કલોલ જૂથ અથડામણ મામલો: હાર્દિકે પોલીસની કામગીરી પર ઉભા કર્યા સવાલ

News18 Gujarati
Updated: April 5, 2018, 3:40 PM IST
કલોલ જૂથ અથડામણ મામલો: હાર્દિકે પોલીસની કામગીરી પર ઉભા કર્યા સવાલ

  • Share this:
છેલ્લા બે દિવસથી કલોલ વિસ્તારમા થયેલ જૂથ અથડામણ અને તોફાન બાબતે પાટીદાર નેતા હાર્દિક પટેલ દ્વારા પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા. હાર્દિકે જણાવ્યું કે અંગત અદાવતમાં બનેલ ઘટના છે હું અપીલ કરું છું કે સામાજિક સમરસતા લોકો વચ્ચે જળવાઈ રહે અને કોઈપણ જાતના તોફાનો કે હિંસાનું વાતાવરણ ના થાય. પોલીસની ફરજ છે કે કાનૂન વ્યવસ્થા જળવાઈ રહે ન સાચવી રાખવી એ પણ આપણા માટે દુઃખની વાત છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જીલ્લાના કલોલ શહેરમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેને લઈ ડીવાયએસપી વી. એન. સોલંકી સહિત મોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે ઘણા પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ આક્રમક બનેલ ટોળાએ પોલીસ પર વળતો હુમલો કરી દીધો. આખરે પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. જૂથ અથડામણમાં વિફરેલા ટોળાએ અનેક વાહનોને પોતાને નિશાને લઈ વાહનોમાં તોડફોડ શરૂ કરી દીધી હતી.

પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયાસ હાથ ધરતા ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો, જેમાં ડીવાયએસપી વી. એન. સોલંકી સહિત 7 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં પોલીસે 19 તોફાનીઓની ધરપકડ કરી છે, પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે. ઘાયલ પોલીસ કર્મીઓને નાની મોટી ઈજા થતાં તેમને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. હાલમાં પોલીસે ધરપકડ કરાયેલ લોકોની પૂછતાછ કરી કયા કારણોસર બબાલ થઈ તે જાણવાનો પ્રયાસ હાથ ધરી તપાસ શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: April 5, 2018, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading