Home /News /gujarat /

Namo App ના micro donation અભ્યાનમાં દેશમાં ગુજરાત પ્રદેશ ભાજપ મોખરે

Namo App ના micro donation અભ્યાનમાં દેશમાં ગુજરાત પ્રદેશ ભાજપ મોખરે

નમો એપ

Gujarat BJP: માઈક્રો ડોનેશન અભ્યાનમાં પણ ગુજરાત ભાજપના (Gujarat BJP) પ્રદેશ અધ્યક્ષ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને ચાલી રહ્યા છે. તો સમગ્ર દેશમાં નંબર ઓફ ડોનેશન અને નંબર ઓફ રેફરલ કોર્ડ ઉપયોગ કરવામાં ગુજરાત પ્રદેશ ભાજપ હાલ મોખરે ચાલી રહ્યું છે.

વધુ જુઓ ...
ગાંધનીગર : દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી (BJP) દર વર્ષે કાર્યકરો પાસેથી ડોનેશન (donation) મેળવી પોતાનું ફંડ એકઠું કરતી હોય છે. ત્યારે આ વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા નમો એપના (micro donation through Namo app) માધ્યમથી માઈક્રો ડોનેશન અભ્યાન ચાલુ કરવામાં આવ્યું છે. આ માઈક્રો ડોનેશન અભ્યાનમાં પણ ગુજરાત ભાજપના (Gujarat BJP) પ્રદેશ અધ્યક્ષ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને ચાલી રહ્યા છે. તો સમગ્ર દેશમાં નંબર ઓફ ડોનેશન અને નંબર ઓફ રેફરલ કોર્ડ ઉપયોગ કરવામાં ગુજરાત પ્રદેશ ભાજપ હાલ મોખરે ચાલી રહ્યું છે.

પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઇના જન્મદિવસથી ભારતીય જનતા પાર્ટી દ્વારા માઈક્રો ડોનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા કાર્યકર્તાઓને પાર્ટી ફંડ આપવા માટે આહવાહન કર્યું હતું. દેશભરના નેતાઓની યાદીમાં સૌથી મોખરાનું સ્થાન સી. આર. પાટીલનું અને બીજા સ્થાન પર ઓડિશાના સુંદરગઢ લોકસભાના સાંસદ જુએલ ઓરામનું નામ દેખાય રહ્યું છે. ભાજપના નેતાઓની યાદીમાં સી.આર.પાટીલ અહીં પણ સૌથી આગળ દેખાઈ રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટી ફંડ માટે આ પ્રકારના પ્રયોગો કરવામાં આવતા રહે છે. આ અંગે પ્રદેશ ભાજપના આઈ ટી સેલ કન્વીનર નિખલ પટેલે ન્યૂઝ 18 સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સમયાંતરે પાર્ટી ફંડ માટે કાર્યકરો વચ્ચે જાય છે અને ડોનેશન મેળવે છે. સંગઠન દ્વારા આ માઈક્રો ડોનેશન અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં પાંચ રૂપિયા 50 રૂપિયા સો રૂપિયા અઢીસો રૂપિયા 500 રૂપિયા અને હજાર રૂપિયા સુધી ડોનેશન આપી શકો છો.

નમો એપ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ માઈક્રો ડોનેશન અભિયાન નમો એપ દ્વારા ચાલુ કર્યું છે. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના આ માઈક્રો ડોનેશન અભિયાનમાં ગુજરાત રાજ્ય તરીકે પ્રથમ છે તો દેશના ભારતીય જનતા પાર્ટીના ટોપ ટેન donation અભિયાનમાં સહયોગ આપનાર નેતાઓમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પહેલા નંબરે ચાલી રહેલા છે. આ માઈક્રો ડોનેશન અભિયાનમાં દરેક નેતા પોતાના રેફરલ કોડ દ્વારા કાર્યકરોને નમો એપ માં રેફરલ કોડ નાખી ડોનેશન કરવા કહે છે જેમાં સૌથી આગળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ છે.

માઈક્રો ડોનેશન અભિયાન અંતર્ગત દેશભરના નેતાઓ અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને ડોનેશન આપી શકે છે. ડોનેશન પ્રક્રિયામાં કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા રૂ.5થી રૂ. 1000 સુધીનો ડોનેશન આપી શકે છે. દેશભરના સાંસદો ધારાસભ્યો કોર્પોરેટરો દ્વારા આ અભિયાનમાં પોતાનું યોગદાન આપવાનું શરૂ કરાયું છે. ભાજપ દ્વારા મોટું પાર્ટી ફંડ એકત્રિત કરવા માટેનું કેમ્પેઈન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં નેતાઓ અને કાર્યકર્તાઓ પોતાની ક્ષમતા મુજબનું ડોનેશન કરી રહ્યા છે. ગુજરાતમાંથી જ એક અંદાજ મુજબ ઓછામાં ઓછું રૂ. 100 કરોડ જેટલું પાર્ટી ફંડ એકત્રિત થાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આશ્ચર્યજનક વાત એ છે કે, દેશના રાજા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ કરતાં પણ વધુ સી.આર.પાટીલના રેફરેલ કોડથી ડોનેશન આવી રહ્યું છે.

માઈક્રો ડોનેશન લિંક પર જઈને ડોનેશન કરવામાં આવે છે, ત્યારે રેફરન્સ પૂછવામાં આવે છે. તે સમયે તમારે જેનો રેફરન્સ હોય તેનો રેફરેલ કોડ નાખવામાં આવે છે. સુરતમાં સી આર પાટીલના રેફરેલ કોડથી ડોનેશન કરવામાં આવે પ્રયાસો થઈ રહ્યા છે. જેથી કરીને પાર્ટી માટે જે ફંડ ડોનેટ થઈ રહ્યું છે.

આ પણ વાંચો - Election પહેલા જ મુસ્લિમ ધ્રુવીકરણની રાજનીતિ? Gujarat પ્રદેશ ભાજપના કેલેન્ડરમાંથી 'હિજરી સંવત' ગાયબ

આ અંગે પ્રદેશ ભાજપ ના આઈ ટી સેલ કન્વીનર નિખલ પટેલે ન્યૂઝ 18 સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ટોપ 10 માઈક્રો donation આપનાર નેતાઓ માંથી પાંચ નેતાઓ ગુજરાતના છે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપરાંત પ્રદેશ મહામંત્રી રજની પટેલ જૂનાગઢ જિલ્લાના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ જૂનાગઢ શહેરના શહેર પ્રમુખ પુનિત શર્મા અને જૂનાગઢ શહેરના વરિષ્ઠ કાર્યકર્તા પ્રદિપ ખીમાણી અને ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીનો સમાવેશ થાય છે. નંબર ઓફ donation અને રેફરલ કોડમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી આગળ છે. અમારું માનવું છે કે, ગુજરાતમાંથી નમો એપના આ માઈક્રો ડોનેશનમાં એક લાખથી વધુ કાર્યકરો નેતાઓ donation આપશે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રેફરલ કોડ ઉપયોગ કરી ૧૬ હજારથી વધુ કાર્યકરોએ આ માઈક્રો ડોનેશનની અંદર પાર્ટીને ડોનેશન આપ્યું છે.

આ પણ વાંચો - ભાજપના મોટા નેતા અમારા સંપર્કમાં છે, સમય આવશે તો ત્યારે BJPને રંગ બતાવીશું, ટાઇગર અભી જિંદા હૈ: ઇસુદાન ગઢવી

માઈક્રો ડોનેશન અભિયાનની યાદીમાં અત્યારે પણ સી.આર.પાટીલ સૌથી આગળના સ્થાન ઉપર છે. સુરતના સ્થાનિક કોર્પોરેટરો અને તેમના સમર્થકો પાર્ટી ફંડ આપ્યા બાદ રેફરન્સમાં સી.આર.પાટીલનો રેફરેલ કોડ નાખી રહ્યા છે. જેને કારણે માઈક્રો ડોનેશનમાં સૌથી આગળ સી.આર.પાટીલ દેખાઈ રહ્યા છે. તેના પાછળનું કારણ તેમના રેફરન્સથી સૌથી વધારે પાર્ટી ફંડ આવતું હોવાનું સ્પષ્ટ થાય છે. સી આર પાટીલ પોતાની ભૂમિકા સંગઠનની સાથે-સાથે પાર્ટીને આર્થિક રીતે પણ પોતે મજબૂત કરી શકે છે. તે પ્રકારનો એક મેસેજ પણ આપવાનો પ્રયાસ હોય તેવું જણાય છે.તે ઉપરાંત દેશના ટોપ 10 માઈક્રો ડોનેશન આપનાર નેતાઓ માં પણ ગુજરાત પ્રદેશ ભાજપ ના અન્ય 4 નેતાઓ નો સમાવેશ થાય છે.એટલે કે નમો એપ પર માઈક્રો ડોનેશન આપનાર ભાજપના દેશના ટોપ 10 માંથી 50 ટકા નેતાઓ ગુજરાત ભાજપના છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: C.R Patil, ગાંધીનગર, ગુજરાત, ગુજરાત ભાજપ

આગામી સમાચાર