મહેસાણા: ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલની (Ashaben Patel) ડેન્ગ્યુ (Dengue) થયા બાદ આજે 44ની વયે અવસાન થઈ ગયું છે. 11 ડિસેમ્બરના રોજ ઝાયડસ હોસ્પિટલના (Zydus Hospital) ડાયરેક્ટર ડો.વી.એન.શાહે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું કે, આશા પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયાં છે. આવા સંજોગોમાં રિક્વરીના ચાન્સ બહુ ઓછા હોય છે. ત્યારે હાલ મહેસાણામાં (Mahesana) શોકનો માહોલ છવાયો છે. આશાબેને પટેલ જાહેર જીવનમાં છેલ્લે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) મળ્યા હતા. તે તેમની છેલ્લી સ્મૃતિ બનીને રહી ગઇ છે.
વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસવીર આશાબેન પટેલે પોતાના ટ્વિટર પેજ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતુ કે, આપણા દેશના પરિશ્રમી, સ્વપ્નદ્રષ્ટા અને પ્રેરણા સ્ત્રોત, ગુજરાતના પનોતા પુત્ર, દેશના સૌથી લોકપ્રિય નેતા, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબને સાથી ધારાસભ્યો સહ મળવાનો અવસર પ્રાપ્ત થયો.
આપણા દેશના પરિશ્રમી, સ્વપ્નદ્રષ્ટા અને પ્રેરણા સ્ત્રોત, ગુજરાતના પનોતા પુત્ર, દેશના સૌથી લોકપ્રિય નેતા, માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબને સાથી ધારાસભ્યો સહ મળવાનો અવસર પ્રાપ્ત થયેલો. pic.twitter.com/fwpy6nvgvK
તે અવસરે આશાબેનની સાથે વિધાનસભાના સ્પીકર નીમાબેન આચાર્ય, ધારાસભ્ય ઝંખના પટેલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, મંત્રી વિભાવરી બેન દવે સહિતની મહિલા અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આશાબેનની ધારાસભ્ય તરીકેની આ પહેલી જ ટર્મ હતી. આશાબેન પોતાની પહેલી ટર્મ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં ધારાસભ્ય રહ્યાં હતાં. પાટીદાર અનામત આંદોલન દરમિયાન નેતા તરીકે ઉભરેલા આશાબેન પટેલે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા નારણભાઈ લલ્લુભાઈ પટેલને હરાવીને સોપો પાડી દીધો હતો.
भारतीय राजनीतिज्ञ, ऊर्जावान व्यक्तित्वके धनी, वर्तमान गृह मंत्री और भारत के पहले सहकारिता मंत्री माननीय श्री @AmitShah जी से नई दिल्ली में शिष्टाचार भेट की। pic.twitter.com/Oe0VQT986F
આશાબેનની ધારાસભ્ય તરીકે પહેલી જ ટર્મ હતી. આશાબેન પોતાની પહેલી ટર્મ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં ધારાસભ્ય રહ્યાં હતાં. પાટીદાર અનામત આંદોલન દરમિયાન નેતા તરીકે ઉભરેલાં આશાબેન પટેલે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા નારણભાઈ લલ્લુભાઈ પટેલને હરાવ્યા હતા. પ્રથમવાર 2017માં કોંગ્રેસના બેનર પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમણે પક્ષપલટો કર્યો હતો અને 8 ફેબ્રુઆરી 2019ના રોજ ભાજપમાં જોડાયાં હતાં. એ વખતે તેમણે ધારસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019માં યોજાયેલી ઉંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આશાબેન પટેલ ફરીથી ઊંઝા સીટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં.