ગુજરાતમાં આવતીકાલથી શરૂ થશે ધો.1થી 5નાં ઓફલાઇન વર્ગો, SOPનું કરવું પડશે પાલન

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી

કોરોના હાલ ભલે ગુજરાતમાંથી ઓછો થયો હોય પણ તેની સૌથી મોટી અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે.

 • Share this:
  ગાંધીનગર: ગુજરાતના (Gujarat) વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલથી એટલે કે 22મી નવેમ્બર, સોમવારથી રાજ્યમાં ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગો (offline classes of standard 1 to 5 starts tomorrow) શરૂ કરવામાં આવશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani) જાહેરાત કરી છે. જોકે, શાળામાં કોરોનાની એસઓપી લાગૂ કરવાની જવાબદારી શાળા સંચાલકોની રહેશે. નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે આશરે બે વર્ષ જેટલા સમયગાળાથી પ્રાથમિક શાળાઓ બંધ છે.

  રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ મહત્ત્વની જાહેરાત કરી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી શાળાના વર્ગો બંધ છે. ત્યારે કોરોના હવે હળવો પડતા આવતીકાલથી ખુલતા દિવાળી બાદના સત્રોમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં તમામ શાળાઓએ એસઓપીનું પાલન કરવાનું રહેશે. બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે.

  કોરોના હાલ ભલે ગુજરાતમાંથી ઓછો થયો હોય પણ તેની સૌથી મોટી અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે. કોરોનામાં બે વર્ષ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ રહ્યુ છે. તેનું સ્થાન ઓનલાઇન એજ્યુકેશને લીધું છે. પણ આ ઓનલાઇન એજ્યુકેશન અવળી અસર બાળકોના માનસ પર પડી છે. ઓનલાઇન એજ્યુકેશનના કારણે બાળકોની યાદ શક્તિ પર અસર થતા 40 ટકા વાલીઓ સાઈકિયાટ્રીકની મદદ લઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આમ તો ઓનલાઇન એજ્યુકેશન બાળકોને કોઈ ફાયદાકારક અસર ભાગ્યે જ થઈ છે. પણ તેની અવળી અસર જરૂરથી થઈ છે.

  ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

  સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે   • સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.

   • વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે.

   • વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.

   • સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરવી પડશે.

   • ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત રહેશે.

   • રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.

   • સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.  • સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.

  • સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.

  • વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

  • જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.

  Published by:Kaushal Pancholi
  First published: