દેશભરની સાથે રાજ્યમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓ એક તરફ મહેનત કરી રહ્યાં તો બીજી તરફ પરીક્ષા ક્યારે લેવાશે અને કેવી રીતે લેવાશે તેની પર ઘણાં પ્રશ્નચિહ્નો છે. હાલ ગુજરાતનાં શિક્ષણ વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ધો. 10 બોર્ડના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા પાછળ ખસેડવામાં આવી છે. મુખ્ય પરીક્ષા પૂરી થયાના 3 દિવસમાં સ્કૂલોએ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની રહેશે. પહેલા 15 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાવવાની હતી.
બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાઓ મોકૂફ
શિક્ષણ વિભાગના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શાળા કક્ષાના વિષયની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષાઓ તારીખ 15-04-21થી 30-04-21ના સમયગાળાને બદલે શાળાઓએ આ પરીક્ષા એસ.એસ.સી બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ ત્રણ દિવસમાં લેવાની રહેશે. આ બાબતની અન્ય સૂચનાઓ યથાવત રહેશે.
હવે મેની 10મી તારીખથી ધોરણ 10ની બોર્ડની થીયરીની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. તો ચર્ચા એવી પણ થઇ રહી છે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો આ પરીક્ષાઓ જૂન મહિનામાં પણ લેવાઇ શકે છે. જોકે, આ અંગે શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખ જાહેર કરી દીધી છે. જેમાં હજી સુધી કોઇ ફેરફાર થયો નથી, એટલે પરીક્ષાઓ તેના મે મહિનામાં નિયત સમય પર જ લેવાવવાની છે.
નોંધનીય છે કે, ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આગામી 10મી મેથી શરૂ થઈ રહી છે. આ પરીક્ષાઓ 25મી મે સુધી ચાલશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારના 10 વાગ્યાનો રહેશે. જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર