Home /News /gujarat /Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, કડી બેઠક પર છે ભાજપ કોંગ્રેસની કાંટાની ટક્કર, જાણો રાજકીય ગણિત

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, કડી બેઠક પર છે ભાજપ કોંગ્રેસની કાંટાની ટક્કર, જાણો રાજકીય ગણિત

Kadi Assembly Constituency: કડી વિધાનસભા બેઠક પર એક સમયે ભાજપે જીતની હેટ્રીક લગાવી હતી. જોકે છેલ્લી ચાર ટર્મની વાત કરીએ તો અહીં ભાજપ કોંગ્રેસ વચ્ચે બરોબરનો જંગ છે.

Kadi Assembly Constituency: કડી વિધાનસભા બેઠક પર એક સમયે ભાજપે જીતની હેટ્રીક લગાવી હતી. જોકે છેલ્લી ચાર ટર્મની વાત કરીએ તો અહીં ભાજપ કોંગ્રેસ વચ્ચે બરોબરનો જંગ છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી  2022(Gujarat Assembly Election 2022): રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ થઇ રહી છે, વિધાનસભા બેઠકો પર જીત મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત રાજકીય પક્ષો દ્વારા મહેનત શરૂ દેવામાં આવી છે. આ સંજોગોમાં છેલ્લી ચાર ટર્મથી ભાજપ કોંગ્રેસ વચ્ચે સરખો જંગ ધરાવતી કડી બેઠક પર શું છે રાજકીય ગણિત આવો સમજીએ. કડી વિધાનસભાની (Kadi assembly Seat) વાત કરીએ તો અહી મોટા ભાગે ભાજપનો કબ્જો રહ્યો છે. કડી વિધાનસભા બેઠક 2012થી એસસીની બેઠક રહી છે. 2002 પછીની ચૂંટણીની વાત કરીએ તો એક વખતે ભાજપ અને બીજી વખતે કોંગ્રેસે બાજી મારી છે.

  કડી બેઠકની (kadi assembly constituency) ખાસિયતો

  કડી વિધાનસભામાં 1975માં ભારતિય જનસંધે સૌથી પહેલા વિજય મેળવ્યો હતો. જ્યારે 1990માં ભાજપના નિતિન પટેલ જીત્યા ત્યારે ભાજપના અહીં શ્રીગણેશ થયા હતા. નિતિન પટેલ અહીથી ચાર વખત વિધાનસભા સીટ જીતી ચૂક્યા છે, જેમાં 1990, 1995, 1998 અને 2007માં ચૂંટણી જીત્યા હતા.

  2012માં કડી બેઠક અનામત થતા નિતિન પટેલ મહેસાણા સીટ ઉપર ચૂંટણી લડ્યા અને જીતનો સ્વાદ ચાખ્યો હતો. 2002માં ગોધરાકાંડ બાદ રાજ્યમાં હિન્દુત્વની લહેર હોવાથી ભાજપની 128 બેઠકો સાથે જીત થઇ હતી.

  જો કે મોટો સેટબેક સર્જોયો અને ભાજપના કદ્દાવર નેતા અને તત્કાલિન પ્રધાન એવા નિતિન પટેલને કોગ્રેસના દિગ્ગજ નેતા બળદેવજી ઠાકોરે ઘર ભેગા કરી દીધા હતા. તો નિતિન પટેલે કડીમાં પાંચ વર્ષમાં સખત મહેનત કરી અને 2007માં બળદેવજી ઠાકોર સાથે રાજકીય હિસાબ ચુકતે કર્યો હતો અને નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી બન્યા હતા.

  કડી બેઠક પર કેવા છે જાતિગત સમીકરણો?

  2010ની વસ્તી ગણતરી મુજબ ગુજરાત વિધાનસભાની બેઠકોનુ સિમાંકન કરાયું હતું. જેમાં કડી બેઠક અનામત બેઠક બની હતી. 2012માં ભાજપે અહીંથી ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતુ નરેશ કનોડિયાને મેદાનમાં ઉતાર્યા હતા,

  પરંતુ કોંગ્રેસના સમાન્ય પણ જનતામાં કસાયેલા નેતા એવા રમેશ ચાવડા સામે હિતુ કનોડિયાનો સ્ટારડમ ન ચાલ્યો અને જનતાની વચ્ચે રહેનારા કાર્યકર્તાને મતદારોએ પસંદ કર્યો હતો.

  વર્ષ 2017માં નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલના વિશ્વાસું એવા અને જનતામાં સતત કાર્યશિલ રહેનારા કરસન સોલંકીને ભાજપે ટિકીટ આપી અને તેઓએ કોંગ્રેસના રમેશ ચાવડાને મ્હાત આપી હતી. આ જીતમાં નિતિન પટેલ અને તેમની ટીમે કરેલી મહેનત રંગ લાવી હતી.

  ગુજરાત વિધાનસભાની મહેસાણા જીલ્લાની કડી વિધાનસભા બેઠકના જાતીય ગણિતની વાત કરીએ તો પાટીદાર 26.7 ટકા, ઠાકોર 21.8 ટકા, રાજપૂત 2.8 ટકા, સવર્ણ 3.2 ટકા, મુસ્લિમ 9.6 ટકા, ઓબીસી 16.1 ટકા, અને એસ.સી. જાતિના 19.4 ટકા મતદારો છે.

  આ પણ વાંચો - Gujarat Election 2022: પાટણની ચાણસ્મા બેઠકનો કેવો છે રાજકીય ઈતિહાસ ? જાણો 2022માં કેવા છે પરિબળો


  આમ આ બેઠક પર જોવા જઈ એ તો એસ.સી. મતદારોની સાથોસાથ ઓબીસી અને પાટીદાર મતદારો પણ એટલાં જ પ્રભાવી સાબિત થાય છે. જો કે સીમાંકન પૂર્વે ભાજપની કમિટેડ બેઠક રહેલી કડી સીમાંકન બાદ કોંગ્રેસના ફાળે ગઈ છે. તેથી આ સમયે કડી બેઠક પર બંને રાજકીય પક્ષો માટે રસાકસી જોવા મળશે.

  નવા સીમાંકન બાદ આ બેઠકમાં કડી તાલુકામાં મોટાભાગના ગામોનો સમાવેશ થાય છે. કડી બેઠક પર કુલ 2,41,285 મતદારો છે. જેમાં 1,25,791 પુરુષ મતદારો અને 1,15,488 મહિલા મતદારો છે. આ બેઠક પર 268 જેટલાં પોલીંગ બુથ છે.

  આમ કડી બેઠક ઉપર ઉમેદવારોની ભરમાર છે અને હવે સ્થાનિક અને બહારના નેતાઓને લઇને જુથબંધી તેજ બની ગઈ છે. તેના સાથે રાજકીય આંતરિક લડાઇ પણ તેજ બની છે, જે પણ નેતાઓ અહીંથી ચૂંટણી લડવા માંગે છે તેમને એ વાતનો ખ્યાલ છે કે અહીંથી વિધાનસભા પહોંચવુ નક્કી છે,

  પરિણામે તમામ દાવેદારો પોતાના ગોડફાધરના આશીર્વાદ માટે લોંબીંગ કરી રહ્યા છે, કેટલાક નેતાઓએ તો દિલ્હીના આંટા ફેરા વધારી દીધા છે, જોકે કોને ટિકિટ આપવી ના આપવી તે બાબત નો આખરી નિર્ણય બીજેપી પાર્લામેન્ટરી બોર્ડ લેશે.

  કડી વિધાનસભા બેઠક પર ચૂંટણીઓ
  ચૂંટણી વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017કરસનભાઇ સોલંકીભાજપ
  2012રમેશભાઇ ચાવડાકોંગ્રેસ
  2007નિતીનકુમાર પટેલભાજપ
  2002બલદેવજી ઠાકોરકોંગ્રેસ
  1998નિતીનકુમાર પટેલભાજપ
  1995નિતીનકુમાર પટેલભાજપ
  1990નિતીનકુમાર પટેલભાજપ
  1985કરસન ઠાકોરકોંગ્રેસ
  1980કરસન ઠાકોરકોંગ્રેસ
  1975પ્રહલાદ પટેલબીજેએસ
  1972ગોવિંદભાઇ પરમારકોંગ્રેસ
  1967પી એન પરમારSWA
  1962નટવરલાલ પટેલકોંગ્રેસ

  કડી બેઠક પર વિવાદો

  - કડી શહેરમાં આવેલા કરણનગર રોડ પરના આશુતોષ સોસાયટીની પાણીની ટાંકી પાસે કચરાના ઢગલમાંથી એકાએક અજાણ્યા કોઈ વ્યક્તિએ મોટી સંખ્યામાં ફેકી દીધેલા જૂના ચૂંટણી કાર્ડ મળી આવતા સ્થાનિકોએ આ મામલે તંત્રને જાણ કરી હતી.

  જેથી રજાના દિવસે આ ઘટના બનતા કડી મામલતદાર અને નાયબ મામલતદાર ધર્મેન્દ્રસિંહ પોતાના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા તેમજ ફેંકી દેવાયેલા તમામ ચૂંટણી કાર્ડને પંચનામું કરી કાર્ડ કબ્જે કરી વધુ તપાસ આદરી હતી.

  મળતી માહિતી પ્રમાણે કુલ 700 થી વધુ જૂના ચૂંટણી કાર્ડ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. આ બાબતે કોંગ્રેસ અને બીજેપી નેતાઓ પણ આમને-સામને આવી ગયા હતા. તેવામાં એક વખત ફરીથી આગામી ચૂંટણીને લઈને આવા વિવાદો સપાટી ઉપર આવી શકે છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, કડી

  विज्ञापन
  विज्ञापन