Home /News /gujarat /Gandhinagar News: હેડ ક્લાર્કની પરીક્ષાને લઇ રાહતના સમાચાર, નવી તારીખ જાહેર

Gandhinagar News: હેડ ક્લાર્કની પરીક્ષાને લઇ રાહતના સમાચાર, નવી તારીખ જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા હવે આગામી 20 માર્ચના રોજ યોજાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ની હેડ ક્લાર્કની પરીક્ષા (Head Clerk Exam)ને લઇ હજારો ઉમેદવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. GSSSB દ્વારા ડિસેમ્બરમાં રદ કરાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ની હેડ ક્લાર્કની પરીક્ષા (Head Clerk Exam)ને લઇ હજારો ઉમેદવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. GSSSB દ્વારા ડિસેમ્બરમાં રદ કરાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Secondary Service Selection Board)ની હેડ ક્લાર્કની પરીક્ષા હવે આગામી 20 માર્ચના રોજ યોજાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ગાંધીનગર દ્વારા પરિપત્ર બહાર પાડીને હેડ ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરિપત્રમાં જણાવ્યા અનુસાર આગામી 20 માર્ચ 2022 રવિવારના રોજ બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન હેડ ક્લાર્કની પરીક્ષા યોજાશે. આ પરીક્ષાના કોલ લેટર તેમજ અન્ય વિગતો પરીક્ષા તારીખના 10 દિવસ પહેલા ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઈટ પર આપવામા આવશે.

આ પણ વાંચો- Kishan Bharwad case: 8 આરોપીઓની સંડોવણીના ATSએ કર્યા નવા ખુલાસા

જણાવી દઈએ કે, હેડ ક્લાર્ક વર્ગ-3ની ભરતી માટેની જાહેરાત ગત વર્ષે 20 જાન્યુઆરીએ GSSSB દ્વારા આપવામાં આવી હતી. જે બાદ ગત ડિસેમ્બર મહિનામાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જો કે પરીક્ષાના એક દિવસ પહેલા જ પેપર લીક થઈ ગયું હતુ. જેના પછી આખા રાજ્યમાં ભારે હોબાળો મચી ગયો હતો. બાદમાં રાજ્ય સરકાર વતી મંત્રી હર્ષ સંઘવીએ આ પરીક્ષા રદ કરવાનો આદેશ આપ્યો હતો અને નવી તારીખની જાહેરાત થશે તેમ જણાવ્યું હતું.
First published:

Tags: Gandhinagar News, GSSSB exam, Head clerks exam