ગાંધીનગર: રાજ્યમાં (Gujarat news) ચૂંટણી (Gujarat Election) આવતા પહેલા રાજકારણ ગરમાયું છે. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના નજીકનાં સંયમ લોઢાએ (Sanyam Lodha) 18મી માર્ચે ટ્વિટ કર્યું હતુ કે, 'ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્ય પર છે. સ્વસ્થ રહો, સતર્ક બનો.' જેની પર આજે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ (Pradeepsinh Vaghela) મોટો દાવો કર્યો છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, 'કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ભૂતકાળમાં ભાજપનો સંપર્ક કર્યો હતો. ગુજરાત કોંગ્રેસના ઘણાં બધા ભાજપના સંપર્કમાં છે.'
'10નો આંકડો ઘણો નાનો'
પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ કે, હું આપને કહેવા માંગુ છું કે, કોંગ્રેસ હાલ ડૂબતું જહાજ છે. જેમને પણ દેશ માટે કામ કરવું હશે તો તેમની પાસે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઇ વિકલ્પ નથી. જેથી રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપ સાથે જોડાવવા ઇચ્છતા હશે. હું એટલું કહું છું કે, સંયમ લોઢાજીએ જે 10નો આંકડો આપ્યો છે તે ઘણો નાનો છે. તેનાથી વધારે ધારાસભ્યો અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના સંપર્કમા છે. તેમને પાર્ટીમાં જોડવા કે નહીં તે અંગેનો નિર્ણય પાર્ટીનો રહેશે. પરંતુ હું એક વાત કહું છું કે, કોંગ્રેસના મોટી સંખ્યામાં ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સંપર્કમા છે.
'હાલના કોંગ્રેસ અધ્યક્ષે પણ ભાજપનો કર્યો હતો સંપર્ક'
આ સાથે તેમણે જણાવ્યુ કે, અમે કોઇનો સામેથી સંપર્ક કરતા નથી. અમે કોઇને આમંત્રણ આપતા નથી. અમારા કાર્યકર્તાઓની શક્તિ અને પરિશ્રમ ઉપર ખૂબ વિશ્વાસ છે. કાર્યકર્તાઓને આધારે જ દોઢ વર્ષમાં અમે જેટલી પણ ચૂંટણીઓ આવી છે તેમા વિજય થયા છીએ. અમે કોઇનો સંપર્ક કરતા નથી પરંતુ જે સામેથી આવે, અને તેના વિસ્તારમાં લોકોમાં કામ કરતા હોય અને અમારી પાર્ટીની શક્તિમાં વધારો થાય તેવા લોકોને આવકારીશું.
તેમને જગદીશ ઠાકોર અંગે જણાવ્યું કે, હાલ જે કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ છે તેમણે પણ ભાજપમાં જોડાવવા માટે સંપર્ક કર્યો હતો, જેનો હું પણ સાક્ષી છું.
નોંધનીય છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢાએ દાવો કર્યો છે કે, ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્ય પર ભાજપની નજર છે. તેમના આ ધડાકાથી ગુજરાત કોંગ્રેસમાં ધણી જ હલચલ શરૂ થઈ ગઈ છે.
પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનો મોટો દાવો, કહ્યું- 'કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ભૂતકાળમાં ભાજપનો સંપર્ક કર્યો હતો'
સંયમ લોઢાએ 18મી માર્ટે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્ય પર છે. સ્વસ્થ રહો, સતર્ક બનો. લોઢાએ પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા હતા. તેમણે આ અંગેની વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, આ અંગે જણાવ્યુ હતુ કે, મેં ગુજરાત પ્રભારી રઘુ શર્માને પણ જાણ કરી છે. કોંગ્રેસનો શુભેચ્છક હોવાના નાતે આવા ષડયંત્રનો પર્દાફાશ કરવાની મારી ફરજ છે. મેં બધાને ચેતવણી આપી છે, સાવચેત રહેવું જરૂરી છે.