Home /News /gujarat /

UPમાં સત્તા બચાવી રાખવા Gujarat BJP આવશે મેદાને, આવો છે આખો માસ્ટર પ્લાન

UPમાં સત્તા બચાવી રાખવા Gujarat BJP આવશે મેદાને, આવો છે આખો માસ્ટર પ્લાન

સીએમ યોગી અને પીએમ મોદીની તસવીર

Gujarat : UP Election માટે સૌથી નબળા ઝોન અવધની જવાબદારી ગુજરાત બીજેપીને સોપાઈ, ૧૬૫ નેતાઓ કરશે યુપીમાં પ્રચાર.

ગાંધીનગર: યુપી ઈલેકશન (UP Election) નજીક છે ત્યારે, અત્યારથી પ્રચાર પ્રસાર જોરશોરમાં કરવું અને બુથ લેવલનું મેનેજમેન્ટ કરવું જરૂરી છે. તેના માટે બીજેપીના (BJP) રાષ્ટ્રીય સંગઠન દ્વારા ગુજરાતને (Gujarat BJP) મહત્વની જવાબદારી સોપવામાં આવી છે. આમ તો, દેશના કોઇપણ રાજ્યમાં ચુંટણી હોય જે વિસ્તાર નબળો હોય તેની કમાન પ્રદેશ બીજેપીને સોપવામાં આવે છે. અગામી યુપી ચુંટણી માટે પ્રદેશ બીજેપીના ૧૬૫ નેતાઓને જવાબદારી સોપવામાં આવી છે.

જાણો આખું ગણિત

હાલમાં યુપીમાં બીજેપીની સરકાર છે પરંતુ આ વખતે બીજેપીને નુકશાન થાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને ચુંટણીને હજી ૪થી ૫ માસ જેટલો સમય બાકી છે જેને લઈને અત્યારથી જ યુપીના એક ઝોનની જવાબદારી પ્રદેશ બીજેપીને સોપવામાં આવી છે. જેમ ગુજરાતમાં ૪ ઝોન છે એજ રીતે યુપીમાં કુલ સ્થાનિક સંગઠન દ્વારા ૭ ઝોન બનાવવામાં આવ્યા છે. યુપીના સ્થાનિક સંગઠનના આંતરિક સર્વેમાં એ વાત સામે આવી છે કે, ૭ ઝોન પૈકીનો અવધ ઝોન છે તે બીજેપી માટે માઈન્સ છે. જેણે બીજેપીની ઊંઘ હરામ કરી નાખી છે. કારણ કે એ એક જ ઝોનમાં ૭૧ જેટલી વિધાનસભા સીટ આવેલી છે  અને તે પૈકીની લગભગ સીટોને હાલનું રાજકીય અને સામાજિક વાતાવરણ અસર કરી શકે છે. આ વિસ્તારમાં સમાજવાદી પાર્ટીની પકડ સારી છે. જેને લઈને આ વખતે આ વિસ્તારમાં પકડ મજબુત કરવા માટે ગુજરાત બીજેપીને જવાબદારી સોપવામાં આવી છે.

આ પણ વાંચો - ખોડલધામનાં નરેશ પટેલનું મોટુ નિવેદન, 'જો સમાજ આદેશ કરશે તો હું રાજકારણમાં આવીશ'

ગુજરાતના નેતાઓના યુપીમાં ધામા

પ્રદેશ બીજેપીના નેતાઓએ એક ફોર્મેટ તૈયાર કરી નેતાઓની પસંદગી કરી છે. અવધ ઝોનમાં ૧૧ જીલ્લા છે અને ૭૧ વિધાનસભા સીટ આવેલી છે એટલે જીલ્લા મુજબ ૨ ઇન્ચાર્જને જવાબદારી આપી છે જેના માટે ૨૨ નેતાઓની પસંદગી કરવામાં આવી છે. તો એજ રીતે એ ૧૧ જીલ્લામાં આવતી ૭૧ વિધાનસભા દીઠ ૨ નેતાઓને જવાબદારી સોપવામાં આવી છે. એટલે તેના માટે ૧૪૨ નેતાઓની પસંદગી કરવામાં આવી છે અને આ તમામના એક ઇન્ચાર્જ તરીકે ૧ નેતાની પસંદગી કરવામાં આવી છે. આમ પ્રદેશ બીજેપીએ કુલ ૧૬૫ નેતાઓની યાદી તૈયાર કરી છે જે નેતાઓ અગામી 16 તારીખથી યુપીમાં ધામા નાખશે.



આ તમામ નેતાઓ યુપીમાં પ્રચાર કરવો, બુથ મેનેજમેન્ટ, પેઇઝ સમિતિ કામગીરી પ્રચાર પદ્ધતિ સ્થાનિક સ્તરે ઘરે ઘરે બીજેપીને પહોચાડવા સહિતની કામગીરી સોપવામાં આવી છે. આમ પ્રદેશ નેતાગીરી અગામી સમયમાં યુપીમાં પ્રચાર કમાન સંભાળશે અને આ તમામ નેતાઓ ચુંટણી સુધીમાં ૫૦ થી ૬૦ દિવસનો પ્રવાસ યુપીમાં કરશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat BJP, Gujarat Politics, ગાંધીનગર, ગુજરાત

આગામી સમાચાર