બનાસ ડેરીની અનોખી પહેલ, હવે દૂધ મંડળીઓ મારફતે વેચશે બટાકા

પ્રતીકાત્મક તસવીર

બનાસકાંઠા જિલ્લાના ડીસાને આમ તો બટાકાની નગરી તરીકે ઓળખવામાં આવે છે.

 • Share this:
  બનાસકાંઠા: હવે બનાસ ડેરીના (Banas Dairy) માધ્યમથી લોકો બજારથી સસ્તા ભાવે બટાકા ખરીદી શકશે. બનાસ ડેરી હવે લોકોને ઘર આંગણે બટાકા (potato) પહોંચાડશે. દૂધ મંડળીઓ મારફતે હવે બટાકાનું વેચાણ કરવામાં આવશે. 16 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બટાટા વેચવામાં આવશે.

  હવે, બનાસ ડેરી સાથે જોડાયેલી દૂધ મંડળી પર બટાકા વેચવાનો નિર્ણય કરાયો છે. 16 રૂપિયા કિલોના ભાવથી ઉત્તમ ક્વોલિટીના બટાકા વેચાણમાં મૂકવાનો બનાસ ડેરીએ નિર્ણય લીધો છે. તેથી હવે ગામની દૂધ મંડળીમાંથી પણ બટાકા ખરીદી શકાશે. બનાસ ડેરી દ્વારા પાંચ કિલો ગ્રામની બેગના પેકિંગમાં દૂધ મંડળીઓને બટાકા મોકલવામાં આવશે. જ્યાંથી દૂધ ઉત્પાદકો અને સામાન્ય પ્રજા પણ બટાકા ખરીદી શકશે.

  રવિવારે બહાર જવાનું વિચારી રહ્યાં છો? તો જાણો, ગુજરાતનાં આ વિસ્તારોમાં છે ભારે વરસાદની આગાહી

  નોંધનીય છે કે, હાલ સામાન્ય પ્રજાને બટાકા બજારમાંથી 20 રુપિયાની આસપાસ બટાકા મળી રહ્યાં છે. તેનાથી ઓછા ભાવે આ ડેરી બટાકા વેચશે તો લોકોને ફાયદો થવાનો છે.

  અમદાવાદ: પતિ કમાવવું ન પડે તે માટે બન્યો વ્યંડળ, પત્નીએ ચબરાકીથી આ રીતે શીખવાડ્યો પાઠ  મહત્ત્વનું છે કે, બનાસકાંઠા જિલ્લાના ડીસાને આમ તો બટાકાની નગરી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બટાકાના ભાવમાં સતત મંદી હોવાના કારણે ખેડૂતો અને વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને બટાકામાં છેલ્લા પાંચ વર્ષથી મંદીના કારણે ડીસાના અનેક ખેડૂતો અને વેપારીઓએ આત્મહત્યા પણ કરી હતી, પરંતુ આ વર્ષે બટાકાના ભાવમાં અચાનક ઉછાળો આવતાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે 66 હજાર હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષે સારા ભાવ મળી રહે તે આશયથી ખેડૂતોએ ફરી એકવાર પોતાના ખેતરોમાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું.
  Published by:Kaushal Pancholi
  First published: