12 ધારાસભ્યો, સચિવાલયના 54 અધિકારીઓ, સર્કિટ હાઉસમાં 15ને કોરોના છતાં ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાશે

12 ધારાસભ્યો, સચિવાલયના 54 અધિકારીઓ, સર્કિટ હાઉસમાં 15ને કોરોના છતાં ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાશે
12 ધારાસભ્યો, સચિવાલયના 54 અધિકારીઓ, સર્કિટ હાઉસમાં 15ને કોરોના છતાં ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાશે

18મી એપ્રિલના રોજ ગાંધીનગર મનપાની ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે

  • Share this:
ગાંધીનગર : અમદાવાદ સહીત ગાંધીનગરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને હજુ કેસ રોકેટગતિએ વધી રહ્યા છે તેમ છતાં 18મી એપ્રિલના રોજ ગાંધીનગર મનપાની ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે. ગાંધીનગરમાં કોરોનાએ તેજ રફ્તાર પકડી છે. જેના પ્રતાપે અત્યાર સુધી 12 ધારાસભ્યો, સચિવાલયમાં 54 અધિકારીઓ અને સરકીટ હાઉસમાં 15 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

ગાંધીનગર વિધાનસભા ગૃહ ઉપરાંત સચિવાલય અને સર્કિટ હાઉસમાં કોરોનાનું સંક્રમણ વધતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. આવા સંજોગોમાં 18મી એપ્રિલે ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપ કોંગેસના ઉમેદવારોની યાદી જાહેર થતા જ પ્રચાર અભિયાને વેગ પકડયો છે.


ભાજપના નેતાઓ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. જેમાં સોશિયલ ડિસ્ટેન્ડિંગના લીરેલીરા ઊડી રહ્યા છે.

આ પણ વાંચો - ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર

માસ્કનો કાયદો માત્રને માત્ર જનતાને લાગુ પડતો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ધારાસભ્યો ધૂળેટીની ઉજવણીમાં યુવકના ખભે બેસીને માસ્ક પહેર્યા વિના નાચે છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગાંધીનગર મનપાની ચૂંટણી માટે કાર્યકરો એકઠા થઈ રહ્યા છે અને કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે છતાં પોલીસ પગલાં ભરી રહી નથી. જેને લઇને ગાંધીનગરની સામાન્ય જનતામાં અસંતોષની લાગણી ફેલાઇ છે ને મનપાની ચૂંટણી હમણાંના યોજાય તેમ ઇચ્છી રહી છે.
Published by:Ashish Goyal
First published:March 31, 2021, 17:44 pm