Home /News /gujarat /આંદોલનકારી પ્રવીણ રામ AAPમાં જોડાયા, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સાથે કરી હતી મુલાકાત

આંદોલનકારી પ્રવીણ રામ AAPમાં જોડાયા, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સાથે કરી હતી મુલાકાત

મનીષ સિસોદિયા સાથે પ્રવીણ રામ

ગત રવિવારે જ્યારે દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરતનાં પ્રવાસે આવ્યા હતા ત્યારે પ્રવીણ રામ સાથે બંધબારણે મુલાકાત કરી હતી.

    ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) પહેલા આમ આદમી પાર્ટી (AAP) વધારે સક્રિય થતી દેખાય રહી છે. પક્ષમાં એક પછી એક જાણીતા લોકો જોડાઇ રહ્યાં છે. આપમાં પહેલા ઇશુદાન ગઢવી પછી મહેશ સવાણી અને હવે આજે જનઅધિકાર મંચના અધ્યક્ષ અને આંદોલનકારી તરીકે ઓળખાતા પ્રવીણ રામ (Pravin Ram) પણ આપ સાથે જોડાયા છે. નોંધનીય છે કે, ગત રવિવારે જ્યારે દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરતનાં પ્રવાસે આવ્યા હતા ત્યારે પ્રવીણ રામ સાથે બંધબારણે મુલાકાત કરી હતી.

    બંધબારણે કરી હતી બેઠક

    રવિવારે પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આજ રોજ સુરત ખાતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ ક્રાંતિના જનક મનીષ સિસોદિયાજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી. માનનીય કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હી સરકારમાં પ્રજાહિત માટે ચાલતા કાર્યોની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી. દિલ્હી સરકારના પ્રજાહિત માટેના કાર્યો તેમજ માનનીય અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાજીના પ્રજાહિત માટેના વિચારો જાણીને ખુબ જ આનંદ થયો. આ મિટિંગમાં ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ, આપ નેતા ઇસુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને અન્ય જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા.

    અમદાવાદમાં હિટ એન્ડ રન: બેફામ કાર રસ્તા પર સૂતા શ્રમજીવીઓ પર ફરી વળી, મહિલાનું મોત



    રવિવારે મહેશ સવાણી જોડાયા

    રવિવારે સુરતમાં સમાજ સેવક મહેશ સવાણી પણ આપમાં જોડાયા હતા. ત્યારે જણાવ્યું હતુ કે, મારી પાસે ત્રણ વિકલ્પ હતા. એક 80 થી 82 વર્ષ જૂનું મકાન, એક 20 થી 22 વર્ષનું એલીવેશન વાળું મકાન અને એક ખુલ્લો પ્લોટ આ ત્રણમાંથી મેં ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે. આ પ્લોટ પસંદ કરતી વખતે મેં ઘણાને પૂછ્યું હતું કે, હું જોડાઈ શકું.તો ઘણા એ મને કહ્યું કે, તમને હેરાન કરશે.તો મે જવાબ આપ્યો કે વધુ વધુ માં શું કરશે મારા ધંધાને નુકસાન કરશે, ફેમિલી ને હેરાન કરશે.પરંતુ કોઈ કે તો કાંતિકારી વિચારતો લાવવા પડશે. એટલે હું આપમાં જોડાયો છે.અને વધારેમાં વધારે તો મને ગોળી મારશે. હું કફન બધીને નીકળ્યો છું. ગોળી ખાવા તૈયાર છું. હું કોઈ સમાજ નો નથી.હું કોઈ ઉદ્યોગપતિ નથી.હું સમાજ સેવામાં માનનારો છું.

    Live video: પાલનપુરની મહિલાએ વોશિંગ મશીન ખોલ્યું તો એકદમ ડરી ગઇ, રેસ્ક્યૂ ટીમે બે કલાકની જહેમતે ચાર સાપ કાઢ્યા
    " isDesktop="true" id="1109349" >

    હાર્દિક પટેલે આપમાં જોડાવવાની પાડી હતી ના

    થોડા દિવસો પહેલા ગુજરાત કૉંગ્રેસનાં નેતા હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી અનેક અટકળો પણ ચાલી રહી હતી. જે બાદ હાર્દિક પટેલે ખુલાસો કરવાની ફરજ પડી હતી. આમ આદમી પાર્ટીમાં જોડાવવાને લઇને હાર્દિક પટેલે સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે, જ્યાં છું ત્યાં બરાબર છું. સાથે જ હાર્દિક પટેલે કહી દીધું કે, આમ આદમી પાર્ટી ભાજપની ટીમ B છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Arvind kejrival, Pravin Ram, આપ, આમ આદમી પાર્ટી, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन