કોરોનાના કહેર વચ્ચે ગુજરાતનું આ ગામ છે 'કોરોના મુક્ત', હજી સુધી નથી નોંધાયો એકપણ કેસ

કોરોનાના કહેર વચ્ચે ગુજરાતનું આ ગામ છે 'કોરોના મુક્ત', હજી સુધી નથી નોંધાયો એકપણ કેસ
ફાઇલ તસવીર

રાજ્યમાં એક એવો વિસ્તાર છે જ્યાં હજી સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

 • Share this:
  દેશ સહિત ગુજરાતભરમાં (Gujarat) કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં તો એક દિવસનાં જ છ હજારથી વધુ કોરોનાના કેસો (coornavirus) નોંધાવવા લાગ્યા છે. કોરોનાની બીજી લહેરે ગામડાઓમાં પણ હાહાકાર મચાવ્યો છે. પહેલી લહેર ગામડાઓ સુધી પહોંચી ન હતી, ગ્રામીણ વિસ્તારમાંથી થોડા થોડા કેસો નોંધાતા હતા. પરંતુ બીજી લહેરે ગામડાઓ સુધી પહોંચી છે. ત્યારે રાજ્યમાં એક એવો વિસ્તાર છે જ્યાં હજી સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. ગુજરાતના અમરેલી (Amreli) જિલ્લાના શિયાળ બેટ (shiyal bet) ગામ કોરોનાના કહેરના 1 વર્ષ પછી પણ કોરોનામુક્ત (corona free) ગામ છે. તો બીજી તરફ અહીં વેક્સિનેશનની (corona vactination) કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.

  બોટ મારફતે જ ગામમાં પહોંચી શકાય છે  શિયાળ બેટ ચારે તરફથી અરબી સમુદ્રથી ઘેરાયલું છે. ગુજરાતનો આ એક એવો વિસ્તાર છે, જ્યાં માત્ર દરિયાઇ માર્ગે હોડી કે બોટ થકી જ જઇ શકાય છે. ચારે તરફ ખારું પાણી હોવા છતાં ત્યાં મીઠા પાણીના કુવા અને વાવ છે. શિયાળ બેટના લોકો કામ વગર અવરજવર કરતા નથી. જેથી તેઓ લોકોનાં સંપર્કમાં ઓછા આવે છે. શિયાળ બેટમાં કોઇપણ વ્યક્તિને જવું હોય તો પીપાવાવ જેટી નજીકથી ખાનગી બોટ મારફત શિયાળ બેટ ગામમાં પહોંચી શકાય છે. ગ્રામજનો સાથે આરોગ્ય વિભાગના લોકો પણ શિયાળ બેટ બોટ મારફતે જ અવર-જવર કરે છે.

  ગુજરાતનો પ્રથમ કિસ્સો: સુરતમાં માત્ર જ 14 દિવસનાં બાળકનું કોરોનાથી મોત

  શિયાળ બેટના સરપંચ હમીરભાઈ શિયાળે આ અંગે જણાવ્યું હતું કે, હજુ સુધી અહીં એકપણ કોરોનાનો કેસ આવ્યો નથી. જ્યારથી કોરોનાનો કહેર ચાલુ થયો છે ત્યારથી અમારા ગામમાં કોઇને કોરોનાનું સંક્રમણ લાગ્યું નથી. અહીં વેક્સિનની પણ કામગીરી ચાલુ છે. અત્યારસુધીમાં 500 ઉપરાંત લોકોને વેક્સિન આપવામાં આવી છે. અમારા ગામના રહેવાસીઓ કામ વગર બહાર આવતા કે જતા નથી.

  અમદાવાદ સિલિન્ડર બ્લાસ્ટ: વહેલી સવારે પાણી ગરમ કરવા જતા થયો જોરદાર ધડાકો, આસપાસના લોકોને લાગ્યું ભૂકંપ આવ્યો

  નોંધનીય છે કે, રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6690 નવા કેસ નોંધાયા છે. આ સાથે 2748 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં 23, સુરત શહેરમાં 22, રાજકોટ શહેરમાં 5, વડોદરા શહેરમાં 4, સુરત જિલ્લામાં 3, બનાસકાંઠા અને રાજકોટ જિલ્લામાં 2-2, આણંદ, ભરૂચ,છોટા ઉદેપુર, ગાંધીનગર, જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લામાં 1-1 મળી કુલ 67 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.
  Published by:Kaushal Pancholi
  First published:April 14, 2021, 15:37 pm

  ટૉપ ન્યૂઝ