Home /News /gujarat /

GSEB HSC Result 2022: ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું કુલ 72.02% પરિણામ જાહેર

GSEB HSC Result 2022: ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું કુલ 72.02% પરિણામ જાહેર

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર

Gujarat 12th science result: દસ દિવસ બાદ વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.

    GSEB HSC Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. 12 સાયન્સની (GSEB HSC Result 2022) પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 2022ના પરિણામની કુલ ટકાવારી 72.02 ટકા આવ્યુ છે.  આ સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર લાઠી છે જ્યાં 96.12% પરિણામ આવ્યુ છે. આ ઉપરાંત સૌતી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર લીમખેડા છે જ્યાં 33.33 ટકા આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 64 છે.

    આ પરિણામની સાથે સાથે ગુજકેટ 2022નું (GUJCET result 2022) પરિણામ પણ જાહેર થશે. વિદ્યાર્થીઓ સવારે 10.00 વાગ્યાથી ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પરથી આ પરિણામ જોઇ શકે છે. નોંધનીય છે કે, વિદ્યાર્થીઓને માર્કશીટ હાલ નહી મળે. દસ દિવસ બાદ વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.



    આ રીતે જુઓ પરિણામ

    બોર્ડ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ મુજબ વિદ્યાર્થીઓ www.gseb.org પરથી સવારે 10.00 વાગ્યાથી બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરી અને પરિણામ મેળવી શકશે. આ પરિણામ ઓનલાઈન સ્વરૂપે જ હશે.



    ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,08,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકીના વિદ્યાર્થીઓને ગ્રેડ મુજબ પરિણામ આપવામાં આવશે. પરિણામ બોર્ડની વેબસાઈટ પરથી સવારે 10.00 વાગ્યા પછી જોઈ અને નિહાળી શકાશે. આ પરિણામો અંગે ખાસ કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર જોવા મળશે. બાળકો અને વાલીઓ અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે રિઝલ્ટ નિહાળી શકાશે.



    ગુજકેટ 2022 પરિણામ

    ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ 2022)ની પ્રથમ પરીક્ષાના સેશનમાં ફિઝિક્સમાં 107694, પૈકી કુલ 102913 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બીજા સેશનમાં બાયોલોજીમાં 67,934 પૈકીના 64965 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ત્રીજા પેપરમાં મેથ્સમાં 4007

    આ પણ વાંચો - ધો.12 સાયન્સ પછીના એવરગ્રીન કેરિયર ઓપ્શન, ઓછું રિઝલ્ટ આવે તો પણ મળશે તક

    એક મહિનો ચાલી ઉત્તર વાહી ચકાસવાની કામગીરી

    રાજ્યમાં ધો. 10-12ની બોર્ડની પરીક્ષા 28મી માર્ચથી લઈને 12 એપ્રિલે સુધી લેવામાં આવી હતી. આ પરીક્ષા બાદ ગુજકેટની પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષા બાદ એક મહિના સુધી સતત તેની ઉત્તરવહી ચકાસવાની કામગીરી ચાલી હતી.

    આ પણ વાંચો - આ જિલ્લામાં બહાર પડી કરાર આધારિત સરકારી ભરતી, જાણો લાયકાત, અનુભવ અને પગારની સંપૂર્ણ માહિતી

    રીચેકિંગ માટે

    બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ કોઈ વિદ્યાર્થીને ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન: ઉપસ્થિત થવા માટે જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયમત ફોર્મ ગુણપત્રક અને પ્રમાણ પત્ર સાથે શાળાઓને મોકલી આપાવામાં આવશે. જેની શાળાઓએ અને આચાર્યએ તેમજ વાલી વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: GSEB, GSEB Results 2022, Gujarat Education, Students

    આગામી સમાચાર