Home /News /gujarat /

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ 19થી 22 ઓગષ્ટ સૌરાષ્ટ્ર પ્રવાસે, જાણો આખો કાર્યક્રમ

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ 19થી 22 ઓગષ્ટ સૌરાષ્ટ્ર પ્રવાસે, જાણો આખો કાર્યક્રમ

19 ઓગસ્ટ 2020, બુધવારે સવારે 8 કલાકે સિંહ સદન સાસણગીર ખાતેથી રેલી સ્વરૂપે નીકાળી સવારે  9 વાગ્યે સોમનાથ મંદિર પહોંચશે.

19 ઓગસ્ટ 2020, બુધવારે સવારે 8 કલાકે સિંહ સદન સાસણગીર ખાતેથી રેલી સ્વરૂપે નીકાળી સવારે  9 વાગ્યે સોમનાથ મંદિર પહોંચશે.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે જવાબદારી સાંભળ્યા બાદ સી આર પાટીલએ પ્રથમ વખત સૌરાષ્ટ્ પ્રવાસે જઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ હવે પાટીલે આગામી 19થી 22  ઓગસ્ટ દરમ્યાન સૌરરાષ્ટ્ પ્રવાસ કરવાના છે. ત્યારે 19 ઓગસ્ટ 2020, બુધવારે સવારે 8 કલાકે સિંહ સદન સાસણગીર ખાતેથી રેલી સ્વરૂપે નીકળી  સવારે  9 વાગ્યે સોમનાથ મંદિર પહોંચશે.ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને તેમના સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત કરશે.

સી.આર.પાટીલનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે

સોમનાથ ખાતે તેઓ ગીર સોમનાથ જિલ્લાના સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. સોમનાથથી વેરાવળ, કેશોદ, વંથલી, ગાંઠીલા ઉમિયાધામ મંદિરે દર્શન કરી તેઓ જૂનાગઢ શહેર પહોંચશે. સમગ્ર રૂટ દરમિયાન નિર્ધારિત કરેલ સ્થળોએ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. જૂનાગઢ શહેર સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બેઠક યોજશે.

આ અંગે પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે,  સી. આર. પાટીલજી પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ થયા પછી દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડના તા.12 અને 13 ઓગસ્ટના પ્રવાસ બાદ હવે તા. 19થી 22 ઓગસ્ટ દરમ્યાન યોજાનાર સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન 6 જીલ્લાઓ ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ શહેર, સુરેન્દ્રનગર અને અમદાવાદ જીલ્લાને આવરી લેવામાં આવશે.

ધાર્મિક સ્થાનો પર દર્શન-પૂજા કરશે

ભરત પંડયાએ કહ્યું હતું કે, આ પ્રવાસ દરમ્યાન જુદી-જુદી સંગઠનાત્મક બેઠકો હાથ ધરવામાં આવશે તેમજ કાર્યકર્તાઓ અને જુના જનસંઘના કાર્યકર્તાઓ સાથે મુલાકાત યોજવામાં આવશે. તેમજ કોરોના મહામારી દરમ્યાન કાર્યકર્તાઓએ કરેલ સેવાકાર્યને બિરદાવવાનું કામ પણ આ પ્રવાસ દરમ્યાન કરશે અને ધાર્મિક સ્થાનો પર દર્શન-પૂજા કરશે.

ભરત પંડયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સોમનાથ મહાદેવ મંદિર-સોમનાથ, ઉમિયાધામ-ગાંઠીલા, ખોડલધામ મંદિર-કાગવડ તેમજ પૂ. સવૈયાનાથ સવઘણ મંદિર-ઝાંઝરકા સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન-પૂજા કરશે અને ગુજરાત અને દેશ કોરોના મહામારીમાંથી સંપૂર્ણ મુક્ત થાય તે માટે પ્રાર્થના કરશે.આ પ્રવાસ તા.19 ઓગસ્ટ, બુધવારના રોજ સવારે 9 કલાકે સોમનાથ મહાદેવના દર્શન બાદ શરૂ થશે. ત્યાંથી વેરાવળ, કેશોદ, વંથલી થઈ જુનાગઢ શહેર પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે તા.20 ઓગસ્ટ, ગુરૂવારના રોજ જેતપુર, ખોડલધામ, ગોંડલ થઈને રાજકોટ મુકામે જશે. તા.21 ઓગસ્ટ, શુક્રવારે સવારે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજાશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ શ્રેણીની સંગઠનાત્મક બેઠકો યોજવામાં આવશે. રાત્રી રોકાણ ચોટીલા ખાતે કરીને તા.22 ઓગસ્ટ, શનિવારના રોજ પ્રવાસના અંતિમ દિવસે ચોટીલાથી ઝાંઝરકા, ધંધુકા, બગોદરા, બાવળા થઈને સુરત જવા રવાના થશે.

આ પણ વાંચો - Exclusive : શા માટે સી.આર. પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ બની રહેશે ગુજરાત ભાજપ માટે મહત્વનો?

આ પણ જુઓ - 

બે દિવસીય પ્રદેશ સંસદીય સમિતિની બેઠક મળી
પાટીલનાની અધ્યક્ષતામાં 17 અને 18 ઓગસ્ટએમ બે દિવસીય પ્રદેશ સંસદીય સમિતિની બેઠક મળી છે. પ્રદેશ કાર્યાલય કમલમ્‌, કોબા ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રથમ દિવસની બેઠક યોજાઈ. તો આજે પણ આ તમામ હોદ્દેદારોની ઉઓસ્થિતિમાં બીજી બેઠક યીજાશે જેમાં આગામી દિવસોમાં ગુજરાતની ભાજપાશાસિત વિવિધ 55 જેટલી નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના નેતાઓની મુદત પુરી થઈ રહી છે ત્યારે આ નગરપાલિકાઓના પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓના નામની પસંદગી હેતુસર તા. 17 અને 18 ઓગસ્ટએમ બે દિવસીય પ્રદેશ સંસદીય સમિતિની બેઠક યોજાઈ રહી છે. ભાજપાશાસિત 55 જેટલી નગરપાલિકાઓ પૈકી 27 જેટલી નગરપાલિકાોના સંદર્ભમાં તા. 17 ઓગસ્ટ અને બાકીની 28 જેટલી નગરપાલિકાઓ માટે તા. 18 ઓગસ્ટના રોજ જ્યાં નગરપાલિકાના પદાધિકારીઓની ચૂંટણી યોજવાની છે તે જીલ્લાની સંકલન સમિતિ સાથે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે.


Published by:Kaushal Pancholi
First published:

Tags: C.R Patil, Saurashtra, ગુજરાત, ભાજપ

આગામી સમાચાર