24 કરોડ.
      કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -1962 માટે જોગવાઇ રૂ8 કરોડ.

    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Budget 2022, Gujarat budget 2022, ગાંધીનગર, ગુજરાત, ગુજરાત બજેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन