Home /News /gujarat /Gujarat budget 2022: આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે

Gujarat budget 2022: આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા 3 માર્ચે રજૂ કરવામાં આવશે.

Gujarat budget 2022: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં CM ભૂપેન્દ્ર પટેલ સરકારનું આવતીકાલે પ્રથમ બજેટ રજૂ થશે. ત્યારે આવતી કાલના બજેટ પહેલા જ આજે વિધાનસભામાં નાથુરામ ગોડસે અને રોજગારીના મુદ્દાને લઇ ચકમક જોવા મળી હતી.

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર (Gujarat budget 2022)નો પ્રારંભ થઇ ગયો છે. જેમા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સરકારનું પ્રથમ બજેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઇ (kanubhai Desai) દ્વારા 3 માર્ચે રજૂ કરવામાં આવશે. ત્યારે વિધાનસભા (Gujarat Legislative Assembly)ની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ સત્ર મહત્વનું છે. પરંતુ ગુજરાત વિધાનસભાનું વર્ષ 2022-23નુ બજેટ સત્ર તોફાની બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. કારણ કે વિપક્ષ બેરોજગારી, પેપરલીક, કાયદા વ્યવસ્થા ઉપરાંત અન્ય મુદ્દાઓને લઇને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં CM ભૂપેન્દ્ર પટેલ સરકારનું આવતીકાલે પ્રથમ બજેટ રજૂ થશે. ત્યારે આવતી કાલના બજેટ પહેલા જ આજે વિધાનસભામાં નાથુરામ ગોડસે અને રોજગારીના મુદ્દાને લઇ ચકમક જોવા મળી હતી. સત્ર પહેલા કોંગ્રેસના ધારસભ્યોએ વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોઈકે બેનર પહેરી તો કેટલાકે ભાજપ વિરોધ નારા લગાવી વિરોધ કર્યો હતો.



આજે વિધાનસભા ગૃહમાં શૈલેસ પરમારે જણાવ્યું કે, સરકારનો પેપરલીક કાંડ અને પોલીસનો ખંડણી કાંડના મુદ્દે ચર્ચા કરીશું. વિધાનસભા ગૃહના માહોલની વાત કરીએ તો ત્યાં ભાજપના સભ્યો શાંત જોવા મળ્યા હતા જ્યારે કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાયેલા હતા. ત્યાં જ સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતામ દૂધાતે બજેટ સત્રમાં કુપોષણથી પીડાતા બાળકોની વિગતો માંગી હતી.

આ પણ વાંચો- Russia Ukraine War: સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીમાં રશિયા વિરુદ્ધ ઠરાવ પસાર, ભારતે મતદાનમાં ભાગ ન લીધો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટ સત્ર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તોફાની બની રહેવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. એટલું જ નહીં, ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીઓ પહેલા મળતું આ સત્ર ભાજપ અને કોંગ્રેસ માટે પણ મહત્વનું સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો- IPL 2022: એમએસ ધોનીને IPL પહેલા મોટો ઝટકો, CSK નો 14 કરોડનો ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર!

જણાવી દઇએ કે, આ બજેટમાં રાજ્ય સરકાર કેટલાક મહત્તવના મુદ્દાઓ પર ભાર આપશે. જેમાં ખેડૂતો, શિક્ષણ, નાના ઉદ્યોગો, રોજગારી, શહેરી વિકાસ અને આરોગ્ય પર વિશેષ જાહેરાતો થઈ શકે છે. યુવાનો માટે લાભદાયી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. ત્યાં જ કોરોના મહામારી દરમિયાન ભાગીપડેલા ઉદ્યોગોને ફરીથી પાટા પર લાવવા માટે રાજ્ય સરકાર વિધાનસભા વેપારીઓ માટે પણ મોટી જાહેરાતો કરી શકે છે.
First published:

Tags: Budget 2022, Budget Latest News, Budget News, CM Bhupendra Patel, Gandhinagar News, Gujarati news

विज्ञापन