GSEB HSC Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. 12 સાયન્સની (GSEB HSC Result 2022) પરીક્ષાનું પરિણામ રાજ્યમાં ધો.12 સાયન્સની બોર્ડની પરીક્ષાનું ( GSEB HSC Result 2022) પરિણામ ગુરૂવારે જાહેર થવાનું છે. આ પરિણામની સાથે સાથે ગુજકેટ 2022નું ( GSEB HSC Result 2022) પરિણામ પણ જાહેર થશે. વિદ્યાર્થીઓ સવારે 10.00 વાગ્યાથી ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પરથી આ પરિણામ જાણી શકશે.
બોર્ડ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ મુજબ વિદ્યાર્થીઓ www.gseb.org પરથી સવારે 10.00 વાગ્યાથી બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરી અને પરિણામ મેળવી શકશે. આ પરિણામ ઓનલાઈન સ્વરૂપે જ હશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,08,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકીના વિદ્યાર્થીઓને આવતીકાલે ગ્રેડ મુજબ પરિણામ આપવામાં આવશે. પરિણામ બોર્ડની વેબસાઈટ પરથી સવારે 10.00 વાગ્યા પછી જોઈ અને નિહાળી શકાશે. આ પરિણામો અંગે ખાસ કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર જોવા મળશે. બાળકો અને વાલીઓ અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે રિઝલ્ટ નિહાળી શકાશે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ 2022)ની પ્રથમ પરીક્ષાના સેશનમાં ફિઝિક્સમાં 107694, પૈકી કુલ 102913 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બીજા સેશનમાં બાયોલોજીમાં 67,934 પૈકીના 64965 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ત્રીજા પેપરમાં મેથ્સમાં 4007
એક મહિનો ચાલી ઉત્તર વાહી ચકાસવાની કામગીરી
રાજ્યમાં ધો. 10-12ની બોર્ડની પરીક્ષા 28મી માર્ચથી લઈને 12 એપ્રિલે સુધી લેવામાં આવી હતી. આ પરીક્ષા બાદ ગુજકેટની પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષા બાદ એક મહિના સુધી સતત તેની ઉત્તરવહી ચકાસવાની કામગીરી ચાલી હતી.
બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ કોઈ વિદ્યાર્થીને ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન: ઉપસ્થિત થવા માટે જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયમત ફોર્મ ગુણપત્રક અને પ્રમાણ પત્ર સાથે શાળાઓને મોકલી આપાવામાં આવશે. જેની શાળાઓએ અને આચાર્યએ તેમજ વાલી વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર