Home /News /gujarat /GSSSB: સિનિયર કલાર્ક વર્ગ-3 કોમ્પ્યુટરની પરીક્ષા થઇ રદ, ટૂંક સમયમાં ફરીથી લેવાશે પરીક્ષા

GSSSB: સિનિયર કલાર્ક વર્ગ-3 કોમ્પ્યુટરની પરીક્ષા થઇ રદ, ટૂંક સમયમાં ફરીથી લેવાશે પરીક્ષા

મળતી માહિતી પ્રમાણે, ટૂંક સમયમાં પરીક્ષાનું ફરીથી આયોજન કરવામાં આવશે.

Gujarat Education: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન દ્વારા આ અંગે ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે.

ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની (GSSSB) વર્ગ-3ની પરીક્ષા રદ થઇ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્ક વર્ગ-3 ની (senior clerk eam) કોમ્પ્યુટરની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાઇ હતી. જેમા ટેકનીકલ ખામી સર્જાતા પરીક્ષા રદ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, ટૂંક સમયમાં પરીક્ષાનું ફરીથી આયોજન કરવામાં આવશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન દ્વારા આ અંગે ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે. જેમાં તેમણે જણાવાયું છે કે, કોમ્પ્યુટર પ્રોફિસીયન્સીની પરીક્ષા ટેક્નિકલ કારણોસર પરીક્ષા રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી. ટૂંક સમયમાં આ પરીક્ષા માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે.



તેમણે વધુમાં જણાવ્યુ છે કે, હવે આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે. સીનિયર ક્લાસ વર્ગ-3ની સીધી ભરતી માટે ભાગ-2ની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી કસોટી 3 થી 5 માર્ચ દરમિયાન કુલ 7 સેશનમાં પોલીસ એકેડમી કરાઈ ખાતે યોજાઈ હતી. આ પરીક્ષા દરમિયાન કેટલીક ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી.  જેથી તેનું પુન: આયોજન કરવા માટે અનેક રજૂઆત કરવામાં આવી હતી. GSSSB દ્વારા તમામ રજૂઆતોની સમીક્ષા કર્યા બાદ ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાનું પુન: આયોજન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, રાજ્યમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSSB) દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી સેવા મંડળ દ્વારા વર્ગ- સંવર્ગની ફિમેલ હેલ્થ વર્કરની ખાલી (GPSSB Female Health worker Recruitment) 3137 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીનું નોટિફીકેશન પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવ્યું છે. 26મી એપ્રિલથી આ નોકરીઓ માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થઈ છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકો છો.ઓનલાઈન એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ 10-5-2022 છે. આ નોકરી માટે અરજી કરતા પહેલાં લાયકાત અને શૈક્ષણિક ધારાધોરણો ખાસ ચકાસવા. (આ અંગેની વધુ માહિતી અહીંથી મેળવો)
First published:

Tags: Gandhinagar News, GSSSB, Gujarat Education