ોેપોમહેસાણા: ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું (Unjha MLA Ashaben Patel) રવિવારે ડેન્ગ્યૂના કારણે અવસાન (Ashaben Patel death) થતા આજે સિદ્ધપુરમાં (Sidhpur) અંતિમવિધિ કરવામા આવી છે. તેમની અંતિમવિધિ તેમના ભાઇના હાથે પૂર્ણ કરવામાં આવી છે.
આજે સવારે 8 વાગ્યે ઊંઝા (Unjha) APMC ખાતેથી તેઓની અંતિમયાત્રા કઢાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રા બરોડા બેંક, વિજય સોસાયટી, સજ્જન બેંક, ગોકુલધામ, ઉમિયા માતાજી ચોક, ઉમા સોસાયટી રોડ, વિશ્વકર્મા રોડ, ગાંધીચોક, ઊંઝા નગરપાલિકાથી અંડર બ્રિજ થઈ તેઓના ગામ વિસોળ ખાતે લઇ જવાશે.ત્યાંથી અંતિમવિધિ માટે સિદ્ધપુર લઈ જવામાં આવી હતી. જે બાદ અંતિમવિધિ માટે સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના સ્નેહીજની હાજરીમાં તેમના ભાઇએ વિધિ કરી હતી. આંખોમાં આંશુ સાથે આશાબેનના નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો.
આશાબેન પટેલ અંતિમ સફરે નીકળ્યા
મહેસાણામાં શોકનો માહોલ
સોમવારે, એટલે આજે વહેલી સવારે આશાબેનના પાર્થિવદેહને વતન વિસોલ ગામ લઇ જવામાં આવ્યો છે. ત્યાર બાદ સિદ્ધપુર મુક્તિધામ ખાતે અંતિમવિધિ કરવામાં આવશે. આશાબેનના નિધન બાદ મહેસાણામાં શોકનો માહોલ છવાયો છે. ઊંઝા શહેરની બજારો, માર્કેટ યાર્ડ આજે બંધ રહેશે. વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખીને આશાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
મુખ્યમંત્રીએ આશાબેનના પરિવારજનોને મળી સાંત્વના આપી
આશાબહેન પટેલના પાર્થિવ દેહને ગઇકાલે ઉંઝા એપીએમસીમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશાબહેન પટેલના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી ઉંડા શોક સાથે શ્રધૃધાંજલિ પાઠવી હતી. સીએમ આશાબેનના પરિવારજનોને પણ મળ્યા હતા. ભાજપના ધારાસભ્ય, નેતાઓ અને સમર્થકોએ ઉંઝા એપીએમસીમાં પાર્થિવદેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ડેન્ગ્યુને કારણે લિવર ડેમેજ થતાં આશાબેન પટેલને અમદાવાદ સ્થિત ઝાયડસ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર મૂકાયા હતાં. આખરે ટૂંકી માંદગી બાદ રવિવારે બપોરે આશાબહેન પટેલનુ અવસાન થયુ હતું. આ ઘટનાને પગલે સમગ્ર ઉંઝા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ,રાજ્યપાલ દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓએ દુખ વ્યકત કર્યુ હતું. ડેન્ગ્યૂ થતા પહેલા લિવર ડેમેજ થયુ હતુ
દિલ્હીથી પરત ફર્યા બાદ આશાબહેન પટેલને ડેન્ગ્યૂ થયો હતો. બે દિવસમાં જ તેમની તબિયત એટલી હદે કથળી હતીકે, લિવર ડેમેજ થયુ હતું. બે દિવસ સુધી તેમની સારવાર સ્થાનિક હોસ્પિટલમાં કરવામાં આવી હતી પણ તબિયત વધુ લથડતાં આશાબેન પટેલને વધુ સારવાર આૃર્થે તાકીદે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતાં