Home /News /gujarat /

પાવર કૉરિડોર: દિવાળીની ગિફ્ટ લેવી પડી શકે છે મોંઘી! સરકારી ઓફિસો સહિત જિલ્લાઓમાં ACBની ટીમો ગોઠવવા સૂચના

પાવર કૉરિડોર: દિવાળીની ગિફ્ટ લેવી પડી શકે છે મોંઘી! સરકારી ઓફિસો સહિત જિલ્લાઓમાં ACBની ટીમો ગોઠવવા સૂચના

પ્રતીકાત્મક તસવીર

Power corridor: અમદાવાદ સીપી સંજય શ્રીવાસ્તવે ગાંધીનગરની તમામ સરકારી ઓફિસો સહિત રાજ્યના તમામ જિલ્લાઓમા એસીબીની ટીમો ગોઠવવા સૂચના આપી છે.

ગાંધીનગર: દિવાળીની (Diwali) આડમાં ગોલ્ડ, મોંઘી ભેટ- સોગાદ, ઘરેણાં, મોંઘા મોબાઇલ લેતા અધિકારીઓની આ વર્ષે ખૈર નથી. એસીબીના (ACB) વડા કેશવ કુમાર વિદાય થતા હાલ તેમનો ચાર્જ અમદાવાદ કમિશ્નર સંજય શ્રીવાસ્તવને (Ahmedabad commissioner Sanjay Shrivastav) સોંપાયો છે. સંજય શ્રીવાસ્તવે આ વખતે ગાંધીનગરની (Gandhinagar) તમામે તમામ સરકારી ઓફિસોને જિલ્લા કક્ષાની તમામ સરકારી ઓફિસોમા (Government offices) એસીબીની ટીમો તૈયાર રાખવા સૂચના આપી છે.  જે પણ શકમંદ જણાય તેને ઝડપી લઇ પૂછપરછ કરવા અને ગુનાહિતો સામે કડક એકશન લેવા છુટ્ટો દૌર આપ્યો છે.

ગાંધીનગરના ઉદ્યોગ ભવન, નવાને જૂના સચિવાલય સહિત, જિલ્લે- જિલ્લે એસીબીએ વોચ ગોઠવી છે. હાલ રોજના બે કેસ એસીબી સમક્ષ આવી રહ્યા છે. દિવાળી દરમિયાન અને દિવાળી પછી એસીબીની રેઇડ સતત ચાલુ રહેશે. અધિકારીઓ દિવાળી શુભેચ્છા સ્વરુપે ફલાવર, બુકે લઇ શકે છે. તે સિવાયના ગિફ્ટ કે પ્રલોભનોથી અધિકારીઓએ દૂર રહેવુ પડશે.

પોલ્યુશન પેદા કરનારા ઉદ્યોગોએ શહેરની બહાર ઉચાળા ભરવા પડશે?

શહેરી વિકાસ વિભાગના સચિવ મુકેશ પુરીએ જીડીસીઆર ફેરફારની પેન્ડીગ પ્રપોઝલ નવા સીએમ પાસે મૂકી છે. જો સીએમ એના પર મંજૂરીની મહોર લગાવશે તો સિટી વિસ્તારમાં આવી ગયેલા પોલ્યુશન પેદા કરનારા ઉદ્યોગોએ શહેરની બહાર ઉચાળા ભરવા પડશે. વિજયભાઇ રુપાણી જ્યારે સીએમ હતા ત્યારની સરકારે ઓબ્ઝર્વ કરેલુ કે,  કોરોના લોકડાઉન દરમિયાન મુખ્ય પાંચ મેગા સિટીઝનુ એર અને વોટર પોલ્યુશન સાવ ઓછું થઇ ગયેલું.લોકડાઉન ખૂલતા જ અમદાવાદ ,વડોદરા , સુરત , રાજકોટનું પોલ્યુશન પાછુ વધી ગયું.

તે સમયે રુપાણી સરકારે પોલ્યુશનનો સર્વે કરાવ્યો હતો. સર્વે બાદ જણાવ્યુ હતુ કે, સિટીની હદ વિસ્તરવાથી કેટલાય પોલ્યુટેડ ઉદ્યોગો શહેરની અંદર આવી ગયેલા એના કારણે સિટીનું પોલ્યુશન સતત વધી રહ્યું છે. જેને કારણે પૂર્વ સીએમ રુપાણીની સૂચનાથી રાજ્યના શહેરી વિકાસ વિભાગે જીડીસીઆરમા ફેરફાર કરવાનું નક્કી કર્યુ.

જોકે, રુપાણી સરકાર ગયા બાદ આ ફેરફારની પ્રપોઝલ પેન્ડીગ રહી ગઇ છે. આ પેન્ડીગ પ્રપોઝલ સચિવ મુકેશ પુરીએ ફરીથી નવા સીએમને સોંપી છે. જો સીએમ ભૂપેનદ્ર પટેલ જીડીસીઆરમાં ફેરફારની આ પ્રપોઝલ માન્ય રાખશે તો નવી પ્રપોઝલ અનુસાર જે પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રી શહેરી વિસ્તારની અંદર આવી ગઇ છે તેને શહેરની બહાર વસવા વિવિધ પ્રલોભનો અપાશે. વિવિધ વધારાના લાભો તેમજ વધારાની છૂટછાટો અપાશે.  હાલ નવા સીએમ દ્વારા પોલ્યુશન ઘટાડવા માટેની દરખાસ્ત પર વિચાર વિમર્શ થઇ રહ્યો છે.

ગુજરાતમાં પણ ફટાકડા મુદ્દે શરતો લાગુ થઇ શકે છે

દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા પર નિયંત્રણો લાદવા - ગૃહ વિભાગના અધિકારીઓએ ગૃહમંત્રીને રજૂઆત કરી છે. દિલ્હી અને રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ ફટાકડા મુદ્દે શરતો લાગુ થઇ શકે છે.

ગત વર્ષે દિવાળીના તહેવારો બાદ જ કોરોના વધ્યો હતો.  દિવાળીના તહેવારો દરમ્યાન ફટાકડા ફોડવાથી એર પોલ્યુશન ફેલાય છે - જે લંગઝને અફેકટ કરે છે. ગત વખતની જેમ દિવાળી બાદ કોરોના વકરવાની સંભાવનાઓ વચ્ચે દિલ્હી અને રાજસ્થાને ઓલરેડી ફટાકડાના વેચાણને ઉપયોગ પર પ્રતિબંધ મૂકેલો છે.
અન્ય રાજ્યની માફક ગુજરાતમા ફટાકડા ફોડવા પર શરતી નિયંત્રણો લાગુ થઇ શકેછે . આ વખતે ફટાકડા મુદ્દે ગૃહ વિભાગ નવી ગાઇડ લાઇન બહાર પાડી શકે છે.

કોરોના કાળ પહેલાથી સુપ્રીમ કોર્ટેરાત્રિના ૧૦ પછી ફટાકડા ફોડવા પર લગાવેલા  પ્રતિબંધથી લઇને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના સૂચન ટાંકીને હોમ ડિપાર્ટમેન્ટના એડીશનલ સેક્રેટેરી નિખિલ ભટ્ટે આ દિવાળીએ - નવા નિર્ણય માટે નવોદિત ગૃહ મંત્રી હર્ષ સંધવીને અહેવાલ સોંપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે પણ ગત વર્ષે ફટાકડા જાહેરમા નહીં ફોડવા માટે ટાંક્યુ હતું.

આ પણ વાંચો - પાવર કૉરિડોર: CM ભૂપેન્દ્ર પટેલ વીણી વીણીને કિનારે કરશે તેવો ડાંડાઈ કરનાર અધિકારીઓને ડર!

ગુજરાતના એક માત્ર અધિકારી કમલ દયાણી હાલ એમપેન્લડ થયા
ભારત સરકારની કેબિનેટ એપોઇન્ટમેન્ટ કમિટિએ શનિવારે ભારતના તમામ રાજ્યોના એમ્પેન્લડ અધિકારીઓનું લિસ્ટ જાહેર કર્યું હતું જેમાં ગુજરાતના ૧૯૯૦ની બેચના અધિકારી કમલ દયાણીનો સમાવેશ કરાયો છે. જોકે કમલ દયાણીના જ બેચમેટ મનોજ દાસની સાથે સાથે એમ્પેલમેન્ટ
થવુ જોઈતું હતું - પરંતુ , તેઓને બાકાત રખાયા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Diwali, Power Corridor, ગાંધીનગર, ગુજરાત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन