હાર્દિક પટેલની CM રૂપાણીને વિનંતી, 'ગુજરાતની જનતાને કોરોના મહામારીથી બચાવવા અમને કામ આપો'

હાર્દિક પટેલની CM રૂપાણીને વિનંતી, 'ગુજરાતની જનતાને કોરોના મહામારીથી બચાવવા અમને કામ આપો'
હાર્દિક પટેલ ફાઇલ તસવીર

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કોરોના મહામારીમાં કૉંગ્રેસને પણ મદદ કરવા દેવાની વિનંતી કરી છે.

 • Share this:
  રાજ્યમાં (Gujarat) કોરોનાના (Coronavirus) કહેર વચ્ચે ગુજરાત કૉંગ્રેસના (Gujarat congress) નેતા હાર્દિક પટેલે (Hardik patel) મુખ્યમંત્રી વિજય રૂપાણીને (CM Vijay Rupani) સંબોધીને એક ટ્વિટ કરી છે. જેમાં તેમણે મુખ્યમંત્રીને કોરોના મહામારીમાં કૉંગ્રેસને પણ મદદ કરવા દેવાની વિનંતી કરી છે. નોંધનીય છે કે, આ પહેલા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ (Amit Chavda) લોકોને નિઃશુલ્ક વહેંચી શકાય તે માટે રાજ્ય સરકાર પાસે 10,000 રેમડેસિવિર ઇન્જેક્શનની માગણી કરી છે. આ સાથે કોરોના વાયરસના દર્દીઓને મદદરૂપ થવા માટે કૉંગ્રેસે હેલ્પલાઇન નંબર 9099902255 પણ શરૂ કરી છે.

  હાર્દિકની વિનંતી  હાર્દિક પટેલે સીએમ વિજય રૂપાણીને ટ્વિટ કરતા કહ્યું કે, શ્રી વિજયભાઇ રૂપાણી (મુખ્યમંત્રી, ગુજરાત) અમે તમારી સામે ગુજરાતની જનતાને કોરોના મહામારીથી બચાવવા તથા મદદ કરવા માટે વિનંતી કરીએ છીએ. અમારા કૉંગ્રેસ પક્ષ પાસે 65 ધારાસભ્યો છે તો તમે અમને પણ કામ કહો જેથી સરકારની જનતાના હિતમાં મદદ કરી શકીએ. આ મહામારીમાં સાથે મળીને કામ કરવું પડશે.

  'આ સરકાર જનતાને કેટલું પરેશાન કરશે'

  સીએમને ટ્વિટ કર્યાના થોડા કલાકો પહેલા હાર્દિકે અન્ય એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, 'ગુજરાતની જનતા ક્યાં ક્યાં લાઈન લગાવશે. પહેલા કોરોના પરીક્ષણ માટે લાઇનમાં, ત્યારબાદ હૉસ્પિટલમાં પથારી માટે લાઇન લગી, ત્યારબાદ રેમડેસિવીર માટે લાઇન લગાવી અને હવે તેમના પરિવારોની લાશો માટે પણ લાઇન લગાવવી પડે છે. આ સરકાર જનતાને કેટલું પરેશાન કરશે.'

  ડાંગમાં બોગસ ડૉક્ટરોનો રાફડો: 311 ગામોમાં આશરે 80થી વધુ ડિગ્રી વગરનાં ડૉક્ટરો, તપાસ તેજ  કૉંગ્રેસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

  શુક્રવારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લોકોને નિઃશુલ્ક વહેંચી શકાય તે માટે રાજ્ય સરકાર પાસે 10,000 રેમડેસિવિર ઇન્જેક્શનની માગણી કરી હતી. કોરોના વાયરસના દર્દીઓને મદદરૂપ થવા માટે કૉંગ્રેસે હેલ્પલાઇન નંબર 9099902255 પણ શરૂ કરી છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું ક, હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરીને કોરોના વાયરસ અંગેની કોઈપણ માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે. આ સાથે ચાવડાએ કોરોના વાઇરસની પરિસ્થિતિને જોતાં સર્વપક્ષીય બેઠક બોલાવવાની પણ માગ કરી છે.

  ઠગાઈ! સુરતમાં રેમડેસિવીર લેવાની લાંબી લાઇનો વચ્ચે OLX પર 1200માં વેચાવવાની પોસ્ટ Viral

  ચાવડાએ જણાવ્યું કે કોરોના RT-PCR ટેસ્ટ માટે બૂથ ઊભા કરવા કૉંગ્રેસ ગુજરાત સરકારને બધી રીતે મદદ કરવા તૈયાર છે. કૉંગ્રેસ કાર્યાલયોમાં મેડિકલ સુવિધા ઊભી કરવા આ માટે કૉંગ્રેસ તૈયાર છે. અમદાવાદ અને સુરતમાં કોવિડ કૅર સેન્ટર કરવા માટે અમે સરકાર પાસે પરવાનગી માગી છે. આ બે શહેરો બાદ કૉંગ્રેસ પક્ષ રાજ્યના બીજા જિલ્લા અને તાલુકા મથકોમાં પણ કોવિડ સેન્ટર શરૂ કરશે.
  Published by:Kaushal Pancholi
  First published:April 17, 2021, 11:31 am

  ટૉપ ન્યૂઝ