ગાંધીનગર: કોરોનાની સેકન્ડ વેવને કારણે સ્થગિત રહેલી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને થરા, ઓખા, ભાણવડ નગરપાલિકાઓની સામાન્ય ઉપરાંત 29 પાલિકા, 42 પંચાયતોમાં પેટાચૂંટણીની 96 બેઠકો સહિત કુલ 228 બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યુ છે. કોવિડ 19ના ગાઈલાઈના ચુસ્ત અમલ વચ્ચે આજે સવારે સાત કલાકથી યોજાઇ રહેલી ચૂંટણીમાં 11.93 લાખથી વધુને મતાધિકાર પ્રાપ્ત થયો છે. આ તમામ બેઠકો માટે મંગળવારે મતગણતરી હાથ ધરાશે.
ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન
ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણી પર 5 જેટલા ચૂંટણી અધિકારીઓ ચાંપતી નજર રાખી રહ્યા છે. ગાંધીનગર ઉપરાંત રાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપંચાયતની ખાલી બેઠકો પર પેટાચૂંટણી માટે પણ આજે જ મતદાન થઈ રહ્યું છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. હાલ મતદાનના પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે, સવારમાં મતદાતાઓની સંખ્યા ઓછી છે. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આજે રવિવાર છે તો સવારે 9 કલાક બાદ આ મતદાન ગતિ પકડશે.
2,81,897 મતદારો આજે કરશે મતદાન
ગાંધીનગર મહાનગર પાલિકા માટે 284 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી 144 સંવેદનશીલ તો 4 મતદાન મથકોને અતિસંવેદનસીલ જાહેર કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો પર કુલ 2,81,897 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જે પૈકી 1,45,130 પુરુષ મતદારો, 1,36,757 સ્ત્રી મતદારો તેમજ 9 અન્ય મતદારો મતદાન કરશે.1,775 પોલિંગ સ્ટાફ મતદાનની કામગીરી સંભાળશે. મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા માટે 1,270 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
ક્યાં ક્યાં મતદાન
ગાંધીનગર મનપાની સામાન્ય ચૂંટણી, બનાસકાંઠાની થરા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. આ સાથે અમદાવાદ મનપાની 2 અને જૂનાગઢ મનપાની 1 બેઠકની પેટા ચૂંટણી અને રાજ્યની અન્ય 5 નગરપાલિકાઓની 9 બેઠકોની પેટાચૂંટણી માટે પણ આજે મતદાન યોજાઇ રહ્યુ છે.
" isDesktop="true" id="1138584" >
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 'આપ'નો પગપેસારો
ભાજપની નવા મંત્રીમંડળ બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી યોજાઇ રહી છે. એન્ટિઈન્કબન્સીને ખાળવાના ખેલમાં ઘરઆગંણે ગાંધીનગરમાં 44 બેઠકો ઉપર થનારું મતદાન વિધાનસભા 2022 પૂર્વે શહેરી મતદારો માટે નિર્ણયકારી સાબિત થશે.આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલી રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતના રાજકારણમાં પગપેસારો કરી દીધો હતો. ત્યારે જોવાનું રહ્યું કે, પાંચમી તારીખે લોકો કોની પસંદગી કરે છે.