Home /News /gujarat /ગુજરાત: ટ્રાન્સફર પર આવેલાં એન્જિનિયરને થયો પ્રેમ, પત્નીને કહ્યું 3 તલાક, કોર્ટે આપી 1 વર્ષની સજા

ગુજરાત: ટ્રાન્સફર પર આવેલાં એન્જિનિયરને થયો પ્રેમ, પત્નીને કહ્યું 3 તલાક, કોર્ટે આપી 1 વર્ષની સજા

રાજ્યમાં ત્રિપલ તલાકનો પહેલો કિસ્સો

Gujarat News: ફરિયાદકર્તા વકીલ ગોવિંદ મકવાણાએ કહ્યું કે, બાદમાં સરફરાજ ખાન બિહારની સરકારને (Bihar Government) સિપૂ પાઇપલાઇન પરિયોજનામાં એક સબ એન્જીનીયર (Sub Engineer) તરીકે દાંતીવાડા સીટીમાં બદલી કરવામાં આવી અને આ દરમિયાન તેણે એક હિન્દૂ સહકર્મી સાથે પ્રેમ થઇ ગયો. જેમાં તેમે તેની પત્નીને ત્રીપલ તલાક (Triple Talaq Case) આપી દીધા હતાં

વધુ જુઓ ...
    અમદાવાદ: ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુરની (Palanpur) એક કોર્ટે બુધવારે ત્રિપતલ તલાકનાં (Triple Talaq Case) કેસમાં સુનાવણી કરતાં એક 45 વર્ષિય સરકારી કર્મચારીને એક વર્ષની જેલની સજા સંભળાવી છે. દોષિત કર્મચારીએ તેની પ્તનીને ત્રણ તલાક દ્વારા છુટા છેડા આપવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં કર્મચારીને એક વર્ષની જેલની સજા થઇ છે. દોષીત કર્મચારીએ તેની પત્નીને 'ત્રણ તલાક' દ્વારા છુટાછેડા આપવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસ સરકારી વકીલ સંજય જોષીએ કહ્યું કે, ગુજરાતમાં (Gujarat) ત્રણ તલાક મામલામાં સંભવત: આ પેહલી સજા છે. એડિશનલ સિનિયર સિવિલ જજ જીએસ દરજીની કોર્ટે ડેપ્યુટી એન્જિનિયર સરફરાઝ ખાન બિહારીને એક વર્ષની જેલની સજા ફટકારી છે અને તેના પર 5,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

    આ પણ વાંચો-જોધપુર હિંસા: કર્ફ્યૂનો સમય 2 દિવસ વધારાયો, ઇન્ટરનેટ રહેશે બંધ, અત્યાર સુધીમાં 14 કેસ દાખલ

    આરોપી સરફરાઝ ખાનની પીડિત પત્ની, શહનાઝબાનુએ સપ્ટેમ્બર 2019માં પાલનપુર (વેસ્ટ) પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 અને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ FIR નોંધાવી હતી. એન્જિનિયર સરફરાઝ ખાન બિહારીએ જૂન 2012માં શહનાઝ બાનુ સાથે લગ્ન કર્યા હતા. દંપતીને એક પુત્રી પણ છે. ફરિયાદીના વકીલ ગોવિંદ મકવાણાએ જણાવ્યું હતું કે, બાદમાં સરફરાઝ ખાન બિહારીને દાંતીવાડા નગરમાં સરકારના સિપુ પાઈપલાઈન પ્રોજેક્ટમાં સબ-એન્જિનિયર તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને તે ત્યાંના એક હિન્દુ સાથીદાર સાથે પ્રેમમાં પડ્યો હતો.
    " isDesktop="true" id="1206046" >

    આગળના એડવોકેટ ગોવિંદ મકવાણાએ જણાવ્યું કે જ્યારે સરફરાઝ ખાનના પરિવારને આ બાબતની જાણ થઈ ત્યારે ફરિયાદીની પત્નીના પિતા એન્જિનિયર સરફરાઝના પિતાને મળ્યા અને તેમણે દંપતીને પાલનપુર શહેરમાં અલગ ભાડાના મકાનમાં શિફ્ટ કરવાનું નક્કી કર્યું. મકવાણાએ જણાવ્યું કે જ્યારે તેઓ ત્યાં રહેતા હતા ત્યારે આરોપીની માતા અને બહેન તેમને મળવા આવ્યા હતા, ત્યારબાદ તેઓ ઝઘડો કરતા હતા અને આરોપી ગુસ્સે થઈ ગયો હતો. આ પછી તેની પત્નીને માર માર્યો અને તેને તલાક આપવા માટે ત્રણ વાર 'તલાક' કહી દીધા.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Banaskantha, One year Sentenced, Palanpur, Triple Talaq, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन