Home /News /gujarat /

ગુજરાતમાં મેં મહિનામાં આ 11 દિવસ બેંક રહેશે બંધ, તારીખો નોંધીને ફટાફટ પતાવી દો કામ

ગુજરાતમાં મેં મહિનામાં આ 11 દિવસ બેંક રહેશે બંધ, તારીખો નોંધીને ફટાફટ પતાવી દો કામ

દરેક રાજ્યમાં પોતપોતાના તહેવાર અનુસાર રજા આપવાનો નિયમ હોય છે. 

Bank Holiday List: રિઝર્વ બેંક (RBI) રજાનું કેલેન્ડર બહાર પાડે છે. જેમાં તારીખથી વાર સુધી જણાવવામાં આવે છે

ગાંધીનગર:  મે (Bank holidays in May 2022) મહિનો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે જે લોકો બેંકને (Bank) લગતા કામકાજ કટાફટ પતાવવા ઇચ્છતા હોય તેઓએ અગાઉથી જ મે મહિનાની રજાઓ જોઇ લેવી જોઈએ. જેથી તમારે ધક્કા ખાવાનો વારો ન આવે અને તમારું કામ પણ ફટાફટ પૂર્ણ થઇ જાય. રિઝર્વ બેંક (RBI) દર વર્ષે રજાનું કેલેન્ડર બહાર પાડે છે. જેમાં તારીખથી વાર સુધી જણાવવામાં આવે છે કે, કયા રાજ્યમાં કયા દિવસે બેંકો બંધ રહેશે. તેઓ રાષ્ટ્રીય રજાઓનો પણ ઉલ્લેખ કરે છે કે, જે દિવસે દેશભરમાં એક સાથે બેંકો બંધ રહે છે. દરેક રાજ્યમાં પોતપોતાના તહેવાર અનુસાર રજા આપવાનો નિયમ હોય છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ત્રણ કેટેગરીમાં રજાઓની યાદી બહાર પાડે છે. જેમાં, પ્રથમ નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ મુજબ રજાઓ હોય છે, બીજી વાસ્તવિક સમયની ગ્રોસ સેટલમેન્ટ રજાઓ હોય છે અને ત્રીજા નંબરે બેંક ક્લોઝિંગ એકાઉન્ટની રજાઓ હોય છે. આ ત્રણ રીતે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે બેંકની રજાઓ નક્કી કરવામાં આવે છે.

રાષ્ટ્રીય સ્તરની રજાઓ શનિવાર, રવિવાર અથવા હોળી, દિવાળી અથવા દશેરા જેવાં તમામ મોટા તહેવારો પર હોય છે. જોકે, અહીં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, બેંકોની રજાઓ મુખ્યત્વે રાજ્યોના તહેવારો પર નિર્ભર હોય છે. જે રાજ્યમાં બેંક છે ત્યાંની રજાઓ તે રાજ્યના તહેવારો પરથી નક્કી કરવામાં આવશે. આ રજાઓ દરેક રાજ્યમાં બદલાઈ શકે છે. એટલે કે જે દિવસે દિલ્હીમાં બેંકો બંધ હોય તે દિવસે હરિયાણામાં પણ બંધ રહે તે જરૂરી નથી. દિલ્હીમાં તહેવારના કારણે બેંકો બંધ હોઈ શકે છે પરંતુ હરિયાણામાં જો તહેવાર ઉજવવામાં ના આવતો હોય તો ત્યાં તે વિસે ચાલુ રહે છે. આવી જ સ્થિતિ છઠ પૂજા વખતે જોવા મળતીકારણ કે બિહાર-યુપીમાં છઠ પર બેંકો બંધ રહે છે, જ્યારે અન્ય રાજ્યોમાં એ દિવસે બેંકોનું કામકાજ ચાલુ રહે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ વખતે મે મહિનામાં બેંકો કેટલાં દિવસ બંધ રહેશે. જેની યાદી નીચે મુજબ છે.

આ પણ વાંચો - Land Grabbing: મહેસાણાના અલોડા ખાતે તળાવનો દસ્તાવેજ કરી ભાજપ નેતાઓને બારોબાર વેચી મારવાનો આરોપ

આ 4 દિવસ બેંકોમાં રહેશે રજા - 

2 મે (સોમવાર) : રમઝાન-ઈદ
૩ મે (મંગળવાર) : ભગવાન શ્રી પરશુરામ જયંતિ/રમઝાન ઇદ/બસવ જયંતિ
9 મે (સોમવાર) : અક્ષય તૃતીયા
૧૬ મે (સોમનાર) - રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ

આ સિવાય મહિનામાં અન્ય રજાઓમાં બીજો અને ચોથો શનિવાર એમ 2 દિવસ  અને 5 મહિનામાં કુલ 5 રવિવારની રજા આવે છે. ત્યારે એમ 7 દિવસ પણ રજા આવે છે. ત્યારે મે મહિનામાં કુલ 11 રજાઓ આવશે. નોંધનીય છે કે, RBI કેલેન્ડર મુજબ દર મહિનાના રવિવાર અને બીજા અને ચોથા શનિવાર બેંકોમાં રજા હોય છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Bank holiday, ગાંધીનગર, ગુજરાત

આગામી સમાચાર