વિધાનસભા પેટાચૂંટણી : રાધનપુરમાં અલ્પેશ,બાયડમાં ધવલસિંહને ભાજપની લીલીઝંડી

News18 Gujarati
Updated: September 25, 2019, 3:27 PM IST
વિધાનસભા પેટાચૂંટણી : રાધનપુરમાં અલ્પેશ,બાયડમાં ધવલસિંહને ભાજપની લીલીઝંડી
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ફાઇલ તસવીર

ગુજરાત વિધાસનભાની (Gujarat Assembly byelection) પેટાચૂંટણી અંગે ભાજપની પાર્લામેન્ટરી બૉર્ડની બેઠક પૂર્ણ

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : ગુજરાત વિધાસનભાની (Gujarat Assembly byelection)પેટાચૂંટણી અંગે ભાજપની પાર્લામેન્ટરી બૉર્ડ દ્વારા અલ્પેશન ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલાને (Dhavalsinh Zala) લીલીઝંડી આપવામાં આવી છે. આગામી 21મી ઑક્ટોબરે યોજાનારા વિધાનસભાની 6 બેઠકો પરની પેટાચૂંટણી માટે ભાજપે મુરતિયાઓની પસંદગીની આખરી ઓપ આપી દીધો છે. રાધનપુર બેઠક પર અલ્પેશ અને બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાને પ્રચાર શરૂ કરી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

રાજ્યમાં 21મી ઑક્ટોબરે 6 વિધાનસભામાં પેટાચૂંટણીઓ યોજાશે. અમદાવાદની અમરાઈવાડી, સાબરકાંઠાની ખેરાલુ, બનાસકાંઠાની થરાદ, મહિસાગરની લુણાવાડા, તેમજ પાટણના રાધનપુર, અરવલ્લીની બાયડ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીઓ થશે. આ બેઠકો માટે ભાજપે આજે મનોમંથન કરી કેટલાક નામોની ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  ગુજરાત વિધાનસભા પેટા-ચૂંટણી : 6 બેઠક પર ભાજપમાંથી કયા નામોની ચર્ચા?

અમરાઈવાડીમાં રમેશ કાંટા વાળા હોટફેવરિટ

અમરાઈવાડી વિધાનસભા બેઠક માટે સેવાસદનની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પ્રવિણ પટેલ, પૂર્વ નાયબ મેયર અને શહેર મહામંત્રી કમલેશ પટેલ અને રમેશ પટેલ ઉર્ફે રમેશ કાંટા વાળાના નામની ચર્ચાઓ થઈ હતી. એક પ્રધાનના ખાસ હોવાના કારણે અમરાઈવાડીમાં રમેશ કાંટા વાળા પ્રબળ દાવેદાર છે.થરાદમાં શંકર ચૌધરી અને શૈલેષ પરબત પટેલ

બનાસકાંઠાની થરાદ બેઠક પર ભાજપ પૂર્વ મંત્રી શંકર ચૌધરી, અથવા તો સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પરબત પટેલા નામની ચર્ચા કરી છે. પરબત પટેલ મંત્રી હતા પરંતુ તેમને સંસદમાં લઈ જવાતા આ બેઠક પર તેમના પુત્રને ટિકિટ મળે તેના માટે ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે.

આ પણ વાંચો :  ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો ડુંગળી રૂ. 950ના ભાવે વેચાઈ

ખેરાલુમાં રમીલા દેસાઈ, રામસિંહ ડાભી

ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી પાટલના સાંસદ તરીકે વિજયી થતાં આ બેઠક ખાલી પડી છે. પાર્લામેન્ટરીન બૉર્ડમાં આ બેઠક માટે ધારાસભ્યના ભાઈ રામસિંહ ડાભી અને રમીલા દેસાઈના નામની ચર્ચા કરવામાં આવી છે. દાવેદારો અને નેતાઓએ પેટાચૂંટણીમાં ટિકિટ માટે કેન્દ્રીય નેતૃત્વ પર દબાણ સર્જવાની શરૂઆત કરી છે. જોકે, ભારતીય જનતા પાર્ટીમાં કોને ટિકિટ મળશે તેનો નિર્ણય પાર્ટીનું શિર્ષ નેતૃત્વ જ કરતું હોય છે.

 
First published: September 25, 2019, 3:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading