આ ગામમાં 200 કોરોનાના કેસ આવતા ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીનો વિરોધ કરાયો

આ ગામમાં 200 કોરોનાના કેસ આવતા ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીનો વિરોધ કરાયો
હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે તેવા કપરા સમયમાં ચૂંટણીઓની રેલીઓ યોજીને નેતાઓ અને રાજ્ય સરકાર સેંકડો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે

હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે તેવા કપરા સમયમાં ચૂંટણીઓની રેલીઓ યોજીને નેતાઓ અને રાજ્ય સરકાર સેંકડો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે

  • Share this:
ગાંધીનગર : રાજ્યભરમાં કોરોના કેર વર્તાવી રહ્યો છે ત્યારે હવે તેનો અજગરી ભરડો ગાંધીનગર સુધી પહોંચી ચૂક્યો છે. ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીને લઈ હાલ માહોલ ગરમાગરમ છે. ત્યારે અહીંના ખોરજ ગામમાં એક સાથે 200 કોરોના પોઝિટિવ કેસ આવતાં લોકો ફફડી ઊઠ્યા છે.

લોકોએ સ્પષ્ટ કહ્યું છે કે લોકોના જીવ જોખમમાં મૂકવા માટે અહીંયા કોઈ નેતાએ ચૂંટણી સભા કે રેલી કરવી નહી. અહીંયા ચૂંટણીનો વિરોધ થઈ રહ્યો છે છતાં પણ કેટલાક નેતાઓ કોરોનાની ઐસીતૈસી કરી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી રદ કરવામાં આવે તેવી માંગણી પણ લોકો કરી રહ્યા છે.આ પણ વાંચો - રાજકોટ : મનપાના મહિલા અધિકારીએ પોતાના શ્વાનના જન્મદિવસની આવી અનોખી રીતે ઉજવણી કરી

ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીને લઈ માહોલ ગરમાયો છે તો બીજી તરફ હાઈકોર્ટે પણ તાજેતરમાં સરકારને ફટકાર લગાવી હતી. ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં સરકારે કોઇ કડક નિયંત્રણો લાધા નથી જેના કારણે અહીંયા કોરોના બ્લાસ્ટ થઈ શકે છે. ખોરજના સ્થાનિકોએ સ્પષ્ટ કરી દીધું છે કે અહીંયા એક પણ પાર્ટીના કોઈ નેતાઓએ પ્રચાર કરવા માટે આવવુ નહીં અને લોકોના જીવ જોખમમાં મૂકવા નહી. હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે તેવા કપરા સમયમાં ચૂંટણીઓની રેલીઓ યોજીને નેતાઓ અને રાજ્ય સરકાર સેંકડો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે.

લોકો વિરોધ કરતાં જણાવી રહ્યા છે કે નેતાઓને લોકોના જીવની કંઈ પડી નથી. લોકોના મોત ઉપર પણ આ નેતાઓ રાજકીય રોટલા શેકી શકે છે .
ઉલ્લેખનીય છે કે આજે આમ આદમી પાર્ટીએ રાજ્ય ચૂંટણી પંચને કોરોનાની સ્થિતિને અનુલક્ષીને ગાંધીનગર મનપાની ચૂંટણી પાછી ઠેલવા રજૂઆત કરી છે. ભાજપ કે કોંગેસ આ મુદ્દે રજૂઆત કરવા આગળ આવ્યું નથી. ગાંધીનગર મનપાની 11વોર્ડની ચૂંટણીમા બે કોર્પોરેટરો હાલ કોરોના ગ્રસ્ત છે અને હોસ્પિટલમા સારવાર લઇ રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:April 08, 2021, 18:26 pm

ટૉપ ન્યૂઝ