Home /News /gujarat /

બનાસકાંઠા: યુવતીના મોતનો બદલો લેવા ટોળાએ આખા ગામને લીધું બાનમાં, વીડિયો વાયરલ

બનાસકાંઠા: યુવતીના મોતનો બદલો લેવા ટોળાએ આખા ગામને લીધું બાનમાં, વીડિયો વાયરલ

Banaskantha News: આ યુવતીના મોતનો બદલો લેવા માટે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લોકોના મકાનમાં તોડફોડ અને આગચંપી પણ કરવામાં આવતા ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ હતો

Banaskantha News: આ યુવતીના મોતનો બદલો લેવા માટે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લોકોના મકાનમાં તોડફોડ અને આગચંપી પણ કરવામાં આવતા ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ હતો

    બનાસકાંઠા: અમીરગઢમાં (Banaskantha News) હિંસક હુમલાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આદિવાસી યુવતીના (girl suicide) આપઘાતનો બદલો લેવા હુમલો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. અમીરગઢના રબારીયા ગામમાં મંગળવારે ઝાડ ઉપર ફાંસો ખાઈ એક યુવતીએ આપઘાત કરી લીધો હતો. જોકે, પરિવારનો આરોપ છે કે, આ યુવતીને મારી નાંખ્યા બાદ લટકાવી દીધી હતી. આ યુવતીના મોતનો બદલો લેવા માટે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લોકોના મકાનમાં તોડફોડ અને આગચંપી પણ કરવામાં આવતા ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ હતો પરંતુ હાલ ગામમાં શાંતિ છે.

    યુવતી જે યુવક સાથે ગઇ હતી ત્યાં કરી આગચંપી

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે પરિવારજનો તેના મૃતદેહને રબારીયા ગામે તેના એક શંકાસ્પદ મિત્ર યુવકના ઘર આગળ લઈ ગયા હતા. જ્યાં ઘરમાં તોડફોડ કરી હતી અને આગચંપી કરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ સાથે અન્ચ મકાનોમાં પણ નુકસાન કરવામાં આવ્યું હતુ. જે બાદ યુવતીના મૃતદેહની અંતિમ વિધિ કરાઈ હતી.

    આ પણ વાંચો: PM Modi in Gujarat Live: આજે PM મોદી સહિત ચાર દિગ્ગજ નેતા ગુજરાતમાં

    જ્યાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો દોડી જઇ સ્થિતિ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અમીરગઢના રબારીયા ગામની આદિવાસી યુવતી તેના મિત્ર સાથે લગ્નમાં ગઈ હતી. જે બાદ મંગળવારે તેનો મૃતદેહ ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

    હિંસક ટોળાએ ગામને બાનમાં લીધું


    કેટલાય લોકો ગામ છોડીને ભાગી ગયા

    અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રખાયેલા તેના મૃતદેહને લઈને પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોનું ટોળું ગુરુવારે ગામ ગરાસીયા પુરા ગયા હતા. જે બાદ ચડોતરૂ કરાયું હતું. જેમણે આખા ગરાસિયાપુરા ગામમાં હિંસક પ્રવૃત્તિઓ કરી હતી. જેના કારણે ગભરાઇને કેટલાક લોકો ગામ છોડીને પણ ભાગી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાંએ મકાનો સહિત ઘરમાં પડેલા સાધન સામગ્રીની તોડફોડ કરી મોટું નુકસાન કર્યું હતું. તેમજ વાહનો સહિત મકાનોને ટાર્ગેટ બનાવી માલ સમાનને આગ ચાંપવામાં આવી હતી.


    ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

    આ હિંસક ટોળાએ મૃતદેહની ત્યાંજ અંતિમવિધિ કરી દીધી હતી. સમગ્ર ઘટનાને લઇને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત પોલિસ કાફલો ગરાસિયાપુરા ગામે દોડી આવ્યો હતો. સમગ્ર ગરાસિયાપુરા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. જોકે, હાલ આ ગામમાં શાંતિ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, બનાસકાંઠા

    આગામી સમાચાર