યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા છે. જેઓ ગુજરાત સરકારની અનેક સરકારી ભરતીઓમાં ગેરરીતિનો પર્દાફાશ કરી ચૂક્યાં છે.
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને કોર્ટે જામીન આપી દીધા છે અને જામીન આપતા કોર્ટે યુવરાજને ચાર્જશીટ ફાઇલ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો છે. મહત્ત્વનું છે કે યુવરાજ સિંહનો આ વિવાદ ખુબ જ બીચક્યો હતો અને જેને લઇ પોલીસે પણ યુવરાજ સિંહ પર 307ની કલમ લગાવી હતી.
ગુજરાતમાં સરકારી ભરતી (Gujarat Government Recruitment)માં થયેલા અનેક કૌભાંડોનો પર્દાફાશ કરનારા આંદોલનકારી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja)ની 5 એપ્રિલના રોજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે પોલીસ (Gandhinagar Police) પર ગાડી ચઢાવી દીધી હતી સાથે જ પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જે અંતર્ગત યુવરાજ સિંહ પર 307 સહિતની કલમો લગાડવામાં આવી હતી ત્યાં જ આ મામલે ચાર્જશીટ ફાઇલ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવતાની સાથે જામીન આપવામાં આવ્યા છે.
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને કોર્ટે જામીન આપી દીધા છે અને જામીન આપતા કોર્ટે યુવરાજને ચાર્જશીટ ફાઇલ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો છે. મહત્ત્વનું છે કે યુવરાજ સિંહનો આ વિવાદ ખુબ જ બીચક્યો હતો અને જેને લઇ પોલીસે પણ યુવરાજ સિંહ પર 307ની કલમ લગાવી હતી.
જણાવી દઇએ કે, ગત 5 એપ્રિલના રોજ રાજ્યના વિદ્યાસહાયકો સાથે મળીને યુવરાજસિંહ ગાંધીનગર ખાતે આંદોલન કરવા પહોંચ્યા હતા. જ્યાં યુવરાજ સિંહે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસ પર ગાડી ચઢાવી દીધી હતી. જેના લીધી યુવરાજસિંહની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.