શુ કોરોના મહામારી દરમિયાન રૂપાણી સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે તાલમેલનો અભાવ છે?


Updated: June 1, 2020, 11:10 AM IST
શુ કોરોના મહામારી દરમિયાન રૂપાણી સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે તાલમેલનો અભાવ છે?
સરકાર અને સંગઠનના મોટાભાગના નેતાઓ ટ્વીટ કર્યા અને ફોટો પડાવ્યા વિડીયો કોંફ્રેન્સ કરી પરંતુ જમીની સ્તર પર નિષફળ રહ્યા છે. 

સરકાર અને સંગઠનના મોટાભાગના નેતાઓ ટ્વીટ કર્યા અને ફોટો પડાવ્યા વિડીયો કોંફ્રેન્સ કરી પરંતુ જમીની સ્તર પર નિષફળ રહ્યા છે. 

  • Share this:
ગાંધીનગર : કોરોના મહામારી ચાલી રહી છે આવા સમયે લોક સેવા અને સેવા યજ્ઞની વાતો તો રાજ્યની વિજય રૂપાણી સરકાર અને ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવી પણ સરકાર અને સંગઠનના તાલમેલનો અભાવ હોવાના પરિણામે સરકાર અને સંગઠન કોરોના કાળના તમામ મોરચા પર નિષ્ફ્ળ રહ્યું છે. સરકાર અને સંગઠનના મોટાભાગના નેતાઓ ટ્વીટ કર્યા અને ફોટો પડાવ્યા વિડીયો કોંફ્રેન્સ કરી પરંતુ જમીની સ્તર પર નિષફળ રહ્યા છે.

'ડૉક્ટર સેલ'  મદદમાં ન આવ્યું

રાજ્યની સંવેદનશીલ વિજય રૂપાણી સરકાર અને સેવામાં હમેશા અગ્રસર રહેવાનો દાવો કરતું ગુજરાત ભારતીય જાનતા પાર્ટીનું પ્રદેશ સંગઠન કોરોના કાળમાં જાણેકે સોશયલ મીડિયા પૂરતું સીમિત થઈ ગયા છે. વિજય રૂપાણી સરકાર અને ભાજપ સંગઠન દ્વારા સેવા કાર્યની વાતો તો કરવામાં આવી પણ આ મહામારીના સમયમાં જ ભાજપના મોર્ચા પર સેવા કરવામાં નિષફળ રહ્યા છે. કોરોના કાળમાંમાં સૌથી વધુ 'ડોક્ટર સેલે' સક્રિય હોવું જોઇએ પરંતુ પ્રદેશ ભાજપનો જે ડોક્ટર સેલ સંગઠન પર્વ દરમિયાન ગુજરાતના અનેક જાણીતા ડોક્ટરોને ભાજપમાં જોડવામાં સફળ રહ્યો હતો. તે ડોક્ટર સેલ કોરોના સમયમાં સેવા કરવા નિષ્ફ્ળ રહ્યો છે.  હાલમાં કોરોનાના કારણે સરકારી હોસ્પિટલો ભરચક છે. આવામાં લોકોને અન્ય રોગ મટે યોગ્ય સારવાર મળતી નથી. લૉકડાઉન છે લોકો ને પોલીસ બહાર નીકળવા દેતી નથી. આવામાં લોકોને સરકારી સારવાર માટે દૂર દૂરથી હૉસ્પિટલ પહોંચવામાં પણ તકલીફ પડી રહી છે. જાહેર વાહન વ્યવહાર પણ ગઇકાલ સુધી બંધ હતો જેથી લોકો પહોંચી શકતા ન હતા. ખાનગી હૉસ્પિટલો પણ લગભગ બંધ હતી આવા સમયે જો ભાજપ ડોકટર સેલ અને પ્રદેશ સંગઠન ધારત તો લોકોની સેવા કરી શક્યા હોત .

સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહ્યાં

જ્યારે પણ આવી મહામારી આવી ત્યારે જુદા જુદા રાજકીય અને સામાજિક સેવાકીય સંગઠનો મેદાને આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને યુવાનોનું સંગઠન મોખરે હોય છે.પરંતુ પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના અધ્યક્ષ ડૉક્ટર ઋત્વિજ પટેલ કોરોનના કાળમાં જમીન પર કામ કરવાને સ્થાને ટ્વીટર અને ઝૂમ એપની વિડીયો કોન્ફ્રન્સ પૂરતા સીમિત થઈ ગયા છે. સરકાર અને મુખ્યમંત્રીને વ્હાલા થવા અને પોતાની કામગીરી બતાવવા માટે મીડિયા પર આરોપ લગાવતા વિવાદિત ટ્વીટ કરી સંતોષ માની લે છે. પરંતુ ઋત્વિજ પટેલ પોતે ડોક્ટર છે તેમને સમગ્ર રાજ્યમાં ભાજપના યુવા કાર્યકરો માટે એક આદર્શ બનવાનું હોય છે. જો સોશિયલ મીડિયામાંથી બહાર નીકળી પ્રદેશ યુવા મોર્ચાનાં અધ્યક્ષ ડોક્ટર ઋત્વિજ પટેલે જે રીતે ચૂંટણી સમયે યુવા મોરચો એ દરેક બુથ અને વોર્ડ સુધી પોતાના ટેબલ લગાવી કામ કરતો હોય છે તે જ રીતે પ્રદેશ ભાજપના ડોક્ટર સેલના ડોક્ટરોને સાથે રાખી કામ કર્યું હોત તો લોકડાઉન આ સમયમાં અનેક લોકોને ઘર બેઠા તબીબી સારવાર મળી ગઈ હોત,એટલે કે આજે લોકોને જે હાલાકીનો સામનો કરવો પડ્યો પણ એ કદાચ ના કરવો પડ્યો હોત.

સરકારી હૉસ્પિટલને પણ ફાયદો થયો હતોતો સરકારી હોસ્પિટલના અત્યારે મોટા પ્રમાણમાં કોરોનાને દર્દી સારવાર લઈ રહ્યા છે આવામાં અન્ય રોગ માટે સ્ટાફની અછત સર્જાઈ રહી છે. ત્યારે ડોકટર સેલના એક પણ ડોકટર સરકારી હોસ્પિટલમાં સેવા આપવા પણ ગયા નથી. સોશિયલ મીડિયામાં આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે, ભાજપ મારો અને યુવાનોએ ટ્વીટ કર્યા અને ઝૂમ એપ પર બેઠકોમાં હિસ્સો લીધો એના બદલે લોકોનું સ્વસ્થ સુધરે અને સેવા થાય એ પ્રવૃત્તિ કરી હોત તો ખરા અર્થમાં માનવ સેવા થઈ હોત.

નેતાઓ સોશિયલ મીડિયામાં રહ્યાં વ્યસ્ત

જો સરકારની વાત કરવામાં આવે તો કોરોના કાળમાં માત્ર ગણતરીના મંત્રીઓ કોરોના કાળમાં ફ્રન્ટ લાઈનર તરીકે કામ કરતા જોવા મળ્યા છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જુદા જુદા વિષયો પર અધિકારીઓ સાથે મીટીંગ કરતા જોવા મળ્યા પરંતુ આ ઉપરાંત અન્ય 16 મંત્રીઓએ ઝૂમ એપ વિડીયો કોન્ફ્રન્સ અને કેબિનેટની વિડીયો કોન્ફ્રન્સ દરમ્યાન જ જોવા મળ્યા છે.  પણ જો રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની કરવામાં આવેતો કોરોના કાળમાં રાજ્ય ક્ષણ આરોગ્ય મંત્રી ની ખુબ મોટી જવાબદારી અને કામગીરી હોવી જોઈ એ પરંતુ તેના સ્થાને તે માત્ર દક્ષિણ ગુજરાત પૂરતા સીમિત થઇ ગયા છે.

મુખ્યમંત્રીએ નેતાઓને કહેવું પડ્યું કે, હવે ઘરમાંથી બહાર નીકળીને કામ કરો

ગુજરાતમાં કોરોનાને પરિણામે રાજ્યના સામાન્ય નાગરિકએ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી હોય છે કે તે પોતાના મત વિસ્તારમાં એ લોકો વચ્ચે જઈને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરે પરંતુ ગુજરાત ભાજપના ચૂંટાયેલા 26 સાંસદ સભ્યો અને 103 ધારાસભ્યો માંથી માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા સાંસદ સભ્ય અને ધારાસભ્ય એ પ્રજાની વચ્ચે જોવા મળ્યા હતા. તે જ રીતે હાલ ભાજપની 8 મહાનગર પાલિકામાં સત્તા છે તેમાં પણ ચૂંટાયેલા કોર્પોરેટર અને હોદાપર બેઠેલી બોરડીએ સોશયલ મીડિયા પ્લેટફોર્મ પૂરતી સીમિત રહી છે.ખુદ મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ ધારાસભ્યો સાથેની વિડીયો કોંફરન્સ માં કહેવું પડ્યું હતું કે, હવે ઘરની બહાર નીકળીને લોકો વચ્ચે કામ કરવાનું પ્રારંભ કરો.

અમિત શાહે વ્યસ્ત સમયમાં પણ પોતાના મત વિસ્તારમાં મદદ કરી

જો કેન્દ્રીય મંત્રીની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોક્સભા ક્ષેત્ર ગાંધીનગરમાં તેમના દ્વારા 60 હજાર અનાજ કીટનું વિતરણ કરી જરૂરિયાત મંદ લોકોને મદદ કરવા ઘર ઘર સુધી પોહ્ચ્યા હતા. તો તેમના મત વિસ્તારમાં આવતી વિધાનસભાના ધારાસભ્યોએ પણ લોકો સુધી અનાજની કીટ અને આયુર્વેદિક દવાઓ પોહચાડી હતી. તો સાથે જ અમિત શાહની ટિમ દ્વારા પણ 40 થી 50 હજાર અનાજ કીટનું વિતરણ ક,તે જ રીતે પરપ્રાંતી શ્રમિકોને બસ અને ટ્રેન દ્વારા તેમના રાજ્યમાં મોકલવાનું ઉમદા કામ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી એ પોતાના વ્યસ્ત સમયમાંથી મત વિસ્તાર માટે સમય નીકળીને બુથ અને વોર્ડમાં કામ કરતા તમામ કાર્યકરો સાથે ટેલિફોનિક વાત કરી પોતાની લોકસભા મત વિસ્તારમાં નાગરિકોની સમસ્યાનું સમાધાન કરવાનો પણ પ્રત્યાસ કર્યો હતો.તે જ રીતે કેન્દ્રીય રાજ્ય મંત્રી પુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવયા પણ પોતાના જિલ્લામાં જરૂરત મંદ લોકોને મદદ પોહચાડી હતી.તો ઝૂમ એપ દ્વારા આ તમામ કેન્દ્રીય મંત્રીઓ એ ગુજરાત ભાજપના કાર્યકરોને સૂચન કરી લોકોની સમસ્યા નિરાકરણ કર્યું હતું,

ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ જમીન સ્તર પર કામ કર્યું

જો પ્રદેશ ભાજપની વાત કરવામાં આવે તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાવનગર બેસી સમગ્ર રાજ્યમાં કાર્યકરોને વિડીયો કોન્ફ્રન્સથી દર્શન આપવાની સાથે સાથે પોતાના મત વિસ્તાર અને ભાવનગર જિલ્લામાં જમીન પર ઉતરી જરૂરત મંદ લોકોને અનાજ કીટ વિતરણ, ભોજન, આયુર્વેદિક દવાઓ અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળી લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તો જયારે પ્રદેશ ભાજપના હોદેદારો એ સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડીયો કોન્ફ્રન્સમાં કરતા નજરે ચડેલા પરંતુ જમીની કામ એ માત્ર ગણિયા ગાંઠિયા લોકો દ્વારા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - ગુજરાત હાઈકોર્ટે સરકારના કર્યા વખાણઃ ટીકા કરવાથી મૃત વ્યક્તિઓ ફરી જીવતા નહીં થાય

વિપક્ષ સરકારને ઘેરવામાં સફળ રહ્યું

કોરોના મહામારી સમયમાં સરકારની કામગીરીને ઘેરવામાં વિપક્ષ કોંગ્રેસ સફળ રહ્યું જયારે સરકારનો બચાવ કરવામાં પ્રદેશ ભાજપ અને તેનું આઇટી સેલ નિષ્ફ્ળ પુરવાર થયું છે. કોંગ્રેસ દ્વારા કોરોના ટેસ્ટના આંકડા, સરકારી હોસ્પિટલોમાં સુવિધાનો અભાવ, પરપ્રાંતીય શ્રમિકોને મોકલવાની કામગીરી, N95 માસ્કની કિંમતનો મામલો, ધમણ વેન્ટિલેટરનો મામલો, ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા રાજકોટમાં કરવામાં આવેલા દેખાવો, ગુજરાતમાં વધીરહેલા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરની બદલી સહિત મીડિયા પર પ્રદેશ ભાજપના નેતાઓ દ્વારા ટ્વીટર પર કરવામાં આવેલ ટિપણીઓ અંગે ભાજપ સંગઠન સરકારને બચવામાં વામન પુરવાર થયું છે.

ગુજરાતમાં એક સમય એવો પણ હતો જયારે સરકાર અને સંગઠનું યોગ્ય સંકલન કરી સમગ્ર દેશમાં પ્રદેશ ભાજપે પોતાની સરકાર અને સંગઠનની તાકાતના દર્શન કરાવ્યા હતા. પરંતુ વર્તમાન સમયમાં ગુજરાત સરકાર અને સંગઠનનાં તાલમેલના અભાવે સરકાર અનેક મોર્ચે નિષ્ફ્ળ રહી છે. તો સંગઠન પણ નિષ્કિય થયું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે, આગામી દિવસોમાં સરકાર અને સંગઠનમાં કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે.​

આ પણ જુઓ - 
First published: June 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading