ગાંધીનગર : કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) મતવિસ્તારમાં ક્રિકેટ અને કબડ્ડીની રમતનું ભવ્ય આયોજન કરવમાં આવી રહ્યું છે. ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગના (Gandhinagar lok sabha premier league) નામે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. GLPL લીગ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર લોકસભાની સાત વિધાનસભામા 1500 જેટલી ક્રિકેટ ટીમ અને 400 જેટલી કબડ્ડીની ટિમો મેદાને ઉતારશે. જેનું ઉદ્ધાટન અને સમાપન સમારોહ કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ કરશે જેની રુપરેખા હાલ ઘડાઈ રહી છે.
પ્રદેશ ભાજપ રમત-ગમત સેલના સંયોજક મનીષ પટેલ જણાવ્યું હતું કે, ગુજરાતના ગાંધીનગરમાં ભાજપ દ્વારા ક્રિકેટ અને કબડ્ડી લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા મતવિસ્તારમાં યોજશે. આ લીગ ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ 370 અથવા GLPL 370ના લેબલ હેઠળ ક્રિકેટ અને કબડ્ડીમાં ટુર્નામેન્ટ યોજવાનું આયોજન હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કાર્યક્રમ થકી મહત્તમ સંખ્યામાં યુવાનોને ભાજપની વિચારસરણી તરફ વળે તેવા આશ્રય આયોજન કરવામાં આવી રહ્યું છે.
દેશની એક માત્ર ગાંધીનગર લોકસભામાં ક્રિકેટ અને કબડ્ડી ટુર્નામેચનું આયોજન થઈ રહ્યું છે. આ લીગનું નામ કલમ 370 પર રાખવામાં આવ્યું છે. જોકે, આ લીગમાં જે યુવાનો નામ મતદાર યાદીમાં છે, તેઓને (યુવાન) મતદારોને ભાજપ તરફી બનાવવા માટે ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે ક્રિકેટ અને કબડ્ડીની પસંદગી કરવામાં આવી છે. દરેક વોર્ડમાં ઓછામાં ઓછી બે ટીમો (ક્રિકેટ અને કબડ્ડી માટે દરેક) રાખવા અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે. યોજના સમગ્ર મતવિસ્તાર માટે એક કબડ્ડી ટુર્નામેન્ટ અને સાત ક્રિકેટ ટુર્નામેન્ટ, તેના સાત વિધાનસભા વિસ્તારો માટે એક-એક આયોજન કરવાની છે. ટીમોની નોંધણી પહેલાથી જ ચાલુ છે, જેમાં વિધાનસભા વિસ્તારો વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી, કલોલ, ગાંધીનગર (ઉત્તર) અને સાણંદ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતના ગાંધીનગરમાં ભાજપ દ્વારા ક્રિકેટ અને કબડ્ડી લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જોકે, અગાઉ ગુજરાતના MoS જગદીશ વિશ્વકર્મા, જેમણે પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં ક્રિકેટ માટે કર્ણાવતી પ્રીમિયર લીગનું (KPL)નું આયોજન કર્યું હતું. તેમને ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે કહેવામાં આવ્યું છે, યોગાનુયોગ, અમિત શાહે 2016માં KPLનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે ફરી એકવાર હવે ગાંધીનગર લોકસભાના મતવિસ્તારમાં આ આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે, આ લીગ હાલમાં ફક્ત પુરુષો માટે જ યોજાઈ રહી છે. તેમજ ક્રિકેટ મેચો ટેનિસ બોલનો ઉપયોગ કરીને સ્થાનિક ખાનગી માલિકો પાસેથી ભાડે લીધેલા મેદાન પર રમાશે. સમગ્ર ટૂર્નામેન્ટ માટે પ્રચાર મુખ્યત્વે વોર્ડ સ્તરે વોટ્સએપ જૂથો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
પ્રદેશ ભાજપ રમત-ગમત સેલના સંયોજક મનીષ પટેલ જણાવ્યું હતું કે, 2007થી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) સાથે સંકળાયેલા અમિત શાહને ક્રિકેટ પ્રત્યે ઉમદા રુચિ ધરાવે છે. ત્યારે રાજ્ય સરકાર ખેલ મહાકુંભ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના માટે વારંવાર રમતગમત આયોજન થયા છે. ત્યારે અમિતશાહના સસદીય ક્ષેત્રમાં આ (ક્રિકેટ અને કબડ્ડી ટુર્નામેન્ટ)નું આયોજન થઈ રહ્યું છે.